જ્યોતિષ શાસ્ત્ર ધાર્મિક-દુનિયા

કાલથી થશે ગુપ્ત નવરાત્રીનો પ્રારંભ, માતાજીના આશીર્વાદ મેળવવા કરો આ ઉપાય

આખા વર્ષમાં ચાર નવરાત્રી આવે છે. પરંતુ ઘણા લોકોને 2 જ નવરાત્રીની ખબર હોય છે. બાકીની 2 નવરાત્રી ગુપ્ત નવરાત્રી તરીકે ઓળખાય છે. નવરાત્રીમાં દેવીના ભક્તો વિશેષ કામના માટે દેવીની પૂજા અર્ચના કરે છે.

વર્ષમાં મહા, ચૈત્ર, અષાઢ અને આસો મહિનામાં નવરાત્રી આવે છે. જેમાં લોકોને ચૈત્રી અને આસો નવરાત્રી વિષે જ ખબર હોય છે.  પરંતુ મહા અને અષાઢ મહિનામાં ગુપ્ત નવરાત્રી હોય છે. આ  નવરાત્રી વિષે બહુજ ઓછા લોકોને ખબર હોય છે. જેથી તેથી ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે. દર વર્ષે ઋતુ પરિવર્તનના સમય દરમિયાન જ ઉજવવા આવે છે.

Image Source

તમામ ગ્રંથોમાં આ ચાર નવરાત્રીનું મહત્વ બતાવવામાં આવ્યું છે. હિન્દૂ ધર્મમાં સુદમાં એકમથી નોમ સુધી નવરાત્રી મનાવવામાં આવે છે. અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રીનો પ્રારંભ 3 જુલાઈથી થશે જયારે તેનું પુર્ણાહુતી 10 જુલાઈએ થશે. આ ગુપ્ત નવરાત્રીમાં કોઈ પણ તાંત્રિક પ્રયોફ ફળદાયી હોય છે. તો ધન પ્રાપ્તિ માટે માટે પૂજા કરવામાં આવે તો તે પણ સફળ થાય છે.

Image Source

ગુપ્ત નવરાત્રીમાં ધ્યાનમાં રાખવાની બાબતો

દેવીને અર્પણ કરવા માટે પૂજા-સામગ્રી પહેલાથી  જ ઘરના પવિત્ર સ્થળ પર રાખી દ્યો.

નવરાત્રીના એક દિવસ પહેલા ઘરની સાફસફાઈ કરો.

નવરાત્રી દરમિયાન લસણ-ડુંગળી અને અન્ય નશીલી પદાર્થોનું સેવન ટાળો.

નવરાત્રી દરમિયાન સ્ત્રીને માં-સન્માન આપો.

Image Source

નવરાત્રીમાં આ રીતે કરો પૂજા અર્ચના

ગુપ્ત નવરાત્રીમાં આદ્ય શક્તિએ બધા જ સ્વરૂપની વિધિવિધાનથી પૂજા કરો.

ઘરમાં દેવી-દેવતાઓની છબી રાખો. દેવીને ભોગ અર્પણ કરી મંત્ર કરો. જાપ કર્યા બાદ નાની બાળાઓને મીઠાઈ અને ફળ વહેંચો.

Image Source

જો નોકરી માં પૈસા ના મળતા હોય તો

ગુપ્ત નવરાત્રીમાં લાલ આસન પર બેસીને દેવીની આરાધન કરો. માતાજીને લાલ કપડામાં લવિંગ રાખી દરરોજ કપૂરની આરતી કરો. નવરાત્રી પૂર્ણ થાય ત્યારે એ લાલ કપડાંને બાંધીને સુરક્ષિત જગ્યા પર રાખી દ્યો.

દેણાની સમશ્યા હોય તો

ગુપ્ત નવરાત્રિમાં વહેલી સવારે માં દુર્ગાની પૂજા કરી લાલ ફૂલ અર્પણ કરો. તત્યારબાદ સિદ્ધ કુંજિકા સ્ત્રોત પાઠ કરો. પાઠ થઈ ગયા બાદ દેણામાંથી મુક્ત થવાનીપાર્થના કરો.

Image Source

નોકરીમાં સફળતા મેળવવા માટે

ગુપ્ત નવરાત્રી દરમિયાન સાંજના સમય દરમિયાન લાલ આસન પર બેસીને દુર્ગા સપ્તશતિનો પાઠ કરો. પાઠ કરતા પહેલા માતાજી સમક્ષ ગાયના ઘી નો દીવી જાળવી તાંબાના લોટમાં જળ ભરો. પાઠ પૂર્ણ થયા બાદ માતાજીના ભોગ લગાવો.આ ભોગ  નાની બાળાઓને વહેંચી દ્યો.તથા પૂજા -અર્ચનામાં રાખેલું જળ ઘરમાં અને ધંધાની જગ્યા પર છાંટો.

Image Source

ધંધામાં સફળતા મેળવવા માટે

ગુપ્ત નવરાત્રીમાં દરરોજ સાંજે માં લક્ષ્મીની પૂજા કરો. માતાજી સામે ઘીનો દીવો કરો. માતાજી સમક્ષ શ્રી સુક્તમનો પાઠ કરો. ગુપ્ત નવરાત્રીમાં કોઈ  પણ દિવસે દોરો લઈને તેના હળદળથી પીળો કરી માતાજીને સમર્પિત કરી ગળામાં પહેરી રાખવાનો.

Image Source

ધનલાભ માટે

આ નવરાત્રીમાં સવારે અને સાંજે માં દુર્ગાની પૂજા કરો. સવારે માતાજીને સફેદ અને સાંજે લાલ ફૂલ અર્પણ કરો. બન્ને સમયે 108 વાર ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे ज्वल हं सं लं क्षं फट्‍ स्वाहा પઠન કરો. નવમા દિવસે નિર્ધન બાળકીને કપડાં અને જમવાનું આપી આશીર્વાદ લ્યો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks