ફોરેનમાં મોબાઈલની દુકાન ચલાવી રહેલા ગુજરાતી યુવકની બાઈક પર આવેલા બદમાશોએ ગોળી મારીને કરી હત્યા, જાણો સમગ્ર મામલો

અરરર….વિદેશમાં વધુ એક ગુજરાતીની હત્યા, કેતન શાહ મોબાઈલની દુકાનમાં ઠોકી ગોળી, ખંભાળિયામાં રહેતા પરિવારજનોનું હૈયાફાટ રૂદન

ઘણા લોકો વિદેશમાં જવાના સપના જોતા હોય છે અને ઘણા ગુજરાતીઓ વિદેશમાં સ્થાયી પણ થઇ ગયા છે. કારણ કે લોકોનું એવું માનવું છે કે વિદેશમાં કમાણી સારી હોય છે. ત્યારે ઘણીવાર વિદેશમાં પણ ગુજરાતી લોકોને હેરાનગતિનો સામનો કરવો પડતો હોય છે, ચેહલ થળોએ સમયમાં જ વેદેશમાં ગુજરાતીઓ અને ભારતીયોની હત્યા થવાના પણ મામલા સામે આવ્યા છે, ત્યારે હાલ તાજો મામલો કેન્યાથી સામે આવ્યો છે.

મૂળ ખંભાળિયા તાલુકાના દાતા ગામના વતની અને જૈન મહાજન વણિક પરિવારના હિંમતલાલ વીરચંદ શાહનો દીકરો કેતન શાહ કેન્યામાં સ્થાયી થયો હતો અને ત્યાં તેને મોબાઈલની દુકાન હતી. ત્યારે ગત સોમવારના રોજ તે પોતાની મોબાઈલની દુકાનમાં બેઠો હતો. ત્યારે જ બંદૂક લઈને મોટરસાઇકલ પર આવેલા એક વ્યક્તિએ દુકાનમાં બેઠેલા કેતન પરફાયરિંગ કર્યું હતું અને પછી ફરાર થઇ ગયો હતો.

ગોળી વાગવાના કારણે કેતનનું કરું મોત નીપજ્યું.ફાયરિંગની ઘટના બનતા જ સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતા. બંદૂક સાથે બાઈક પર આવેલા વ્યક્તિને પકડતા પહેલા જ તે નાસી છૂટ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને હત્યારાની તપાસમાં લાગી ગઈ હતી. આ ઘટના બાદ આસપાસના લોકોમાં પણ ફફડાટ વધી ગયો હતો.

(પ્રતીકાત્મક તસવીર)

કેન્યામાં રહેતા ગુજરાતી પરિવારના લોકોએ પણ પોલીસને જેમ બને તેમ હત્યારાને જલ્દી પકડવામાં આવે તેવી રજુઆત પણ કરી હતી. આ પહેલી ઘટના નથી જ્યારે કોઈ ભારતીય કે ગુજરાતીની વિદેશમાં હત્યા થઇ હોય, આ પહેલા પણ ઘણી હત્યાના મામલા સામે આવી ચુક્યા છે. ગત નવેમ્બર મહિનામાં પણ ન્યૂઝલેન્ડના ઓકલેન્ડમાં રહેતા વડાલીના જનક પટેલની લૂંટના ઇરાદે હત્યા કરી નાખવામાં આવી હતી.

Niraj Patel