જ્યોતિષ શાસ્ત્ર

બૃહસ્પતિ (ગુરુ ગ્રહ) ને બળવાન બનાવવા માટે રાશિ અનુસાર તમે કયા ઉપાય કરશો જુઓ…

બૃહસ્પતિએ સૌથી મોટો ગ્રહ છે. બૃહસ્પતિ ગ્રહના કારણે જ આપણે આપણા દરેક કાર્ય પૂર્ણ કરી શકીએ છીએ. બુદ્ધિ વિદ્યાનો કારક બૃહસ્પતિ ગ્રહને માનવામાં આવે છે. વેપારનું કારણ બૃહસ્પતિ હોય છે તેમજ છોકરીઓ લગ્ન પણ બૃહસ્પતિના કારણે થાય છે. આપણે આપણા દરેક કાર્ય સારી રીતે કરી શકે તેનો કારક પ્રવેશ પતિને માનવામાં આવે છે.

પરંતુ ઘણા લોકોને કુંડળીમાં ગુરુ ગ્રહ બળવાન હોતો નથી. માટે ગુરુ ગ્રહને બળવાન બનાવવા માટે તેમજ દરેક તમારા દરેક કાર્ય સારી રીતે પૂર્ણ થાય તે માટે કયા ઉપાય કરશો જુઓ.

  • બૃહસ્પતિ વારના દિવસે છોકરીએ માથું ના ધોવું જોઈએ. તેમજ નખ પણ ન કાપવા.
  • કરિયર સારું બનાવવા માટે જળમાં હળદર નાખીને સ્નાન કરવુ.
  • તેમજ કેસરનું તિલક મસ્તક પર લગાડવુ.
  • કેળાના વૃક્ષની પૂજા કરવાથી અભ્યાસમાં લાભ થશે.
  • બૃહસ્પતિને પ્રસન્ન કરવા માટે તમે ખિસ્સામાં રાય પણ રાખી શકો છો.
  • સાત કોડીઓને તિજોરીમાં રાખવાથી ધન લાભ થશે.

રાશિ અનુસાર ઉપાય:-

1) મેષ રાશિ:-
મેષ રાશિના જાતકોએ ગુરૂવારનો ઉપવાસ કરવો તેમજ ચંદનનું તિલક લગાડવાથી બૃહસ્પતિ બળવાન થશે.

2) વૃષભ રાશી
વૃષભ રાશિના જાતકો એ ઈશાન ખૂણામાં બ્રહસ્પતિની મૂર્તિ રાખશો તો લાભ થશે. તેમજ વહેતા પાણીમાં બદામ તેમજ નાળિયેર નાખવાથી બૃહસ્પતિ બળવાન થશે. તેમજ હળદરનું દાન કરવુ.

3) મિથુન રાશિ
મિથુન રાશિના જાતકોએ પીળા વસ્ત્ર ધારણ કરવા. તેમજ સોનાની વીટી રિંગ ફિંગરમાં પહેરવાથી લાભ થશે. તેમજ ખીર બનાવીને ખાવી.

4) કર્ક રાશિ
કર્ક રાશિના જાતકોએ ગુરુ મંત્રનો જાપ કરવો તેમજ ચણાની દાળનું દાન કરવાથી બૃહસ્પતિ બળવાન થશે.

5) સિંહ રાશિ
સિંહ રાશિના જાતકોએ ગુરુ ગાયત્રી મંત્ર જાપ કરો તેમજ ગુરુની કથા સાંભળવી. તેમજ ખિસ્સામાં બદામ રાખવી તેવું કરવાથી ગુરુ ગ્રહ બળવાન થશે.

6) કન્યા રાશિ
કન્યા રાશિના જાતકોએ સ્નાન કર્યા પછી ઓમ બૃહસ્પતિ નમઃ જાપ કરવો. તેમજ પીપળ નાવૃક્ષની નીચે દીવો પ્રગટાવો. તેમજ કેસરનું તિલક કરવો.

7) તુલા રાશિ
તુલા રાશિના જાતકોએ વેપારવાળી જગ્યાએ બૃહસ્પતિની પૂજા કરવાથી વેપારમાં લાભ થશે. તેમજ પીળા વસ્ત્રોનુ દાન કરો.

8) વૃશ્ચિક રાશિ
વૃષીક રાશિના જાતકોએ ગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્ણુ ગુરૂ દેવો મહેશ્વરા……. જાપ કરવો તેમજ ચંદનનું તિલક લગાડવાથી બૃહસ્પતિ બળવાન થશે.

9) ધનુ રાશિ
ધનુ રાશિના જાતકોએ બેસનના લાડુ કોઈપણ મંદિરમાં અર્પિત કરવો. જો સંભવ હોય તો પુખરાજ રત્ન ધારણ કરવો.

10) મકર રાશિ
મકર રાશિના જાતકોએ કુવારી કન્યાને પીળા વસ્ત્રોનુ દાન કરો. તેમજ પીપળના વૃક્ષ આગળ દીવો કરવો. તેમજ કોઈ બ્રાહ્મણને ભોજન કરાવવાથી બૃહસ્પતિ બળવાન થશે.

11) કુંભ રાશિ
કુંભ રાશિના જાતકોએ ગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્ણુ ગુરૂ દેવો મહેશ્વરા…… આ મંત્રનો જાપ કરવો. આ મંત્ર કરવાથી તમારા દરેક કાર્યમાં લાભ થશે.

12) મીન રાશિ
મીન રાશિના જાતકોએ ચંદનનું તિલક લગાવીને કરને બહાર નીકળવું. જેનાથી તમારા કામ પૂર્ણ થશે. સોનાની અથવા તાંબાની વીટી પહેરવી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.