ફિલ્મી દુનિયા

આ એક્ટર્સે 20 વર્ષ જુના સ્વીમશૂટમાં શેર કરી તસ્વીર, બિલકુલ પણ નથી બદલાઈ- જુઓ 10 તસ્વીરો

બૉલીવુડ એક્ટ્રેસ ગુલ પનાગ સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. ગુલ પિનાંગ તેની આગામી ફિલ્મ ‘ બાયપાસ’ને લઈને તો ચર્ચામાં છે. પરંતુ તે હાલ તેની એક તસ્વીરને લઈને વધુ ચર્ચામાં છે.

ગુલ પનાગ હાલમાં જ માલદીવમાં વેકેશન માણીને પરત ફરી છે. ગુલે તેના વેકેશનની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે. તેમાં એક તસ્વીરએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. ગુલ પનાગે એક ફોટો કોલાઝ શેર કર્યું છે.

જેમાં 2 તસ્વીર છે. તેમાંથી પહેલી તસ્વીર 20 વર્ષ જૂની છે, જયારે બીજી તસ્વીર હાલની છે. આ તસ્વીરમાં ગુલે તે જ સ્વિમસૂટ પહેર્યું હતું જે તેને 20 વર્ષ પહેલા પહેર્યું હતું. ત્યારે યુઝર્સે પણ આ તસ્વીર જોઈને ચોંકી ઉઠ્યા હતા.

 

View this post on Instagram

 

Then and now. 🖤 Back in Maldives after twenty years!! My @marksandspencer swimsuit still going strong ❤️.

A post shared by Gul Panag (@gulpanag) on

આ તસ્વીરની ખાસ વાત તો એ છે કે,આ ફોટોમાં ગુલ પનાગ ઘણી ફિટ અને બોલ્ડ નજરે આવી રહી છે. તસ્વીરમાં જોઈ શકાય છે કે, ગુલને 20 વર્ષ બાદ પણ કોઈ ખાસ અંતર નથી આવ્યું. તે આજે પણ એટલી જ ફિટ દેખાય છે જે 20 વર્ષ પહેલા દેખાતી હતી.

આ તસ્વીર શેર કરતા ગુલ પનાગે કેપ્સનમાં લખ્યું હતું કે, ‘ત્યારે અને હાલ’. 20 વર્ષ બાદ માલદીવમાં ફરી. આ તસ્વીરમાં ગુલ પનાગમાં કોઈ વધારે ફેરફાર નથી આવ્યો. નથી કોઈ ઉંમરની અસર દેખાતી. ગુલ પનાગ અને તેનો પુત્ર મસ્તી કરતા નજરે ચડે છે.

ગુલ પનાગ હાલમાં જ એમેઝોન પ્રાઈમ વેબ સિરીઝમાં અને મનોજ વાજપેયી સ્ટાર ફિલ્મ ધ સ્ટાર ધ ફેમિલી મેનમાં નજરે આવી હતી. ગુલ પનાગ ‘બાયપાસ રોડ’ ફિલ્મમાં નજરે આવશે. જે 1 નવેમ્બરે રિલીઝ થશે. આ પહેલા ગુલ પનાગ સ્ટુડન્ટ ઓફ ધ યરમાં નજરે ચડી હતી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.