કેનેડા જનારાઓ સાવધાન: ભારતીય વિદ્યાર્થી પર હુમલો થયો ને મળ્યું મોત, માતાએ કરી આત્મહત્યા, ગામમાં એકસાથે બંનેના કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર
Indian Boy Murder Canada: પંજાબના શહીદ ભગત સિંહ નગર જિલ્લાના આઈમા ચહલ ગામમાં માતા અને પુત્રના એક સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આ દરમિયાન દરેકની આંખો ભીની થઈ ગઈ હતી. પંજાબનો રહેવાસી 24 વર્ષીય ગુરવિંદર નાથ કેનેડામાં રહેતો હતો અને ત્યાં તેની હત્યા કરવામાં આવી હતી. ગુરવિંદરની માતા નરિન્દર દેવી આ આઘાત સહન ન કરી શકતા તેમણે આત્મહત્યા કરી લીધી. બંનેના 29 જુલાઇ શનિવારા રોજ એકસાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. ગુરવિન્દર નાથ અભ્યાસ માટે 2021માં કેનેડા ગયો હતે. તે ટોરોન્ટોની લોયાલિસ્ટ કોલેજમાં બિઝનેસ કોર્સ કરી રહ્યો હતો અને પિઝા ડિલિવરી બોય તરીકે પણ કામ કરતો હતો.
કેનેડામાં પુત્રની હત્યાથી માતા ચોંકી ઉઠી
9 જુલાઈના રોજ, ટોરોન્ટો નજીકના મિસીસાગામાં મોડી રાત્રે ડિલિવરી કરતી વખતે તેની કાર પર હુમલો કરવામાં આવ્યો અને 14 જુલાઈએ તેનું હોસ્પિટલમાં મોત થયું. કેનેડિયન પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે અમે માનીએ છીએ કે તેમાં ઘણા શંકાસ્પદ લોકો સામેલ છે અને પીઝા ડિલિવરી બોયને વિસ્તારમાં બોલાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. યુવક સુધી પહોંચ્યા બાદ પહેલા લૂંટ ચલાવી અને પછી તેના પર હુમલો કરવામાં આવ્યો. બીજી તરફ પંજાબ પોલીસના જણાવ્યા અનુસાર ગુરવિંદરની માતા કેનેડામાં પુત્રના મૃત્યુ બાદ આઘાતમાં હતી. તે આ આઘાત સહન ન કરી શકી.
બંનેના એક સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા
પોલીસે જણાવ્યું કે પુત્રના મૃત્યુના સમાચાર સાંભળીને માતા ડિપ્રેશનમાં આવી ગઈ હતી અને પછી તેણે આત્મહત્યા કરી લીધી. ગુરવિંદરનો મૃતદેહ શુક્રવારે રાત્રે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યો હતો. શનિવારે સવારે 11 વાગ્યે માતા-પુત્રના એકસાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ગુરવિંદરના પિતા કૃષ્ણ દેવ એક ખેડૂત છે અને નાની ડેરી ચલાવે છે.કૃષ્ણદેવે કહ્યું, “મેં બધું ગુમાવ્યું છે. મારી પત્નીને કોઈક રીતે લાગ્યું કે ગુરવિંદર સાથે બધુ ઠીક નથી અને મને પાંચ-છ દિવસ પહેલા તેને ફોન કરવા મજબૂર કરવા લાગી, મારું ઈન્ટરનેટ કામ કરતું ન હતું તેથી હું વોટ્સએપ કોલ કરી શકતો ન હતો, તેથી તે બેચેન થઈ ગઈ.
દીકરાના મોતની ખબર પડતા કર્યો આપઘાતનો પ્રયાસ
તે ગામની અન્ય મહિલાઓને કહેતી હતી કે ગુરવિંદરને કંઈ થશે તો તે તેને એકલા જવા નહીં દે.” પછી બુધવારે નરિન્દર દેવીને આખરે ખબર પડી કે તેમનો દીકરો તો આ દુનિયામાં નથી રહ્યો. કૃષ્ણ દેવ નાથે કહ્યું, “વરંડામાં કપડાં સુકવતી વખતે, તેણે કદાચ પસાર થતા કેટલાક લોકો પાસેથી સાંભળ્યું કે ગુરવિંદરની બોડી આવી રહી છે. ત્યારથી તે બેચેન થઈ ગઈ હતી પરંતુ તેની સાથે શું થઈ રહ્યું હતુ તે ઘરમાં કોઈને તેણે કહ્યું નહોતું.” ગુરવિંદરની દાદીએ કહ્યુ કે મારી વહુએ પહેલા પોતાને ઈલેક્ટ્રીક શોક આપવાનો પ્રયત્ન કર્યો,
હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયુ મોત
પરંતુ જ્યારે અમને ખબર પડી ત્યારે મારા પૌત્રો કમલ અને બલવિંદરે તેને એક મિનિટ માટે પણ એકલા ન રહેવા દીધી. બીજા દિવસે સવારે એટલે કે ગુરુવારે તે ઘરે ન હતી. અમને લાગ્યું કે તે હંમેશની જેમ મંદિરે ગઈ હશે પણ તે થોડો સમય સુધી પાછી ન આવી અને પછી મારા સૌથી મોટા પૌત્ર કમલને તે ઘરની બહાર રસ્તા પર પડેલી મળી. કમલે કહ્યું, “મારી માતાએ કોઈ જંતુનાશક ખાધું હશે. જે બાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી અને પ્રાથમિક સારવાર આપવામાં આવી. તેના જીવને ખતરો ગણાવતા ડોક્ટરોએ તેને પીજીઆઈમાં રીફર કરી. જો કે, તે બાદ જાણવા મળ્યું કે PGIમાં સ્ટ્રેચર ઉપલબ્ધ નથી અને પછી તેને પરિવારે લુધિયાણાની DMC હોસ્પિટલમાં લઈ જવાનું નક્કી કર્યું.
ગુરવિંદર નાથના પિતાએ કહ્યુ-આ પહેલા પણ દીકરા પર થયો હતો હુમલો
ગુરુવાર અને શુક્રવારની વચ્ચેની રાત્રે લગભગ 2.15 વાગ્યે તેણે અંતિમ શ્વાસ લીધા. ગુરવિંદરનો મૃતદેહ શુક્રવારે મોડી સાંજે તેના ગામ પહોંચ્યો હતો. કૃષ્ણદેવ નાથે તેમના પુત્રને તેજસ્વી વિદ્યાર્થી તરીકે યાદ કર્યો અને કહ્યું, “તે હંમેશા વિદેશ જવા માંગતો હતો અને બે વર્ષ પહેલા તેણે ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા જવાનું પસંદ કર્યું હતું. તે અભ્યાસમાં સારો હતો અને સરળતાથી તેણે IELTS ક્લીયર કરી હતી. ગુરવિંદર પર અગાઉ પણ હુમલો થયો હતો. એક મહિના પહેલા મારા પુત્ર સાથે પણ આવી જ ઘટના બની હતી અને તેણે પોલીસમાં ફરિયાદ કરી હતી. પરંતુ તેણે તેણીને સાવચેત રહેવા અને પોતાની સંભાળ રાખવા કહ્યું.