શિયાળા સ્પેશ્યલ વાનગી ગુંદરની સુખડી, સુખડી બનાવો એક નવા સ્વાદમાં, નોંધી લો રેસિપી

0

ગોળની વિવિધ પ્રકારની વાનગીઓ શિયાળામાં બનાવવામાં આવે છે. સુખડી પારંપરિક રીતે એક ગુજરાતી વાનગી છે જે તહેવારો પર અને મંદિરોમાં પ્રસાદ તરીકે આપવામાં આવે છે. ઘઉંના લોટમાં ગોળ અને ઘી નાંખીને બનાવવામાં આવતી આ વાનગી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી હોય છે. આ ખૂબ જ સરળતાથી ઘરે બનાવી શકાય છે. અને સ્વાદમાં તો આનો કોઈ જ વિકલ્પ ન મળી શકે. આ બનાવવા માટે આપણને વધુ સામગ્રીની જરૂર પડતી નથી અને જે વસ્તુઓની જરૂર પડે છે એ આપણા રસોડામાં સરળતાથી મળી જાય છે. તો આજે જોઈએ શિયાળામાં બનતી ગુંદરની સુખડીની રેસિપી –

સામગ્રી

  • ઘઉંનો લોટ 1 કપ
  • ઘી 3/4 કપ
  • ગોળ 3/4 કપ
  • નારિયેળનો પાવડર 2ચમચી
  • ગુંદર 2 ચમચી
  • ડ્રાયફ્રૂટ 1 વાડકી
  • ગંઠોડા પાવડર 1/2 ચમચી

રીત

સૌપ્રથમ એક પેન લઇ લો ગરમ થાય
એટલે એમાં ઘી એડ કરી એમાં ઘઉંનો લોટ એડ કરી દો અને 4 થી 5 મિનિટ શેકી લો પછી એમાં ગુંદરનો પાવડર એડ કરો અને મિક્સ કરી લો પછી ગેસ બંધ કરી ગોળ એડ કરી મિક્સ કરી લો પછી એમાં ગંઠોડાનો પાવડર અને નારિયેળ પાવડર એડ કરી મિક્સ કરી લો થોડી વાર થાય એટલે એક પ્લેટમાં પાથરી લો અને એના ઉપર ડ્રાય ફ્રૂટ ભભરાવી એને પીસ પાડી લો ગરમ ગરમ પીસ પાડશો સરળ રીતે પડી જશે તો તૈયાર છે હેલ્ધી ટેસ્ટી સુખડી જરૂરથી બનાવજો શિયાળામાં ખુબ જ જરૂરી

ગુંદરની સુખડી બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.