વલસાડમાં થયો ગમખ્વાર અકસ્માત, આમને સામને ટકરાયેલા બંને વાહન ચાલકોના રામ રમી ગયા, એક નેવીમાં કપ્તાન હોવાની શક્યતા

દેશભરમાં હવે બીજી લહેર બાદ લગાવવામાં આવેલા આંશિક લોકડાઉનમાં છૂટછાટ મળી ગઈ છે,  ત્યારે આ દરમિયાન હવે લોકો પોતાના ઘરની બહાર નીકળી રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી દેશભરમાંથી અકસ્માતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ગુજરાતમાંથી પણ અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવે છે જેના કેટલાય લોકોએ જીવ ગુમાવવો પડે છે. હાલ એવી જ એક ઘટના વલસાડથી સામે આવી છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડ જિલ્લાના ગુંદલાવ ઓવરબ્રિજ હાઇવે ઉપર સ્કોર્પિયો અને છોટા હાથી ટેમ્પો વચ્ચે ભંયકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બંન્ને વાહન ચાલકોના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા.

તો આ બાબતે મળી રહેલી વધુ માહિતી પ્રમાણે સુરતના નવાગામ જમના પાર્ક સોસાયટીમાં રહેતા ધનસુખભાઈ ઠુંમર ટેમ્પો ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જેઓ રવિવારે સવારે પોતાના છોટા હાથી ટેમ્પો લઈને સુરતથી વાપી કામ માટે જઈ રહ્યા હતા. તો બીજી તરફ સ્કોર્પિયો ચાલક રામકુમાર ચૌહાણ વાપીથી સુરત તરફ જતા હાઇવે પસાર થઈ રહ્યા હતા.

આ દરમિયાન જ ગૂંદલાવ ઓવર બ્રિજ નજીક ધનસુખભાઈ સ્ટેરીંગ પરથી કાબું ગમાવતા તે ડિવાઈડર કુદાવીને મુંબઈ હાઈવેની બીજી તરફ ફંગોળાઈ ગયા હતા ત્યારે વાપી તરફથી આવી રહેલા  રામકુમાર ચૌહાણની સ્કોર્પિયોમાં ધડાકાભેર અથડાતા મોટો અકસ્માત સર્જાયો હતો, જેમાં બંને ચાલકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.

અકસ્માતના કારણે હાઇવે ઉપર ભારે ટ્રાફિક સર્જાયો હતો. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ અને 108ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માતની અંદર સ્કોર્પિયોમાં ફસાયેલા રામકુમારને ખુબ જ મહેનત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. 

તો અંગે પોલીસને મૃતક રામકુમારની કારમાંથી તમેનો પાસપોર્ટ મળી આવ્યો હતો. જેમાં નેવીનો સિક્કો મરેલો હતો. જે મુજબ તેઓ મુંબઈના કોઈ જહાજમાં કપ્તાન તરીકે ફરજ બજાવતા હોવાનું પણ પોલીસને લાગી રહ્યું છે. પોલીસ હવે આ અકસ્માતને લઈને આગળની કાર્યવાહી કરી રહી છે.

Niraj Patel