ગુલશન કુમારની 65મી બર્થ એનિવર્સરી : જાણો દીકરા ભૂષણ કુમાર અને વહુ દિવ્યા ખોસલા કુમારની લવ સ્ટોરી

10 વર્ષના દીકરાની માતા છે ગુલશન કુમારની વહુ, આજે પણ દિવ્યાનું ફિગર છે હિરોઇનોને ટક્કર મારે એવું- જુઓ PHOTOS

ગુલશન કુમારની બુધવારે 65મી બર્થ એનિવર્સિરી હતી. 5 મે 1956ના રોજ દિલ્લીમાં જન્મેલા ગુલશન કુમારને ફિલ્મ ઇંડસ્ટ્રીમાં કેસેટ કિંગના નામથી જાણવામાં આવે છે.

ગુલશન કુમારની ઓગસ્ટ 1997માં અંડરવર્લ્ડે હત્યા કરાવી દીધી હતી. તેમની મોત બાદ તેમના દીકરા ભૂષણ કુમાર અને વહુ દિવ્યા ખોસલા કુમારે ટી-સીરીઝને સંભાળ્યુ.

તમને જણાવી દઇએ કે, ગુલશન કુમારની વહુ દિવ્યા ખોસલા કુમાર ઘણી જ સુંદર છે. દિવ્યાએ 16 વર્ષ પહેલા 2004માં રીલિઝ થયેલ ફિલ્મ “અબ તુમ્હારે હવાલે વતન સાથિયો”માં કામ કર્યુ છે. તેમાં તે અક્ષય કુમાર સાથે જોવા મળી હતી.

દિવ્યા ખોસલાએ વર્ષ 2004માં તેલુગુ ફિલ્મ “લવ ટુ ડે”માં પણ કામ કર્યુ છે. આ ફિલ્મમાં તેની સાથે ઉદય કિરણ, દેવદર્શિની, શ્રીનિવાસ રેડ્ડી, સુમન શેટ્ટી અને રઘુનાથ રેડ્ડી હતા.

ભૂષણ કુમાર અને દિવ્યાના લગ્ન વર્ષ 2005માં થયા હતા. બંનેની લવ સ્ટોરીની શરૂઆત વર્ષ 2004માં થઇ હતી. જો કે, આ દરમિયાન તે તેની પહેલી બોલિવુડ ફિલ્મ “અબ તુમ્હારે હવાલે વતન સાથિયો”માં કામ કરી રહી હતી.

ફિલ્મમાં અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર અને બોબી દેઓલ હતા. ફિલ્મની શુટિંગ દરમિયાન દિવ્યાની મુલાકાત ભૂષણ કુમાર સાથે થઇ હતી. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, પહેલી મુલાકાતમાં જ ભૂષણ કુમારને દિવ્યા ખોસલા પસંદ આવી ગઇ હતી.

આ જ કારણે તેમણે દિવ્યાને મેસેજ કરવાનું શરૂ કર્યુ પરંતુ દિવ્યાએ કેટલાક રિપ્લાય આપ્યા બાદ મેસેજનો જવાબ આપવાનું બંધ કરી દીધુ કારણ કે તેનું માનવું હતુ કે તે એક કંજર્વેટિવ પંજાબી પરિવારથી બિલોન્ગ કરે છે અને તે કોઇ આવા અમીર છોકરાની નજીક આવવા માંગતી નથી જે ગાડીઓ ઝડપથી ચલાવતા હોય.

જયારે દિવ્યાએ ભૂષણ કુમારના મેસેજનો જવાબ આપ્યો નહિ ત્યારે તેમના કઝિન ભાઇ અજય કપૂરને દિલ્લી મોકલ્યો એની ખબર જાણવા કે દિવ્યાએ કેમ મેસેજનો જવાબ આપવાનો બંધ કરી દીધો. આ બધુ જાણ્યા બાદ દિવ્યાને એ અહેસાસ થયો કે ભૂષણ કુમાર તેના માટે સિરિયસ છે.

કેટલાક દિવસો બાદ ભૂષણ કુમારના બહેનના લગ્ન હતા અને આ પ્રોગ્રામમાં તેણે ખોસલા પરિવારને આમંત્રિત કર્યો. આ પર દિવ્યાએ એક ઇંટરવ્યુમાં કહ્યુ હતુ કે, ભૂષણે દિલ્લીમાં બહેનના લગ્નમાં મારા પરિવારને આમંત્રિત કર્યો હતો અને

આ સમયે મારા પેરેન્ટ્સ તેમને મળ્યા અને તેમને તેઓ તરત જ પસંદ આવી ગયા, કારણ કે તેમની ઉપલબ્ધિઓ બાદ પણ તેઓ ઘણા વિનમ્ર હતા. મારી માતાએ મને તેમના સાથે લગ્ન કરવા માટે મનાવવાની કોશિશ કરી મને પણ તેઓ પસંદ આવવા લાગ્યા હતા. તે બાદ અમારા લગ્ન થયા.

દિવ્યા ખોસલાએ ટી-સીરીઝના ફાઉંડર ગુલશન કુમારના દીકરા ભૂષણ કુમાર સાથે 13 ફેબ્રુઆરી 2005ના રોજ વૈષ્ણો દેવી મંદિરમાં લગ્ન કર્યા હતા. લગ્નના 6 વર્ષ બાદ વર્ષ 2011માં તેણે દીકરા રુહાનને જન્મ આપ્યો. ગુલશન કુમારના પરિવારમાં ભૂષણ કુમાર અને દિવ્યા ખોસલા કુમાર ઉપરાંત પણ તેમની બે દીકરીઓ તુલસી કુમાર અને ખુશાલી કુમાર છે.

દિવ્યા અને ભૂષણ કુમારના સાધારણ લગ્ન બાદ તેઓએ લગ્ન બાદ રિસેપ્શન પાર્ટી રાખી હતી. જેમાં ઘણી મોટી મોટી હસ્તિઓ હાજર રહી હતી. પહેલા 15 ફેબ્રુઆરીએ સન સિટી ફાર્મ્સ, દિલ્લીમાં અને બીજુ 20 ફેબ્રુઆરીએ મુંબઇની ગ્રેંડ હયાતમાં હોસ્ટ કર્યુ હતુ.

દિવ્યા પહેલી વાર વર્ષ 2000માં સિંગર ફાલ્ગુની પાઠકના મ્યુઝિક વીડિયો “અઇયો રામા હાથ સે યે દિલ ખો ગયા”માં જોવા મળી હતી. તે બાદ તે વર્ષ 2003માં કુણાલ ગાંજાવાલાના આલ્બમ “જિદ ના કરો યે દિલ દા મામલા હે”માં જોવા મળી. આ મ્યુઝિક વીડિયોમાં સલમાન ખાન પણ હતા. વર્ષ 2017માં દિવ્યાએ પલક મુછાલ અને અરિજિત સિંહના મ્યુઝિક વીડિયો “કભી યાદો મેં આઉં”માં કામ કર્યુ.

લગભગ 20 મ્યુઝિક વીડિયોનું ડાયરેક્શન કર્યા બાદ દિવ્યા ખોસલા કુમારે વર્ષ 2014માં ફિલ્મ “યારિયાં”નું ડાયરેક્શન કર્યુ. તે બાદ તેણે વર્ષ 2016માં ફિલ્મ “સનમ રે” ડાયરેક્ટ કરી. દિવ્યા વર્ષ 2015માં આવેલી રણબીર કપૂર સ્ટારર ફિલ્મ “રોય”થી એક પ્રોડ્યુસર તરીકે પણ જોડાઇ ચૂકી છે.

Shah Jina