રસોઈ

શિયાળા સ્પેશ્યલ વાનગી ગુંદરની પેંદ બનાવવાની સરળ રીત નોંધી લો, આ ટેસ્ટી વસાણું જરૂર બનાવજો

શિયાળો શરુ થઇ ગયો છે ત્યારે આપણે હવે ઘરે રોજ શિયાળામાં ખવાતી વાનગીઓ બનાવીને ખાવાની શરૂઆત પણ થઇ ગઈ હશે. શિયાળામાં ગુંદર ખાવાના ફાયદાઓ તો આપણને સૌને ખબર જ છે. ત્યારે આ શિયાળામાં અમે તમારા માટે લઈને આવ્યા છીએ ગુંદરમાંથી બનતી એવી વાનગી જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદેમંદ હોય છે. તો આજે જોઈએ ગુંદરની પેદ બનાવવાની રેસિપી –

સામગ્રી

  • ઘી 1 ચમચી
  • ગુંદર 25 ગ્રામ
  • દૂધ 250 મિલી
  • મિક્સ ડ્રાય ફ્રૂટ 2 ચમચી
  • નારિયેળનું છીણ 2 ચમચી
  • સૂંઠ પાવડર 1/2 ચમચી
  • ગંઠોડા પાવડર 1/2 ચમચી
  • ઈલાયચી પાવડર 1/4 ચમચી
  • ખાંડ 50 ગ્રામ

રીત

સૌપ્રથમ એક પેન લઇ લો એમાં ઘી એડ કરી ગરમ થઈ એટલે એમાં ગુંદર એડ કરી શેકી લો, તમે જેવો ગુંદર નાખશો એટલે એ કડક થઈ જશે પછી એમાં દૂધ એડ કરી લો થોડી વાર થવા દોજેથી ગુંદર બરોબર મિક્સ થઈ જશે અને થોડું જાડું મિક્સર થઈ જશે પછી એમાં નારિયેળનું છીણ એડ કરી મિક્સ કરી લો
થોડી વાર થઈ એટલે સુંઠ અને ગંઠોડાનો પાવડર એડ કરો અને સાથે જ ડ્રાય ફ્રૂટનો ભૂકો એડ કરી મિક્સ કરી લો
પછી ઈલાયચી પાવડર અને ખાંડ એડ કરી મિક્સ કરી લો થોડી વાર થવા દો
બધું પાણી અને ઘી બળી જાય એટલે એને એક પ્લેટમાં કાઢી લો ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરી સર્વ કરો તો તૈયાર છે ગુંદરની પેદ શિયાળાની સીઝનમાં આ રોજ ખાવાથી ખુબ જ ફાયદો થઈ છે જરૂરથી બનાવજો

ગુંદરની પેદ બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.