મનોરંજન

તારક મહેતામાંથી શું બહાર થઇ રહ્યો છે આ પ્રખ્યાત અભિનેતા? કોમેડીમાં આવી શકે છે મોટી ખોટ

ટીવી જગતની સૌથી લોકપ્રિય ધારાવાહિક “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” આજે દરેક ઘરની પસંદગી બની ગઈ છે, આ શોની અંદર પારિવારિક વાત સાથે હાસ્યની એવી રમઝટ જમાવવામાં આવતી કે લોકોને આ શો જોવાનું ખુબ જ પસંદ આવ્યું, આ શોની બીજી એક ખાસ વાત એ પણ હતી કે તેના દરેક પાત્રો શોમાં એક આગવી પ્રતિભા હતી વળી આ પાત્રો ઘણા વર્ષો સુધી એક જ અભિનેતા દ્વારા ભજવવામાં આવ્યા જેના કારણે દર્શકોને પણ તે જોવાનો આનંદ આવતો હતો, પરંતુ હવે એવી ખબર આવી રહી છે કે આ ધારાવાહિકના પાત્રોમાં ફેર બદલ થઇ રહ્યો છે.

Image Source

છેલ્લા કેટલાય દિવસ પહેલા એવી ખબર ચાલી રહી હતી કે આ શોની અંદર દયા ભાભીનું પાત્ર ભજવનાર અભિનેત્રી દિશા વાંકાણી પાછા આવી રહ્યા છે. હવે એવી ખબર આવી રહી છે કે આ શોમાં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવનારા અભિનેતા ગુરુચરણ સિંહ જલ્દી જ શોની અંદરથી ચાલ્યા જવાના છે. જો કે તેને લઈને હજુ સુધી કોઈ અભિનેતા અથવા તો તર્ક મહેતાની ટિમ દ્વારા કોઈ જાણકારી આપવામાં નથી આવી રહી.

Image Source

કેટલાક મીડિયા રિપોર્ટના આધારે એ ખબર આવી રહી છે કે ગુરુચરણ સિંહ પોતાના અંગત કારણોને લઈને આ  શો છોડી રહ્યા છે. તેમને પ્રોડક્શન હાઉસને પોતાના નિર્ણયની જાણ પણ કરી દીધી છે અને પ્રોડક્શન હાઉસને પાત્ર લખીને તેની જાણ પણ કરી હોવાની વાત સામે આવી છે.

Image Source

જો કે આ બાબતે તારક મહેતા શોના પ્રોડ્યુસર અસિત મોદીએ મીડિયાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે:”મને ખરેખર ખબર નથી. આ વાત ક્યાંથી ફેલાવવામાં આવી રહી છે. મને ગુરૂચરણસિંહ તરફથી કોઈ એવો પત્ર મળ્યો નથી. હાલ તો હું લેખનમાં વ્યસ્ત છું અને અમારા શૂટીંગને ફરીથી શરૂ કરવાની તારીખો નિર્ધારિત કરવામાં લાગ્યો છું.”

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.