ધાર્મિક-દુનિયા નીરવ પટેલ લેખકની કલમે

હનુમાન દાદાની લીલા અપરંપાર છે, વાંચો માણસનું ગુમાન(ઘમંડ) દૂર કરનાર ગુમાનદેવનો રોચક ઇતિહાસ

હનુમાન દાદા નામ આવે એટલે આપણને સંકટ મોચન હનુમાન દાદાની ઝાંખી તરત જ થઇ જાય અને હનુમાનજી એક માત્ર એવા દેવ છે જેમને અમરત્વ મળેલું છે અને એ આજે પણ એ પૃથ્વી ઉપર ક્યાંક કોઈ જગ્યાએ હાજર હજુર તો હશે જ.

Image Source

હનુમાન દાદાના મંદિરો પણ ઠેર ઠેર આવેલા છે. અને મોટાભાગના મંદિરોમાં દાદાના ચમત્કારિક પરચાઓ મળતા પણ જોવા મળે છે. દરેક રૂપમાં દાદાના દર્શન તેમના ભક્તોને થતા રહે છે, આજે પણ રાત્રે ડર લાગે ત્યારે સૌ પ્રથમ હનુમાન દાદાનું જ નામ યાદ આવે, ભૂત-પિશાચને ભગાડવા માટે પણ હનુમાન ચાલીસા જ બોલવામાં આવતા હોય છે.

હનુમાન દાદાના ઘણા બધા મંદિરોમાં એક મંદિર ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકામાં પણ આવેલું છે જેને ભક્તો ગુમાનદેવના નામે ઓળખે છે. ગુમાનનો અર્થ થાય છે ઘમંડ અને ગુમાનદેવ માણસનું ઘમંડ દૂર કરનારા દેવ તરીકે આ સ્થળે પૂજવામાં આવે છે. આ મંદિરની સ્થાપના વિશેનો પણ એક ઇતિહાસ છે. જે પણ આપણે જાણવો જોઈએ.

Image Source

કાવેરી અને નર્મદા નદીની મધ્યમાં આવેલું ગુમાનદેવના મંદિર સાથે એક દંતકથા જોડાયેલી છે. રામાનંદ સંપ્રદાયના મહાન સંત એવા શ્રી સ્વામી ગુલાબદાસજી મહારાજ અયોધ્યાના હનુમાનગાધિની સાગરિયા પટીના સંત હતા. તેમને 500 વર્ષ અગાઉ ઝગડીયા નજીક આવેલા મોટા સાંજ ગામ પાસે આવીને વસવાટ કર્યો હતો. ગુલાબદાસજી મહારાજ જયારે સુઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમને એવો આભાસ થયો કે હનુમાનજી તેમને કંઈક જણાવી રહ્યા છે અને ત્યાંથી થોડા જ અંતરે દાદાની મૂર્તિ પણ છે અને એક શિયાળ એ મૂર્તિને વળગી રહ્યું છે તેમજ કેટલાક ગોવાળિયાઓ એ શિયાળને મારી નાખવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે.

ગુલાબદાસજીએ પળવારનો પણ વિલંબ કર્યા વગર તેમને આભાષ થયો હતો એ જગ્યા ઉપર પહોંચી ગયા અને જોયું તો જે તમેને લાગ્યું હતું એજ હકીકત હતી, તેમને ગોવાળિયાઓને શિયાળને મારતા રોક્યા અને શિયાળને ત્યાંથી ચાલ્યા જવાનો આદેશ કર્યો.

Image Source

આ ઘટના વાયુવેગે આસપાસના ગામોમાં ફેલાવવા લાગી અને લોકો દર્શન કરવા માટે પણ આ  જ જગ્યા ઉપર આવવા લાગ્યા તેમને ત્યાં રહેલા પથ્થરમાં હનુમાન દાદાના દર્શન થયા અને તેમને હનુમાન જ્યંતિના ના દિવસે જ સ્થાપના કરી અને મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી. માણસનું ગુમાન દૂર કરતા હોવાના કારણે આ મંદિરને ગુમાનદેવ નામ પણ આપવામાં આવ્યું.

આ મંદિરમાં રહેલી મૂર્તિને આજે પણ કોઈ રીતે ઘડવામાં આવી નથી, જે મૂર્તિની સ્થાપના ગુલાબદાસ મહારાજે કરી હતી એજ મૂર્તિ આજે પણ ત્યાં સ્થાપિત છે અને જોનારને તેમાં હનુમાનજીના દર્શન આજે પણ થાય છે. શ્રાવણ માસમાં આ મંદિરમાં ભારે ભીડ જોવા મળે છે, તેમજ શનિવાર અને મંગળવારના દિવસે પણ ભક્તોનું મહેરામણ ઉમટે છે.

Image Source

દાદાના આ મંદિરનું મહાત્મ્ય પણ ઘણું જ વિશેષ છે એટલે જ ભક્તો દૂર દૂરથી દાદાના દર્શને આવતા હોય છે, પગપાળા પણ દાદાના મંદિરે ભક્તો આવે છે અને દર્શન કરીને ધન્ય પણ થાય છે.

જય બજરંગ બલી !!

Author: નીરવ પટેલ “શ્યામ” GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.