કાળજુ કંપાવી દે તેવી ઘટના : રિટાયર્ડ ફૌજીએ પાર કરી હેવાનિયતની બધી હદો, 4 લોકોના ધારદાર હથિયારથી કર્યા મોત, 3 વર્ષની બાળકીને પણ ના છોડી

કસાઇ બન્યો રિટાયર્ડ ફૌજી…માતા -પિતાને માર્યા બાદ બાળકોને પણ મારી દીધા- ખોફનાક કહાની વાંચીને રુવાડા ઉભા થઇ જશે

માણસ ગુસ્સામાં કયારે હેવાન બની જાય તેની ખબર જ નથી પડતી. આ ગુસ્સામાં જ એક ફૌજી એવો કસાઇ બની ગયો કે ત્રણ વર્ષની બાળકી પર પણ તેને દયા ન આવી. તેણે તે બાળકી પર ધારદાર હથિયારથી હુમલો કર્યો. ગુરુગ્રામમાં રિટાયર ફૌજીએ કાળજુ કંપાવી દેનારી ઘટનાને અંજામ આપ્યો. શકને કારણે રિટાયર ફૌજીએ એક એક કરી કુલ 5 લોકો પર ધારદાર હથિયારથી હુમલો કર્યો, જેમાં ચાર લોકોની ત્યાં જ મોત થઇ ગઇ જયારે 3 વર્ષની બાળકી જીવન અને મોત વચ્ચે ઝોલા ખાઇ રહી છે.

હત્યા કર્યા બાદ ફૌજીએ પોલિસ સ્ટેશન જઇ પોતે સરેંડર કરી દીધુ. ગુરગ્રામના રાજેન્દ્ર પાર્ક વિસ્તારમાં રુવાંડા ઊભા કરી દે તેવી ઘટના બની છે. રાત્રે બે વાગ્યાથી લઇને સવારે 5 વાગ્યા સુધી રિટાયર ફૌજી પોતાના ઘરમાં એક બાદ એક લોકોને કાપતો રહ્યો. પોલિસ અનુસાર સવારે લગભગ 5 વાગ્યા બાદ રાય સિંહ નામનો એક રિટાયર ફૌજી પોલિસ સ્ટેશન પહોંચ્યો અને ત્યાં હાજર પોલિસકર્મીઓ સામે ચોંકાવનારુ નિવેદન આપ્યુ.

ફૌજીના નિવેદન બાદ પૂરા ગુરુગ્રામ પોલિસમાં હડકંપ મચી ગયો. રાય સિંહે પોલિસ સ્ટેશન જઇ કહ્યુ કે, તેણે તેના ઘરમાં પાંચ લોકોની હત્યા કરી દીધી અને હવે તે સરેંડર કરવા આવ્યો છે. પોલિસની એક ટીમ તરત જ રિટાયર ફૌજી રાય સિંહના રાજેન્દ્ર પાર્ક વિસ્તારમાં પહોંચી5. પોલિસ જયારે ઘરના એન્ટ્રી ગેટ પર પહોંચી તો લોહી વિખેરાયેલુ પડ્યુ હતુ. પોલિસની ટીમ લોહીના ધબ્બાને ફોલો કરતા કરતા ગ્રાઉન્ડ ફ્લોરના એક રૂમમાં પહોંચી, જયાં સુનીતા યાદવની લાશ પડી હતી. સુનીતા આરોપી રાય સિંહની વહુ હતી.

પોલિસ જયારે મકાનના પહેલા માળે પહોંચી તો ખબર પડી કે આરોપી દરવાજો તોડી અંદર દાખલ થયો હતો. પહેલી માળના રૂમમાં જમીન પર કૃષ્ણ તિવારીની લાશ પડી હતી. તેના ગળા અને પૂરા શરીર પર ધારદાર હથિયારથી વાર કરવામાં આવ્યા હતા. રૂમમાં બેડ પર કૃષ્ણ તિવારીની પત્ની અનામિકાની લાશ પડી હતી. અનામિકાને તેના પતિની જેમ મારવામાં આવી હતી. રૂમની બીજી બાજુ જમીન પર કૃષ્ણ તિવારીની 9 વર્ષિય દીકરી સુરભિ અને 3 વર્ષિય દીકરી વિધિ લોહીલુહાણ હાલતમાં પડી હતી. પોલિસે જોયુ તો સુરભીના શ્વાસ થમી ચૂક્યા હતા પરંતુ વિધિના શ્વાસ ચાલી રહ્યા હતા. પોલિસે તરત જ તેને હોસ્પિટલ રવાના કરી હતી.

તપાસમાં સામે આવ્યુ કે, કૃષ્ણ તિવારી તેના પરિવાર સાથે રિટાયર ફૌજીના ત્યાં ભાડા પર રહેતો હતો. રાય સિંહને શક હતો કે તેની વહુનો કૃષ્ણ તિવારી સાથે અવૈદ્ય સંબંધ છે. બસ આ શક પર તેણે આ ઘટનાને અંજામ આપ્યો. ગુરુગ્રામ પોલિસનું કહેવુ છે કે, તે બધા એંગલથી તપાસ કરી રહી છે. જયારે કૃષ્ણ તિવારીના સંબંધીઓનું કહેવુ છે કે પાંચ હત્યા તે એકલો કેવી રીતે કરી શકે, આમાં રાય સિંહ ઉપરાંત જરૂર કોઇ બીજુ પણ સામેલ છે.

કૃષ્ણ બિહારના સિવાનનો રહેવાસી હતો. તે ગુરુગ્રામમાં એક બેંકમાં સેલ્સ મેનેજરનું કામ કરતો હાલ તો તેણે પહેલી નોકરી છોડી દીધી હતી અને તે બીજી નોકરીની શોધમાં હતો. આરોપીએ બંનેના માર્યા બાદ બાળકોને પણ મારી દીધા. તેણે પૂછપરછમાં જણાવ્યુ કે, તેને લાગ્યુ કે બંનેની મોત બાદ બાળકોની દેખરેખ કોણ કરતુ, આ માટે બાળકોને પણ મારી દીધા.

Shah Jina