સ્વામિનારાયણ મંદિરમાં આ સાધુનું નિધન થતા હરિભક્તોમાં અનેક તર્ક-વિતર્કો ચર્ચાવા લાગ્યા, જાણો સમગ્ર વિગત

થોડા સમય પહેલા સોખડા સ્વામિનારાયણ મંદિરમાં સંતો અને હરિભક્તોને ગોંધી રાખવાનો વિવાદ સામે આવ્યો હતો. ત્યારે હવે ફરી એકવાર સોખડા સ્વામિનારાયણ મંદિર ચર્ચામાં આવ્યુ છે. આજે આ મંદિરના ચર્ચામાં આવવાનું કારણ એ છે કે સોખડા હરીધામમાં ગુણાતીત સ્વામીનું રહસ્યમય સંજોગોમા મોત થયુ છે. ગુણાતીત સ્વામીના નિધન બાદ તેમના ભક્તોમાં શોકની લાગણી છવાઇ ગઇ છે. તેમના નિધન બાદ અંતિમ ક્રિયાઓ ચાલી રહી હતી, ત્યાં તેમના કેટલાક ભક્તોમાં ગુણાતીત સ્વામિનું નિધન કયા કારણોસર થયુ તે તર્ક વિતર્ક ચાલી રહ્યા છે.

જો કે, કેટલાક રીપોર્ટ્સ અનુસાર તેમનું નિધન ગત મોડા રાત્રે હાર્ટ એટેક આવવાને કારણે થયુ હતુ. તેમનાં શંકાસ્પદ મોત મામલે સંજય ચૌહાણ અને સુજીત પટેલ દ્વારા પોસ્ટમોર્ટમની માંગ કરવામાં આવી. તેમણે અરજી કરી કે સંત સ્વસ્થ હતા અને તેમનું અચાનક મોત નિપજવુ એ આશંકા છે. તેમણે કહ્યુ હતુ કે તમે પેનલ પોસ્ટમોર્ટમ કરવા કારણ કે ત્યા તાત્કાલિક અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવી રહી છે. હાલ તો ગુણાતીત સ્વામીનું નિધન કેવી રીતે થયુ તેણે ચર્ચા જગાવી છે. તેઓ 69 વર્ષના હતા અને છેલ્લા 40 વર્ષથી સાધુ હતા.

તેમના મોતની જાણ સૌ પહેલા પ્રભુપ્રિય સ્વામીને થઇ હતી. તેમના નિધનથી આઘાતમાં કેટલાક હરિભક્તો કલેક્ટર કચેરી પણ પહોંચ્યા હતા અને તેમના મોત અંગે તપાસની માંગ કરી હતી. જણાવી દઇએ કે, સોખડા હરિધામમાં મેનેજમેન્ટનો વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટે આ બાબતે તાત્કાલિક સુનાવણી આજે હાથ ધરી છે. તાજેતરમાં કોર્ટ દ્વારા બંધક બનાવેલા 180 સંતોના નિવેદન લેવામાં આવ્યા હતાં. જેમાં સંતોએ 4 મહિનાઓ સુધી ખરાબ રીતે હેરાન કર્યા હોવાની કોર્ટે નોંધ લીધી હતી.

Shah Jina