સ્પોર્ટ્સ જર્નલિસ્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના કારોબારી સભ્ય તરીકે આ ગુજરાતીની થઇ બિનહરીફ વરણી, જાણો કોણ છે તે ?

આસામના ગુવાહાટી શહેર ખાતે સ્પોર્ટ્સ જર્નલિસ્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાની વાર્ષિક સાધારણ સભા (AGM) મળી હતી. આ સાધારણ સભામાં સ્પોર્ટ્સ જર્નલિસ્ટ એસોસિયેશન ઓફ ગુજરાતના પ્રેસિડેન્ટ તુષાર ત્રિવેદીની સ્પોર્ટ્સ જર્નલિસ્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SJFI)ના કારોબારી સભ્ય તરીકે બિનહરીફ વરણી થઈ છે.

તો બીજી તરફ SJFIના અન્ય હોદ્દા પર વાઈસ પ્રેસિડેન્ટ તરીકે સંજુ ચક્રવર્તી, સુમિત મહાપાત્રા, વિકાસ પાંડે અને દેવેન્દ્ર પાંડેની વરણી થઈ છે. જ્યારે સેક્રેટરી તરીકે મુંબઇના પ્રશાંત કેની તથા ખજાનચી તરીકે વિધ્યુત તલીતાની વરણી થઇ છે. સ્પોર્ટસ જર્નાલિસ્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ તરીકે એ. વિનોદની પણ બિનહરીફ વરણી થઇ છે.

મહત્વનું છે કે આ નવા હોદ્દેદારોની ટર્મ બે વર્ષ માટેની રહેશે. SJFIની આ AGMમાં સ્પોર્ટ્સ જર્નલિસ્ટ એસોસિયેશન ઓફ ગુજરાત તરફથી કારોબારી સભ્ય અધિરાજસિંહ જાડેજા અને પેટ્રન હિતેશભાઈ પટેલ (પોચી) ખાસ હાજર રહ્યા હતા.

Niraj Patel