ધાર્મિક-દુનિયા

ગુપ્ત નવરાત્રિ 3જી જુલાઈથી 10 જુલાઈ સુધી રહેશે, આ મંત્રથી પૂર્ણ થશે બધી ઈચ્છા તો જાણો તેમના ચમત્કારિક મંત્ર અને શ્લોક

હિન્દૂ કેલેન્ડર પ્રમાણે એક વર્ષમાં ચાર નવરાત્રિઓ આવે છે. ચૈત્ર નવરાત્રિ (ચૈત્ર સુદ એકમથી નોમ), આસો નવરાત્રિ (આસો સુદ એકમથી નોમ સુધી), અષાઢી નવરાત્રિ (અષાઢ સુદ એકમથી નોમ સુધી), અને શાકંભરી નવરાત્રિ (પોષ સુદ અષ્ટમીથી પૂર્ણિમા સુધી).

સામાન્ય રીતે બધી જ નવરાત્રિની શરૂઆત સુદ એકમથી થાય છે જ્યારે શાંકભરી નવરાત્રિની શરૂઆત સુદ આઠમથી થાય છે. આ ચાર નવરાત્રિમાંથી આસો નવરાત્રિ અને ચૈત્રી નવરાત્રિનું મહત્વ વધુ માનવામાં આવે છે. આ બંને નવરાત્રિ ભારતભરમાં પ્રખ્યાત છે અને શાકંભરી નવરાત્રિ દક્ષિણ ભારતમાં ઉજવાય છે, જયારે અષાઢી નવરાત્રિ વધુ પ્રખ્યાત નથી. આ ચારે નવરાત્રીમાંથી આસો નવરાત્રિ અને ચૈત્રી નવરાત્રિ પ્રગટ નવરાત્રિ છે, જયારે અષાઢી અને શાકંભરી નવરાત્રિ ગુપ્ત નવરાત્રિ છે.

Image Source

અષાઢી નવરાત્રિ આ વર્ષે 3 જુલાઈથી શરુ થશે અને 10 જુલાઈએ ખતમ થશે. આ નવરાત્રિ દસ મહાવિદ્યાઓની સાધના માટે વિશેષ માનવામાં આવે છે. જેથી આ દિવસોમાં દસ મહાવિદ્યાઓની દેવી દુર્ગામાતાની સાધના કરીને સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકાય છે. જો કોઈ ભક્ત ગુપ્ત નવરાત્રિના સમયગાળામાં માતા દુર્ગાની આરાધના શ્રદ્ધાપૂર્વક કરે તો તેને ફળ જરૂર મળે છે. આ સમયે દુર્ગા માતાને પ્રસન્ન કરવા માટે બીજ મંત્રના જાપ કરવા જોઈએ.

દુર્ગા માતાને પ્રસન્ન કરવાના ઉપાય –

ગુપ્ત નવરાત્રિના સમયગાળામાં માતા દુર્ગાના સાધકોએ પોતાના મનમાં કોઈ પણ છળ-કપટની ભાવના કે ખરાબ વિચારો ન રાખવા અને બધી જ સ્ત્રીઓ પ્રત્યે સન્માનના ભાવ રાખવા. નવરાત્રિના છેલ્લા દિવસે કુંવારીકાઓ એટલે કે 3થી 7 વર્ષની બાળકીને ભોજન કરાવીને દાન આપવું જોઈએ.

Image Source

9 દિવસ સુધી વહેલી સવારે ઘરના મંદિરમાં ગાયના ઘીનો દીવો પ્રગટાવીને દુર્ગા માતાના બીજ મંત્રોનો 108વાર જાપ કરવો જોઈએ.
બીજ મંત્ર – “ऊँ ह्रीं दुं दुर्गायै नमः”

આ સિવાય આ નવરાત્રિ દરમ્યાન શ્રી દુર્ગા સપ્તશતીના પાઠ અથવા સિદ્ધ કુંજિકાના પાઠ ઘરમાં કરવા જોઈએ. નવ દિવસ ઉપવાસ રાખીને સવાર-સાંજ બંને સમયે માતાના મંત્રોના જાપ કરીને માતાજીની પૂજા કરવાથી મનોકામના પુરી થાય છે. પૂજામાં માતાજીને લાલ ફૂલ અર્પણ કરવું જોઈએ, આનાથી માતાજી જલ્દી પ્રસન્ન થાય છે.

વિદ્યાર્થીઓએ થતા નોકરિયાત અને વેપારીવર્ગોએ પોતાના કામના સ્થળે માતાજીની એક નાની મૂર્તિ જરૂર મુકવી, કામ શરુ કરવા પહેલા માતાજીનું ધ્યાન ધરવું જેથી લાભ મળે છે.

દુર્ગા સપ્તશતીમાં કેટલાક એવા ચમત્કારિક શ્લોક અને મંત્રો છે, કે જેના વિધિવત જાપ કરવાથી ઈચ્છીત ફળની પ્રાપ્તિ થાય છે.

Image Source
  • જયારે તમે બધાના જ કલ્યાણ માટેની કામના કરો ત્યારે નીચેના મંત્રનો જાપ કરવો.

सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके।
शरण्येत्र्यंबके गौरी नारायणि नमोस्तुऽते॥

  • દુર્ગા માતાએ સ્વયં આ મંત્ર દેવી-દેવતાઓને આપ્યો છે, જેના દ્વારા આરોગ્ય અને સૌભાગ્ય પ્રાપ્તિના ચમત્કારી ફળ પ્રાપ્ત થાય છે.

देहि सौभाग्यं आरोग्यं देहि में परमं सुखम्‌।
रूपं देहि जयं देहि यशो देहि द्विषो जहि॥

Image Source
  • જો કોઈ વિઘ્ન હોય કે જે તમને તમારા કામમાં અડચણરૂપ બનતું હોય તો તેને દૂર કરવા માટે નીચે આપેલા મંત્રના જાપ કરવા જોઈએ, જેથી તમારા કામમાં આવતા વિઘ્નોનો નાશ થઇ જશે.

सर्वबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी।
एवमेव त्याया कार्य मस्माद्वैरि विनाशनम्‌॥

આ મંત્રોના જાપ સવારે ઉઠીને સ્નાન કરીને કરવા, શુદ્ધ પવિત્ર આસાન પર બેસીને તુલસી કે રુદ્રાક્ષની માળાથી મંત્રના 1થી 5 સુધી જાપ કરવા, આ પછી મનની જે ઈચ્છા હોય તેની પ્રાર્થના કરવી. આખી નવરાત્રિ રોજ આમ કરવાથી મનોકામના જરૂર પુરી થાય છે. જો સમય ન હોય તો 10 વાર જાપ કરવાથી પણ માતાજી પ્રસન્ન થાય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.