ખબર રસોઈ

“આવો માણીએ ઉત્સવ સ્વાદનો!”, મુંબઈમાં યોજાવા જઈ રહ્યો છે સૌથી મોટો ગુજરાતી ફૂડ ફેસ્ટિવલ, વાંચો સમગ્ર માહિતી

ગુજરાતી એટલે ખાણીપીણીના શોખીન! કહેવાય છે કે દુનિયાના કોઈપણ ખૂણે વસતા ગુજરાતીઓનો ખાવા માટેનો શોખ કોઈપણ ઉંમરે આથમતો નથી. ત્યારે એવા જ ફૂડ રસિકો માટે પહેલી વાર મુંબઈમાં યોજાવવા જઈ રહ્યો છે સૌથી મોટો ગુજરાતી ફૂડ ફેસ્ટિવલ.

આ ફૂડ ફેસ્ટવિલ માત્ર ખાણીપીણી માટે જ નહિ પરંતુ ગુજરાતની કેટલીક પારંપરિક બાબતો સાથે પણ તમને જોડવા જઈ રહ્યું છે. દેશમાં ગુજરાતના ફૂડ અને ગુજરાતીઓ વિશે એવી માન્યતા છે કે “ગુજરાતી તો ગળ્યું જ ખાવાના શોખીન હોય!!” પરંતુ તેમની આ માન્યતાને આ ફૂડ ફેસ્ટિવલ ખોટી પાડવા જઈ રહ્યું છે. આ ફૂડ ફેસ્ટિવલ દ્વારા એક પેઢીને બીજી પેઢી તરફ લઈ જવાનો પણ મુખ્ય ઉદેશ રહેલો છે. ત્યારે તમે પણ આ ઉત્સવનો ભાગ બની સૌથી મોટા ગુજરાતી ફૂડ ફેસ્ટિવલમાં જોડાઈ શકો છો.

તા.10-11-12 જાન્યુઆરીના રોજ આ ફૂડ ફેસ્ટવિલ યોજાશે તેમાં ફૂડ સ્ટોલની સાથે બીજા પણ ઘણા આયોજનો થવા જઈ રહ્યા છે તેની એક ઝલક નિહાળીએ.

ગુજરાતની અધિકૃત ખાણીપીણી:
ગુજરાતીઓ પાસે અઢળક અધિકૃત ખાણીપીણી છે જેના ઉપર ગુજરાતી ફૂડનું લેબલ લાગેલું છે. આવી જ ખાણીપીણીની વસ્તુઓ આ ફૂડ ફેસ્ટિવલમાં સામેલ કરવામાં આવશે. જેની અંદર ગુજરાતના ખૂણામાં પણ વસતા પ્રખ્યાત ફૂડનો સમાવેશ કરવામાં આવશે.

ગુજરાતી શેરી ફૂડ:
ગુજરાતમાં કેટલાક શહેરની કેટલીક ગલીઓ એવી છે જ્યાં પ્રખ્યાત વસ્તુઓ મળતી હોય છે. રાત્રે 12 વાગે કે પછી નવરાત્રીનો સમય હોય આવી શેરીઓમાં રહેલી ખાણીપીણીનો ચટાકો દરેક ગુજરાતી માણતો હોય છે. ત્યારે આ ફૂડ ફેસ્ટિવલમાં આવા સ્ટ્રીટ ફૂડનો પણ સમાવેશ કરવામાં આવશે.

ફૂડ વર્કશોપ:
આ સૌથી મોટા ગુજરાતી ફૂડ ફેસ્ટવિલની અંદર ફૂડ વર્કશોપ પણ યોજાવવા જઈ રહી છે. આ વર્કશોપની અંદર ગુજરાતી ફૂડ અને અલગ અલગ ચટણી તેમજ ફરસાણ બનાવતા પણ શીખવવામાં આવશે. જો તમને હજુ પણ ગુજરાતી ફૂડની કેટલીક વાનગીઓ બનવતા નથી આવડતું તો આ ફૂડ ફેસ્ટિવલ તમારા માટે બહુ જ ઉપયોગી સાબિત થશે.

ગુજરાતી સિનેમાની પ્રખ્યાત હસ્તીઓ:
આ આગાઉ પણ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ જેવા મહત્વપૂર્ણ આયોજનો કરવામાં આવ્યા છે જેમાં ગુજરાતી સિનેમાના નામી કલાકારોને એવોર્ડ આપવામાં આવ્યા હતા. આગામી વર્ષ 2020માં સૌથી મોટ્ટા ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરી ગુજરાતી સિનેમાની કેટલીક પ્રખ્યાત હસ્તીઓ પણ આ ફૂડ ફેસ્ટિવલની મુલાકાત લેવાની છે. ત્યારે આ ફૂડ ફેસ્ટિવલ એક અલગ જ આકર્ષણનું કેન્દ્ર બની જશે.

ગુજરાતી લોકનૃત્ય અને સંગીત:
ગુજરાત તેના લોકનૃત્ય અને તેના સંગીતના કારણે પણ ખુબ વખણાય છે. ત્યારે આ ફૂડ ફેસ્ટિવલની અંદર તમને ગુજરાતી પરમ્પારિક લોકનૃત્ય અને સંગીતનો આનંદ પણ માણવા મળવાનો છે.

ગુજરાતી થીમ:
આ સમગ્ર ફૂડ ફેસ્ટવિલની અંદર તમને અલગ અલગ ગુજરાતી થીમનો આનંદ પણ માણવા મળશે. જેની અંદર તમને કચ્છી ભૂંગા, પતંગ, આર્ટ & ક્રાફટ વગેરે થીમ જોવા મળશે.

જયારે એક તરફ આખી દુનિયા નોનવેજ અને પિઝા બર્ગર તરફ આકર્ષાઈ રહી છે ત્યારે ગુજરાતની પરમ્પારિક ખાણીપીણી દુનિયા સામે અલગ ઉભરી આવે છે. આ ફૂડ ફેસ્ટિવલ દ્વારા શુદ્ધ શાકાહારી ખાવામાં પણ આટલી વિવિધતા હોઈ શકે એ દુનિયા સમક્ષ જાહેર થવા જઈ રહ્યું છે ત્યારે આપણે પણ આ ગુજરાતી ફૂડ ફેસ્ટિવલમાં જોડાઈ અને ગુજરાતની ગરિમામાં વધારો કરીએ.

તારીખ અને સ્થળ નોંધી લો:
10-11-12 જાન્યુઆરી
SAPTAH(BMC) ગ્રાઉન્ડ, મહાવીર નગર, કાંદિવલી વેસ્ટ, મુંબઈ.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.