ખબર

શું દેશમાં ફરી પાછું લાગી શકે છે 14 દિવસનું લોકડાઉન? કોરોનાની ચેઇન તોડવા મોદીના આ તોપણ તબીબે આપી સલાહ

દેશભરમાં કોરોનાના મામલામાં સતત વધારો થઇ રહ્યો છે, લાંબા સમયના લોકડાઉન બાદ હવે અનલોકની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. આ દરમિયાન કોરોના સંક્રિમીતોના આંકડાઓ ખુબ જ મોટા પ્રમાણમાં બહાર આવી રહ્યા છે ત્યારે આ બાબતે ચિંતા વ્યક્ત કરતા દેશના આયુર્વિજ્ઞાનના સંસ્થાના ડાયરેક્ટર ડો. રણદીપ ગ્યુલારિયાએ ફરી 14 દિવસનું લોકડાઉન કરવા અંગે જણાવ્યું છે.

Image Source

સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા (SBI) દ્વારા આયોજિત ઇકોનોમિક કોન્ફરન્સમાં ડો. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે: “દેશના પ્રમુખ શહેરોમાં કોરોના વાયરસના વધતાં નવા કેસની રફતાર આગામી કેટલાંક અઠવાડિયામાં વધી કે ઘટી શકે છે. જ્યારે નવા કેસમાં ઘટાડો થવામાં હજુ વધુ સમય લાગશે.”

Image Source

ડો.ગુલેરિયાએ અનલોક બાબતે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે: “અનલોક વન અને ટુ દરમિયાન લોકોએ સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરવાનું ઓછુ કરી દીધું છે. આ દરમિયાન પ્રશાસને કોરોના ક્લસ્ટર્સ અને કંટેનમેન્ટ વિસ્તારો પર સતત નજર રાખવી જોઇએ. લોકડાઉન જો લાગુ કરવુ જ હોય તો ઓછામાં ઓછા 14 દિવસ માટે લાગુ કરો. જેથી કોરોના વાયરસના વધતા સંક્રમણ પર લગામ લગાવી શકાય.”

Image Source

ડોક્ટર ગુલેરીયાએ લોકડાઉન કરવા માટે પોતાની સહમતી દર્શાવી છે.  તેમનું માનવું છે કે કોરોના વાયરસની ચેન તોડવા માટે લોકડાઉન યોગ્ય પગલું છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.