ટેટૂના આધારે હત્યાના 11 દિવસ પછી કેનાલમાંથી મળી ગેંગસ્ટરની ગર્લફ્રેન્ડ અને મોડલની લાશ

હત્યાના 11 દિવસ બાદ કેનાલમાંથી મળી દિવ્યાની લાશ, આ સબૂતથી પોલિસને મળી સફળતા

હત્યાના 11 દિવસ બાદ મળી દિવ્યા પાહુજાની લાશ, કેમ થઇ હત્યા, ક્યાં અને કેવી રીતે મળી લાશ ?

દિવ્યા પાહુજા હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. છેલ્લા ઘણા દિવસોથી દિવ્યાના મૃતદેહની શોધખોળ કરી રહેલી પોલીસે આખરે લાશ મેળવી લીધી છે. પંજાબ પોલીસે NDRFની મદદથી હરિયાણાની ટોહાના કેનાલમાંથી દિવ્યાનો મૃતદેહ બહાર કાઢ્યો છે. દિવ્યા પાહુજાના શરીર પરના ટેટૂ પરથી તેની ઓળખ થઈ હતી. આ સિવાય ગુરુગ્રામ પોલીસના 100થી વધુ જવાનો મૃતદેહને શોધવા માટે સર્ચ ઓપરેશનમાં લાગેલા હતા.

હત્યાના 11 દિવસ બાદ મળી દિવ્યા પાહુજાની લાશ

ડીસીપી ક્રાઈમે જણાવ્યું કે શનિવારે સવારે હરિયાણાના ફતેહાબાદ જિલ્લાના ટોહાનામાં પંજાબથી આવતી ભાખરા નહેરમાંથી લાશ મળી આવી હતી. ત્યાં બલરાજ ગિલ રાત સુધીમાં ગુરુગ્રામ પહોંચે તેવી શક્યતા છે. પોલીસને દિવ્યાની હત્યાના 11 દિવસ બાદ તેનો મૃતદેહ મળ્યો છે. મૃતદેહની શોધ માટે NDRFની 25 સભ્યોની ટીમ પટિયાલા પહોંચી હતી, પરંતુ તેનો મૃતદેહ હરિયાણાના ટોહાના કેનાલમાંથી મળી આવ્યો.

ગોળી મારીને કરવામાં આવી હતી હત્યા 

મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસે ફોટો દિવ્યાના પરિવારજનોને મોકલ્યો હતો, જે જોયા બાદ તેઓએ લાશની ઓળખ કરી હતી. જણાવી દઈએ કે, 2 જાન્યુઆરીએ ગુરુગ્રામની ધ સિટી પોઈન્ટ હોટલમાં દિવ્યાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ત્યારથી ગુરુગ્રામ ક્રાઈમ બ્રાન્ચની 6 ટીમો મૃતદેહને શોધવામાં વ્યસ્ત હતી. તાજેતરમાં જ દિવ્યાના મૃતદેહનો નિકાલ કરનાર આરોપી બલરાજ ગિલની પશ્ચિમ બંગાળમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

લાશને ફેંકી હરિયાણાની ટોહાના કેનાલમાં 

બલરાજની પૂછપરછ કર્યા બાદ જ પોલીસે દિવ્યાનો મૃતદેહ મેળવ્યો. તેણે જ પોલીસને જણાવ્યું હતું કે તેણે દિવ્યાની લાશને હરિયાણાની ટોહાના કેનાલમાં ફેંકી હતી. દિવ્યાની હત્યા કરનાર અભિજીત પહેલેથી જ પોલીસની કસ્ટડીમાં છે. તેણે જ દિવ્યાના મૃતદેહનો નિકાલ કરવાનું કામ બલરાજ ગિલને સોંપ્યું હતું. બલરાજ ગિલ જ્યારે દેશ છોડીને ભાગી જવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી.

ગુરુગ્રામ એસીપી (ક્રાઈમ) જણાવ્યું કે બલરાજ ગિલને કોલકાતા એરપોર્ટ પરથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. પટિયાલા બસ સ્ટેન્ડ પર કાર પાર્ક કરીને તે ફરાર થઈ ગયો હતો. તેનો અન્ય સહયોગી રવિ બંગા હજુ ફરાર છે. જણાવી દઇએ કે, દિવ્યા ગેંગસ્ટર સંદીપ ગડોલીની ગર્લફ્રેન્ડ હતી. પરંતુ ગદૌલીના નકલી એન્કાઉન્ટરમાં દિવ્યાને હત્યાના કાવતરાની આરોપી બનાવવામાં આવી હતી અને 7 વર્ષ બાદ જેલમાંથી તે બહાર આવી હતી.

Shah Jina