જ્યોતિષ શાસ્ત્ર

માત્ર 7 ગુરુવાર સુધી આવું કરવાથી સાંઈબાબા થશે ખુશ અને કરશે સઘળા કષ્ટ દૂર…!!

સાંઈબાબા આજે લોકો કેટલા હદ સુધી માને છે કે નથી માનતા, તેનાથી કોઈ ફર્ક નથી પડતો. આસ્થાનું બીજ રોપવાથી જ વધે છે. ભાગ્યે જ એવા લોકો હોય છે જે આગળ ચાલીને શીખેલી વાતોનું ઉપર જઈને અસ્તિત્વ પામે છે. અને ધર્મને ઓળખે છે. સાચા ધર્મ છે સ્વાધીનતા, ચીરશાંતિ અને શરણાગતિ. સાંઈ પોતાના ધર્મને જાણતા હતા અને દરેકને ખૂબ જ સરળ શબ્દોમાં સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. શ્રદ્ધા અને સબૂરી, શરણાગતિ સૌથી સુંદર સાધનો છે. ભગવાન સાકાર છે અથવા નિરાકાર અર્થમાં માત્રને માત્ર શરણાગતિથી જ આવે છે.

Image Source

ઇતિહાસકારોનું માનીએ તો સાંઈ પોતે કોણ હતા, ક્યાં ધર્મમાં જન્મ્યા હતા તેની કોઈ જ જાણકારી છે નહી. સાંઈ પર લખવામાં આવેલા કેટલાક ગ્રંથોની માનીએ તો શિરડીના સાંઈ બાબાનો જન્મ 1838-1842ની વચ્ચે થયો હતો. તે એક ફકીર અને એક સંત જેવું જીવન જીવતા હતા. જ્યારે તે નાની ઉંમરે શિરડી આવ્યા ત્યારે તેમનું નામ સાંઈ આપવામાં આવ્યું હતું. શિરડીમાં તેઓ જૂની મસ્જિદમાં વસવા લાગ્યા. મસ્જિદના કારણે ઘણાએ તેમને મુસ્લિમ ગણાવ્યા હતા. પરંતુ સાંઈએ તે મસ્જિદનું નામ ‘દ્વારકા માઇ’ આપ્યું હતું. આ કારણે, ઘણા લોકો તેમને હિંદુ માને છે. તે સ્પષ્ટ છે કે સાંઈએ ક્યારેય કોઈ ધર્મ બનાવ્યો નથી. સાંઈ એક એવા સંત છે જેને ઘણા ભક્તો માને છે.

Image Source

‘શિરડી સાંઈ બાબા’ આ શબ્દ પોતાના મુખમાં બોલતા બોલતા ભક્ત બાબાના દર્શન કરે છે. અને બાબા સાંઈના દર્શન કરવા દોડી જાય છે. સાંઈ બાબાના દર્શને દુનિયાના દેશના ખૂણે ખૂણેથી લાખો કરોડો ભક્ત આવે છે. બાબા વિશે એવું માનવામાં આવે છે કે શિરડી આવેલ દરેક ભક્તની મનની ઈચ્છા પૂરી થાય છે. અને તેના દુઃખ દૂર કરી તેના જીવનમાં ખુશી આપે છે. આમ તો રોજ બાબા સાંઈ ભક્તિની ઈચ્છા પૂરી કરે છે. પરંતુ ગુરુવારના દિવસે બાબા દિલથી બધાની દુઆ સાંભળે છે અને ભક્તોને આશીર્વાદ આપે છે.

Image Source

બાબાએ હંમેશા એકેશ્વરવાદને માન આપ્યું છે. તેમના મુખથી એક જ શબ્દ કાઢ્યો છે કે ‘સબ કા માલિક એક હૈ’. અને આ જ આધારે બધા દિવસોને એક સમાન જ માને છે. પરંતુ ભક્તોની શ્રદ્ધા જોઈને તેમને ગુરુવારના દિવસે પૂજા આરાધના કરવા માટે વધુ મહત્વ આપ્યું હતું. તેથી આ દિવસે ઉપવાસ સાથે આજે ઘણા લોકો બાબા સાંઈનું વ્રત કરે છે અને મનની મનોકામના પૂર્ણ કરે છે. તો સંકટ સમયે સાંઈબાબાનું સ્મરણ કરવામાં આવે તો અવશ્ય ચમત્કાર થાય છે. સાંઈબાબા કોઈને કોઈ રૂપે સાંઈ ભક્તોને સંકટના સમયે રસ્તો બતાવે જ છે.  સંકટના સમયમાં બાબાએ નિરાકરણ લાવ્યું હોય તેના સેંકડો કિસ્સા પ્રચલિત છે.

Image Source

જો તમારા જીવનમાં પણ અનેક સમસ્યાઓ સંકડામણથી ઘેરાયેલ હોય અને પૈસાની તંગી બની રહેતી હોય અને ઘર પરિવારમાં શાંતિનો અભાવ હોય અને સાથે સાથે નોકરી ધંધામાં લાભ મેળવવા માંગતા હોય તો 7 ગુરુવાર સુધી 108 વખત સતત રોજ શ્રી સાંઈનાથના આ મંત્રના જાપ જપો. મંત્ર જાપ માટે મોતીની માળા અથવા તુલસીના મોતીની માળા લેવાની છે. આ કરવાથી સ્વયં સાંઈ બાબા તેમના ભક્તની દરેક ઇચ્છા પૂરી કરે છે.

શ્રી સાંઈનાથ મંત્ર

 • 1 -ૐ સાંઈ રામ
 • 2- ૐ સાંઈ ગુરુદેવાય નમ: ..
 • 3- સબકા માલિકી એક હૈ
 • 4- ૐ સાંઈદેવાય નમ: ..
 • 5- ૐ શિરડી દેવાય નમ: ..
 • 6- ૐ સમાધિસી દેવાય નમ:
 • 7- ૐ સર્વદેવાય રૂપાય નમઃ
 • 8 – ૐ શિરડી વાસાય વિઘ્મહે સચિનદાનદાય ધીમાહી તન્નો સાંઈ પ્રચોદયાત.
 • 9- ૐ અજય અમરાય નમ: ..
 • 10-ૐ માલિકાય નમઃ
Image Source

જો સાંઇબાબાની કૃપા પામવી હોય અને તેના દર્શન કરવા હોય તો ગુરુવારે ગમે તે સાંઈ મંદિરમાં જઈ અથવા તો ઘરમાં સાંઈબાબાના ફોટોની સામે બેસીને એક પીળા કલરના કાગળ પર લાલ રંગની પેનથી સાંઈબાબાના આશીર્વાદ રૂપી 11 વચન શાંત ચિતે બાબાનું ધ્યાન કરીને લખો. આ વચન લખ્યા બાદ થોડીવાર માટે આ કાગળ  સાંઈબાબાના ચરણોમાં રાખી બાબાને પ્રાર્થના કરો કે મારી બધી મનોકામના પૂર્ણ કરો અને સાથે દર્શન પણ આપો. આ  પીળા કાગળને તમારી સાથે ઘરે લઇ જઈ  પૂજાના સ્થળે, બેડ રૂમમાં કે કાર્ય સ્થળ પર રાખો. આ ઉપાય એટલો શક્તિશાળી છે કે તુરંત જ અસર દેખાશે. સાંઈબાબાના આ વચનને પીળા કાગળ પર લાલ શાહીથી લખો.

Image Source
 • ।। જો શિરડી મેં આએગા, આપદા દૂર ભગાએગા ।।
 • ।। ચઢે સમાધિકી સીધી પર, પૈર તળે દુઃખકી પીઢી પર ।।
 • ।। ત્યાગ શરીર ચલા જાઉંગા, ભક્ત હેતુ દૌડા આઊંગા ।।
 • ।। મન મેં રખના દ્રઢ વિશ્વાસ, કરે સમાધિ કી પુરી આસ ।।
 • ।। મુઝે સદા જીવીત હી માનો, અનુભવ કરો સત્ય પહેચાનો ।।
 • ।। મેરી શરણ આ ખાલી જાએ, હો તો કોઈ મુજે ।।
 • ।। જૈસા  ભાવ રહા જિસ જિનકા, વૈસા રૂપ હુઆ મેરે મન કા ।।
 • ।। ભાર તુમ્હારા મુઝ પર હોગા, વચન ન મેરા જુઠા હોગા ।।
 • ।। આ સહાયતા લો ભરપૂર, જો માંગા વો નહિ હે દૂર ।।
 • ।। મુઝ મેં લિન વચન મન કાયા, ઉસકા ઋણ ન કભી ચુકાયા ।।
 • ।। ધન્ય ધન્ય વ ભક્ત અનન્ય, મેરી શરણ તજ જિસે ન અન્ય ।।

આ ઉપાય કરી વખતે શ્રદ્ધા અને વિશ્વાસ રાખો. જ્યાં સુધી પીળા કાગળ પર લખાય ના જ્યાં ત્યાં સુધી તે જગ્યા પરથી ઉઠવાનું નથી.  ત્યારબાદ જુઓ તમારા ઉપર સાંઈનાથ  કેવી રીતે તમારી મનોકામના પૂર્ણ કરે છે. સાચા ધર્મ છે સ્વાધીનતા, ચીરશાંતિ અને શરણાગતિ. સાંઈ પોતાના ધર્મને જાણતા હતા અને દરેકને ખૂબ જ સરળ શબ્દોમાં સમજાવવાનો પ્રયાસ કર્યો હતો