દિલધડક સ્ટોરી નારી વિશે લેખકની કલમે વૈવાહિક-જીવન

વિદેશમાં પરણેલી એક દીકરીના દર્દની કરુણતાભરી વાર્તા “ગુજ્જુ છોકરી”, વાંચવાનું ભૂલતા નહીં

નટખટ અને અલ્લડ આ છોકરી હતી. જેનું હદય સદાય મહાસાગરના મોજાની માફક ધબકતું હતું. જેની હાજરી લોકોને આકર્ષિત કરતી હતી. એની એક સ્માઈલથી કેટલાય હદયમાં જવારા ફૂટતા હતા. જાણે પહેલા મૌસમમાં પડેલા વરસાદના ટીપાંથી કુણું કુણું ઘાસ ઊગ્યું હોય.

Image Source

પરંતુ આજે અમદાવાદના ભવ્ય અને જાણીતા વિસ્તારમાં સુવર્ણ પેલેસમાં પોતાના બેડરૂમમાં સૂતી હતી. ખુલ્લા વાળ, મોંઘા પલંગમાં ઊંધી ઊંઘી હતી. આંખમાંથી આશું તકિયા ઉપર પડતા હતા. આજે સૂકી પડેલી નદીની જેમ તે કરમાઈ ગઈ હતી ને અચાનક તેની માતા પાછળ આવીને કહ્યું ” બેટા, ઈચ્છા !!!!!!! જો તો ખરી અમેરિકાની કોલેજમાંથી એડમિશન લેટર આવ્યો છે.” મમ્મીની વાત સાંભળીને ખુશ થવાને બદલે તે પોતે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.

Image Source

આ એજ અમેરિકા હતું જેના કારણે તે દુઃખી હતી. પોતાની દીકરીને જોઈને માતા પણ રડવા લાગી. દીકરી દુઃખી એટેલ આખો પરીવાર દુઃખી.

આજથી ત્રણ વર્ષ પહેલાં ઇચ્છાના લગ્ન શહેરના ગર્ભશ્રીમંત કુટુંબમાં કરવામાં આવ્યા હતા. દીકરીની ખુશી જોઈને ઘરના બધા ખુશ હતા. લગ્ન પછી ઇચ્છા પોતાના પતિ જોડે અમેરિકા રહેવા ચાલી ગઈ.

નવો દેશ, નવો વેશ બધું જ નવુ હતું. બસ એક તેનું હદય જ જૂનું હતું. પોતાના પતિ જોડે બહાર ફરવા જવું ,મન ગમતું ખાવું અનેક ઈચ્છાઓ તેના મનને હતી. ઇચ્છા ખૂબ જ સંસ્કારી દીકરી હતી. તેના પતિનો ખૂબ જ ખ્યાલ રાખતી હતી. તેની દરેક વાતનું પાલન કરતી. તેને જમાડીને જ જમતી હતી. જીવનની એક એક ક્ષણ ચાલતી જતી હતી.

પ્રેમ એટલે શું એ અહીં પતિના સાનિધ્યમાં જ ખબર પડી હતી. ક્યારેય પરપુરુષ સામે ત્રાસી નજરે પણ તેને જોયું ન હતું. પરંતુ જેમ જેમ દિવસો ગયા કે છ મહિનામાં તેના પતિનો રુઆબ બદલતો ગયો.

Image Source

ઈચ્છાના મન અને તનમાં તેને જરાય હવે રસ ન હતો. તેને જેટલી ચૂંથવી હતી એટલી ચૂંથી હતી. તેના પતિ આરવને થતું કે હવે આ મદિરા વગરની બોટલ છે. હવે તો તેને મારતો હતો. ઘરના લોકો પણ કઈ કહેતા નહિ. ક્યારેક તો તેના શરીર ઉપર પટ્ટાના નિશાન થઈ જતા.લોહિના ચુવારા ફૂટતા તો પણ તે પતિને જ માનતી. ઘરના લોકો પણ આરવને કઈ કહેતા ન હતા. હવે તો ઘરના બધા ફરવા જાય તો ઇચ્છાને ઘરમાં પુરી રાખવામાં આવતી. તે ક્યાંય ભાગી ના જાય માટે તેનો પાસપોર્ટ પણ જપ્ત કરી દેવામાં આવેલ જેથી તે ભાગી શકે નહીં.

આ ક્યાં ગુજરાત હતું કે અહીં કોઈ બચાવવા આવે. કે પછી જાતે જ પોતાના પિયરમાં ચાલી જાય. ફક્ત તેના બદનની નુમાઈશ કરી લેતો, એ પણ આરવની ઇચ્છા મુજબ. તેના ઉગતા અંગો સાથે તે ખેલ ખેલી લેતો હતો.

ઇચ્છા પણ હોશિયાર હતી. તેના પિતાએ પોતાની દિકરીમાં સંસ્કાર ભરેલા હતા. પીંજરામાં પુરાયેલી ઇચ્છાને હવે અહીંથી ઉડવું હતું. કામ કઠિન તો હતું પરંતુ અશક્ય ન હતું. વિદેશ જોવાના કોલ હવે પુરા થઈ ગયા. ઇચ્છાના મનની ઈચ્છા પણ પુરી થઈ ગઈ. હવે તો તેને પોતાના વતનની યાદ આવતી ત્યારે ધ્રુસકે ધ્રુસકે રડતી હતી. તેની આંખના આશું હવે લૂછનાર કોઈ ન હતું.

Image Source

એકદિવસ તેની પાડોશમાં રહેતા ફિરંગીને ઇચ્છા એ જોયો . બારી ખોલીને ઇચ્છાએ તેને કહ્યું ” plz, help me , give me a mobile” અને પોતાના પિતાને કોલ કર્યો દીકરીનો આવજ સાંભળતા જ એક પિતા દુઃખી થઈ ગયો ઘણા સમય પછી કોલ આવેલો. રડતા આવજે તેને પોતાના પિતાને વાત કરી. દીકરીની વાત સાભળીને જાણે દુઃખનો પહાડ પોતાના ઉપર આવી પડ્યો.

કોલ કટ થતા જ પોલીસ સ્ટેશનમાં જાણ કરી. ભારતીય પોલીસે અમેરિકા પોલીસનો કોન્ટેકટ કરેલ. આખરે દીકરી ઘરે આવી ગઈ. માટે જ સુખી ઘરની આ દીકરી આજે રડતી હતી.

જ્યારે તે અમદાવાદની એક ખાનગી કોલેજમાં ભણતી હતી ત્યારે જ તેને અમેરિકાની એક કોલેજમાં જવા એપ્લાય કરેલ જે લેટર ત્રણ વર્ષ પછી જવાબ આવ્યો હતો. હવે ઇચ્છાને ગુજરાતની સુગંધ પસંદ હતી અને તે અમેરિકા જવા માગતી ન હતી. પરંતુ તેના પિતા પણ ચાહત હતા કે કોઈ પણ સંજોગોમાં દીકરી પગભર થાય. પિતાની હિંમતથી તૈયાર થઈ. હવે તેમને વકીલનો કોન્ટેકટ કરેલો અને ઈચ્છાની જિંદગી વિશે વાત કરીને કેસ પણ કર્યો. આખરે ઈચ્છા ફરી એ શહેરમાં પહોંચી ગઈ જ્યાંથી તે આવી હતી. અહીં આગળ કોલેજ કરવા લાગી. અને નોકરી પણ કરવા લાગી. ખૂબ નામ પણ તે શહેરમાં કમાઈ ચુકી હતી. તેના ડિવોર્સ પણ થઈ ગયા .

Image Source

જીવનમાં લગ્ન ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો. બસ એના મનમાં એક જ સંકલ્પ કરેલો કે મારા જેવી પરિસ્થિતિવાળા અને દુઃખી લોકોને મદદ કરવી..

બસ.. ત્યારથી જ આ ગુજ્જુ છોકરી આજે પણ અમેરિકામાં લોકોને મદદ કરે છે. દુઃખી લોકોની સેવા કરે છે. તેની જેમ પીંજરામાં પુરાયેલી સ્ત્રીઓની હિંમત બને છે…

ધન્ય છે મારી આ ગુજરાતની દીકરીને.. ધન્ય ધન્ય ગરવી ગુજરાત..
Author: મયંક પટેલ GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.