શાસ્ત્રોમાં દેવગુરુ ગુરુ એટલે કે બૃહસ્પતિ ગ્રહનું વિશેષ મહત્વ છે. આ એક એવો ગ્રહ છે જે લગભગ એક વર્ષ પછી પોતાની રાશિ બદલે છે. જોકે, આ સમય દરમિયાન, ગુરુ ગ્રહનું નક્ષત્ર ઘણી વખત બદલાય છે, જેની રાશિચક્રના જીવન પર જેટલી ઊંડી અસર પડે છે તેટલી જ રાશિચક્રના ગોચર પર પણ પડે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્ઞાન અને ભાગ્યના કારક દેવગુરુ બૃહસ્પતિ ચંદ્રની કર્ક રાશિમાં ગોચર કરશે, જેનાથી કેટલીક રાશિઓને ઘણા ફાયદા થશે અને તેમનું ભાગ્ય ચમકશે.
હાલમાં જ ગુરુ ગ્રહે વૃષભ રાશિથી મિથુન રાશિમાં ગોચર કર્યું છે અને હવે અતિચારી થઈને ઓક્ટોબર મહિનામાં ચંદ્રની કર્ક રાશિમાં ગોચર કરશે. જણાવી દઈએ કે જ્યારે ગુરુ તેની ઉચ્ચ રાશિ કર્કમાં ગોચર કરે છે, ત્યારે કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. ગુરુ ગ્રહ પોતાના મિત્ર ચંદ્રની રાશિમાં પ્રવેશ કરશે અને કેટલીક રાશિના જાતકોના ભાગ્યના દ્વાર ખુલશે. આ સમયગાળા દરમિયાન 3 ભાગ્યશાળી રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કરિયરમાં પ્રગતિ મળી શકશે.
તુલા રાશિ
ગુરુનું કર્ક રાશિમાં ગોચર એ તુલા રાશિના જાતકો માટે શુભ સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોને નોકરી અને બિઝનેસમાં લાભ જ લાભ મળવાની શકયતાઓ છે. નવી નોકરીની ઓફર મળી શકે છે. તમારા કામની પ્રશંસા થશે અને પ્રમોશનના માર્ગો ખુલશે. આ સમયગાળા દરમિયાન જાતકો પૂજા તરફ વધુ ઝુકાવ રાખશે. અચાનક સંપત્તિમાં વધારો થઈ શકે છે.
વૃશ્ચિક રાશિ
ગુરુ ગ્રહનું ચંદ્રની રાશિમાં પ્રવેશ કરવાથી વૃશ્ચિક રાશિના જાતકોને ભાગ્યનો પુરો સાથ મળશે. જાતકના અટકેલા કામ પૂર્ણ થશે. બિઝનેસને લઈ યાત્રા પર જઈ શકો છો. નોકરી બદલવાના કે ઉચ્ચ પદ મેળવવાના પ્રયાસો સફળ થશે. સંપત્તિ સંબંધિત બાબતોનો ઉકેલ આવશે. નવા રોકાણથી લાભ થવાની શક્યતા રહેશે, જો કે, પહેલા નિષ્ણાંતની સહાલ ચોક્કસ લો.
ધન રાશિ
ધન રાશિના જાતકોને ગુરુ ગ્રહનું કર્ક રાશિમાં ગોચરથી લાભ જ લાભ થશે. પરિણીત લોકોનું વૈવાહિક જીવન સુખીથી ભરેલું રહેશે. જીવનસાથીનો પ્રગતિનો માર્ગ ખુલશે. અપરિણીત લોકો માટે લગ્નના પ્રસ્તાવ આવશે. કોઈ વાહન અથવા સ્થાવર મિલકત ખરીદી શકો છો. માન-સન્માનમાં વધારો થઈ શકે છે.
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)