ખબર

ગુજરાત સરકારે વાહનચાલકોને લઈને કરી મોટી જાહેરાત, કારના ડ્રાઈવિંગ લાયસન્સને લઈને આવ્યા સારા સમાચાર

ગુજરાત સરકારે વાહનચાલકો માટે વધુ એક મોટી જાહેરાત કરી છે. ગુજરાત સરકારની આ જાહેરાત અનુસાર, અત્યાર સુધી ફોર વ્હીલરની ડ્રાઈવિંગ ટેસ્ટ માટે માત્ર ગિયરવાળી જ કારનો ઉપયોગ કરવામાં આવતો હતો, પણ હવેથી રાજ્યનો કોઇ પણ નાગરિક ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ઓટોમેટિક કારનો ઉપયોગ કરી શકશે.

ગુજરાતના તમામ આરટીઓ પર ડ્રાઈવિંગ ટેસ્ટ સેન્સરથી સજ્જ ટ્રેક પર લેવામાં આવે છે. એવામાં ફોર વ્હીલરનું લાયસન્સ લેવા માંગતા લોકોએ ખૂબ જ અઘરી પરીક્ષા આપવી પડે છે, જેમાં કોઈક જ કિસ્સામાં ચાલક પહેલી ટ્રાયલે પાસ થતા હતા, પરંતુ હવે આ જાહેરાત બાદ ફોર વ્હીલરનું લાયસન્સ લેવા માંગતા લોકોને મોટી રાહત મળી હશે. આરટીઓમાં રોજ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા માટે આવતા હોય છે.

Image Source

કારના લાઈસન્સ માટેની ટેસ્ટમાં કારને ઢાળ પર ઉભી રાખીને ચઢાવવાથી લઈને રિવર્સ પાર્કિંગ તથા રિવર્સ ટેસ્ટ આપવાની રહે છે. હવે જયારે ડ્રાઇવિંગ લાયસન્સની ટેસ્ટ માટે જાઓ ત્યારે ઓટોમેટિક ગિયરવાળી કાર દ્વારા પણ ટેસ્ટ આપી શકાશે. આ ઉપરાંત, કારમાં લાગેલા રિવર્સ કેમેરાને પણ અત્યાર સુધી ડ્રાઈવિંગ ટેસ્ટ દરમિયાન ઢાંકી દેવામાં આવતો હતો. પણ હવે ટેસ્ટ આપનાર પાર્કિંગ કેમેરાનો પણ ઉપયોગ કરી શકશે. જેથી હવે રિવર્સ પાર્કિંગ કે પેરેલલ પાર્કિંગમાં સરળતા રહેશે અને ઓટોમેટિક કાર હોવાથી ઢાળ ચઢાવવાનો ટેસ્ટ પણ સરળતાથી પાસ કરી શકાશે.

નિયમોમાં થયેલા ફેરફારને લીધે હવે આરટીઓ આવતા ફોર વ્હીલરનું લાયસન્સ લેવા માંગતા હજારો લોકોને રાહત મળે તેવી શક્યતા છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks