ફિલ્મી દુનિયા

‘તારક મેહતા….’ના અભિનેતા ‘સોઢી’ ના પિતા હોસ્પિટલમાં ભરતી, વિડીયો કોલ કરીને જાણી રહ્યા છે હાલ-ચાલ

ટીવી જગતનો લોકપ્રિય શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ના મુખ્ય કલાકાર દયા ભાભી એટલે કે દિશા વકાણી આગળના ઘણા સમયથી શો થી દૂર છે. તેના શો માં પાછા આવવાની કોઈ જ અપેક્ષા દેખાઈ નથી રહી. દયા ભાભીના ગયા પછી શો ના અન્ય પણ કલાકારો પણ શો ને છોડીને જઈ ચુક્યા છે.

Image Source

લગાતાર દર્શકોના દિલોમાં ખાસ જગ્યા બનાવી રહેલો આ શો ના કલાકાર રોશન સિંહ સોઢી એટેલ કે ગુરુચરન સિંહ હાલના દિવસોમાં કોરોના મહામારી વચ્ચે કઠિન સમયમાંથી પસાર થઇ રહ્યા છે.

Image Source

ગુરુચરન સિંહના પિતાને તાજેતરમાં જ સર્જરી કરાવવાને લીધે તેને હોસ્પિલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. જો કે તેના પિતાનું સ્વાસ્થ્ય પહેલા કરતા સારું છે અને હાલ તે હોસ્પિટલમાં જ એડમિટ છે. પિતા વિશેની જાણકારી સોઢીએ જ સોશિયલ મીડિયા દ્વારા જણાવી હતી.

એવામાં દર્શકોની સહાનુભૂતિ બદલ સોઢીએ લખ્યું કે,”આટલી દુવાઓ અને પ્રેમ આપવા માટે તમારા દરેકનો ખુબ ખુબ આભાર.પિતાજીની હાલત પહેલા કરતા ઘણી સારી છે પણ હાલ હું તેને મળી શકું તેમ નથી, કેમ કે હજી તેને મળવાની પરવાનગી આપવામાં નથી આવી’ . માટે સોઢી વિડીયો કોલ દ્વારા પોતાના પિતાનું સ્વાથ્ય અને હાલચાલ જાણી રહ્યા છે.

અમુક સમય પહેલા જ સોઢીના પિતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો પણ સર્જરી કઈ બાબતને લીધે થઇ છે તેનો ખુલાસો તેઓના દ્વારા કરવામાં નથી આવ્યો. ચાહકો લગાતાર તેના પિતાની તબિયત સારી થવાની કામના કરી રહ્યા છે.

Image Source

જુલાઈ 2008 થી શરૂ થયેલો આ શો ના અત્યાર સુધીમાં 2,967 એપિસોડ્સ પ્રસારિત થઇ ચુક્યા છે અને તે ટીવી ઇન્ડસ્ટ્રીમાં સૌથી લાંબા ચાલનારા શો ની લીસ્ટમાંનો એક છે.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.