12 વર્ષ બાદ ગ્રહોના ગુરુ બૃહસ્પતિ થશે માર્ગી, વર્ષ 2025માં ચમકી જશે આ રાશિના જાતકોનું ભાગ્ય, જુઓ કઈ રાશિ પર ગુરુ વરસાવશે કૃપા

થોડા જ દિવસોમાં અને નવું વર્ષ 2025ની શરૂઆત થવાની છે. જ્યોતિષ પ્રમાણે નવા વર્ષની શરૂઆતમાં ગ્રહોની સ્થિતિની અસર દરેક જાતકો પર પડશે. અત્યારે દેવગુરૂ બૃહસ્પતિ વક્રી થઈને વૃષભ રાશિમાં છે અને ફેબ્રુઆરી 2025માં માર્ગી થશે. જ્યોતિષ અનુસાર બૃહસ્પતિના માર્ગી થવાથી વર્ષ 2025 કેટલાક જાતકો માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. આ રાશિઓને ધનલાભ સાથે જીવનમાં ખુશીઓ આવી શકે છે. આવો જાણીએ આ રાશિઓ વિશે.

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે ગુરૂનું માર્ગી થવું લાભદાયક રહેશે. બૃહસ્પતિ તમારી રાશિથી ધન અને વાણી ભાવમાં સીધી ચાલ ચાલશે. આ દરમિયાન તમને અચાનક પૈસા મળી શકે છે. ખાસ કરી જે લોકો લેખન, મીડિયા કે કમ્યુનિકેશન ક્ષેત્રમાં છે, તેના માટે આ સમય શાનદાર રહેશે. નોકરી શોધી રહેલા લોકોને નોકરી મળી શકે છે. જો તમે નોકરી કરી રહ્યાં છો તો તમને પ્રમોશન મળી શકે છે. અટવાયેલા પૈસા પરત મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. રોકાણની સારી તક મળશે. મહેનતનું ફળ મળશે. ઘર-પરિવારમાં શાંતિ અને ખુશીઓ રહેશે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકો માટે ગુરૂનું માર્ગી થવું શુભ રહેશે. બૃહસ્પતિ તમારી રાશિથી લગ્ન ભાવમાં રહેશે, જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે. આ સમયે તમને ઘણા ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. નવા લોકોને મળવાની તક મળશે. સમાજમાં તમારી ઓળખ વધશે. માન-સન્માન વધશે. પરિણીત લોકોનો સંબંધ મજબૂત થશે. જીવનસાથીનો સહયોગ મળશે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે. જો તમે કુંવારા છો તો નવા સંબંધની શરૂઆત કરી શકો છો.

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો માટે ગુરૂનું માર્ગી થવું શુભ રહેશે. ગુરૂ તમારી રાશિથી લાભ સ્થાનમાં હશે, જેનાથી તમારી આવક વધી શકે છે. નવી-નવી રીતે કમાણીની તક મળશે. કામમાં તમને પ્રશંસા અને સન્માન મળશે. સીનિયર્સ અને સાથીઓનો સહયોગ મળશે. આ દરમિયાન રોકાણથી ફાયદો થઈ શકે છે. શેર બજાર અને લોટરીમાં ફાયદાનો યોગ બની રહ્યો છે.

(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)

Twinkle