મહિલાની અર્ધસળગેલી હાલતમાં મળેલી લાશનું નૌસેનાથી કનેક્શન : 100 કલાકની નિગરાની બાદ પકડાયો કાતિલ

આડા બીભત્સ સંબંધો માટે નેવીવાળો પત્નીના કટકા કરીને જંગલમાં નાખી આવ્યો, આ ખાસ વસ્તુથી ઝડપાયો

Haryana Man Chops Wife : ગુજરાતમાંથી ઘણીવાર હત્યાના મામલા સામે આવે છે. કેટલાકની પ્રેમ સંબંધ તો કેટલાકની અવૈદ્ય સંબંધમાં અથવા તો કેટલાકની અંગત અદાવત તેમજ કોઇ અન્ય કારણોસર પણ હત્યા કરવામાં આવતી હોય છે. ત્યારે હાલમાં એક હત્યાનો એવો ચકચારી ભરેલો મામલો સામે આવ્યો કે લોકોના રૂંવાડા જ ઊભા થઇ ગયા.

હરિયાણાના ગુરુગ્રામમાં એક મહિલાની હત્યા કરી તેની લાશના ટુકડા કરી તેના અડધા શરીરને સળગાવી નાખવામાં આવ્યુ હોવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. જ્યારે એક મહિલાની અર્ધ સળગેલી લાશ મળી આવી તે બાદ ચકચારી મચી ગઇ.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે નેવીમાંથી નિવૃત્ત થયેલા આરોપી પતિના એક મહિલા સાથે અવૈદ્ય સંબંધો હતા અને પત્નીને આ વાતની જાણ થતા તેણે વિરોધ કર્યો તો ગુસ્સે ભરાઇને પતિએ તેની પત્નીનું ગળું દબાવી હત્યા કરી નાખી. હત્યા કર્યા પછી તેણે શરીરના ભાગો કાપીને ફેંકી દીધા. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે તેની 8 વર્ષની પુત્રી વારંવાર માતા ક્યાં છે તે પૂછતી રહી પરંતુ તેણે જવાબ ન આપ્યો.

Image source

પોલીસ પૂછપરછ દરમિયાન એ પણ જાણવા મળ્યું કે પત્ની સોનિયા શર્મા અવૈદ્ય સંબંધોમાં અડચણ બની જતાં આરોપી પતિ જીતેન્દ્ર ગુસ્સે હતો. આથી તેણે પત્નીની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. 21 એપ્રિલે દીકરી સ્કૂલે જતાં જ જીતેન્દ્રએ પહેલા તેની પત્નીનું ગળું દબાવ્યું અને જ્યારે તેનું મોત થયું, ત્યારે તે તેના શરીરને બાથરૂમમાં ખેંચી ગયો.

ત્યાં તેણે ધારદાર હથિયાર વડે તેની ગરદન, હાથ અને પગ કાપી નાખ્યા. જે બહાર ફેંકી શકાય તે માટે ટ્રોલી બેગમાં ભર્યા. 21 એપ્રિલના રોજ ગુરુગ્રામના માનેસર વિસ્તારમાં પડતા કુકડોલા ગામમાં એક ખેતરમાં બનેલા ખંડેર મકાનમાંથી એક મહિલાની અર્ધ સળગેલી લાશ મળી આવી હતી.

આ ખેતર ઉમેદ સિંહ નામના વ્યક્તિએ લીઝ પર લીધું હતું. ઉમેદસિંહને તેમના ખેતરમાં બનાવેલા રૂમમાંથી ધુમાડો નીકળતો હોવાની જાણ કોઈએ કરી હતી. ત્યારબાદ ઉમેદ પોલીસ સાથે રૂમમાં પહોંચ્યો તો ત્યાં લાશ પડેલી હતી. લાશ પરથી બંને હાથ અને ગરદન ગાયબ હતા. પોલીસે આજુબાજુના વિસ્તારમાં શોધખોળ કરી પણ શરીરનો બીજો કોઈ ભાગ મળ્યો નહિ. આ પછી ફોરેન્સિક ટીમ પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો.

બે દિવસ પછી એટલે કે 23 એપ્રિલના રોજ પોલીસને માનેસર વિસ્તારમાં બે પગ અને કપાયેલા હાથ મળ્યા. જ્યારે પોલીસે વધુ તપાસ હાથ કરી તો ખબર પડી કે આ તે જ મહિલાના હાથ-પગ છે જેનું ધડ મળી આવ્યું હતું. જે બાદ ત્રણ દિવસ પછી 26 એપ્રિલે ખેરકીડોલા વિસ્તારમાંથી મહિલાની ગરદન મળી આવી. આ પછી પોલીસે જ્યારે કેસની તપાસ આગળ વધારી તો આરોપી જીતેન્દ્રનો સુરાહ હાથ લાગ્યો અને પછી તેની ધરપકડ કરવામાં આવી.

જે બાદ તેને શુક્રવારે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ પર લેવામાં આવ્યો. ડીસીપી ક્રાઈમે આ મામલે જણાવ્યું કે, પત્ની સોનિયાની હત્યા બાદ આરોપી જિતેન્દ્રએ માનેસર પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી, જે બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી.

File pic

પાંચગાંવ ચોક પાસે વિશાખાપટ્ટનમનું સરનામું ધરાવતું પોલીબેગ મળી આવ્યું હતું જ્યાં પોલીસને મહિલાનું અડધું બળેલું ધડ મળ્યું હતું. પોલીસને શંકા હતી કે તેનો ઉપયોગ મહિલાના ધડને અહીં લાવવા માટે કરવામાં આવ્યો હતો. જ્યારે પોલીસે પોલીબેગની તપાસ કરી તો જાણવા મળ્યું કે આ પોલીબેગ બનાવનારી કંપનીએ નૌકાદળને સપ્લાય કરી હતી.

જિતેન્દ્ર પણ નેવીમાંથી નિવૃત્ત હોવાથી પોલીસને તેના પર શંકા ગઈ અને પછી જિતેન્દ્ર પર દેખરેખ રાખવાની શરૂ કરવામાં આવી. પછી ખાતરી થતાં જ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો અને પૂછપરછ કરવામાં આવી. પહેલા તો તે પોલીસને ગેરમાર્ગે દોરતો રહ્યો પરંતુ બાદમાં પોલીબેગના પુરાવા જોઈને તે ગભરાઈ ગયો અને તમામ રહસ્યો ખોલી નાખ્યા.

Shah Jina