જાણવા જેવું પ્રવાસ

શું તમે ગુજરાતમાં આવેલું મીની કાશ્મીર જોયું? 2 દિવસનો સમય હોય તો અહીંયા પ્રવાસનો પ્લાન કરી વિઝીટ કરી લો

ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારામાં પ્રવાસીઓને અને ફરવાના શોખીનો માટે આકર્ષક જગ્યા છે. અહીં છેલ્લા કેટલાક વર્ષોથી દર વર્ષે ચોમાસાની ઋતુમાં મોનસૂન ફેસ્ટિવલનું આયોજન પણ કરવામાં આવે છે. મોનસૂન ફેસ્ટિવલમાં ઝરમર વરસાદ વચ્ચે એક્ઝિબિશન, એડવેન્ચર, સાંસ્કૃતિક કાર્યક્રમો, ફૂડ ફેસ્ટિવલ, રમતગમત, પ્રતિયોગિતાઓ અને ફ્લેશ મોબ જેવા કાર્યક્રમો પ્રવાસીઓને આકર્ષે છે, સાથે જ બોટિંગ અને રોપ-વેનો આનંદ પણ ઉઠાવી શકાય છે.

આ ફેસ્ટિવલ એક મહિના સુધી ચાલે છે. જો કોઈ પહાડો વચ્ચે જઈને વરસાદનો આનંદ માણવા માંગતું હોય તો તેમને આ ફેસ્ટિવલની મુલાકાત અચૂકથી લેવી જોઈએ.

હિલસ્ટેશનના રૂપ થયો છે સાપુતારાનો વિકાસ

સાપુતારાનો એક આયોજનબદ્ધ હિલ સ્ટેશનના રૂપમાં વિકાસ કરવામાં આવ્યો છે.  જ્યાં પર્યટન વિભાગના 24 કલાક ચાલનારા સૂચના કેન્દ્ર છે. તેના સિવાય ગુજરાત પર્યટન વિભાગનું ગેસ્ટ હાઉસ, ગાર્ડન, સ્વિમિંગ પૂલ, બોલ ક્લબ, ઓડિટોરિયમ, રોપ વે અને સંગ્રહાલય પણ છે.

અહીંનું તાપમાન ઉનાળામાં મહત્તમ 32 ડિગ્રી સેલ્સિયસ અને લઘુતમ 27 ડિગ્રી સેલ્સિયસ થાય છે જયારે શિયાળામાં મહત્તમ 16 ડિગ્રી સેલ્સિયસ અને લઘુતમ 10 ડિગ્રી સેલ્સિયસ જાય છે. ચોમાસાની ઋતુમાં અહીં વાર્ષિક 255 સેન્ટિમીટર વરસાદ નોંધાય છે. આ જ કારણ છે કે દર વર્ષે અહીં સાપુતારામાં મોનસૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે.

સાપુતારા ગુજરાતનું એકમાત્ર હિલસ્ટેશન

સાપુતારા ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે, જે દરિયાઈ સપાટીથી 3,000 ફીટની ઊંચાઇએ આવેલું છે. આ હિલ ગુજરાત અને તેના આસપાસના વિસ્તારોમાં આ હિલસ્ટેશન ખૂબ લોકપ્રિય છે. તે પશ્ચિમ ઘાટના ડાંગ જંગલ વિસ્તાર વચ્ચે એક સપાટ વિસ્તારમાં આવ્યું છે, જે સહ્યાદ્રી પર્વતમાળાનો ભાગ છે. એવું માનવામાં આવે છે કે તે સાપના નિવાસસ્થાન ઉપર સ્થિત છે. અહીંનો સ્થાનિક સમુદાય હોળીના દિવસે સર્પગંગા નદીના કાંઠે સાપોની તસ્વીરોની પૂજા કરે છે.

આઠ વર્ષોથી થઇ રહ્યો છે મોનસૂન ફેસ્ટિવલ 

ગુજરાત પર્યટન નિગમના જણાવ્યા અનુસાર છેલ્લા આઠ વર્ષોથી સાપુતારામાં મોનસૂન ફેસ્ટીવનું આયોજન કરવામાં આવે છે. જે સાપુતારાની સુંદર વર્ષા ઋતુનો આનંદ માણવા માટે પર્યટકોને પ્રોત્સાહિત કરે છે. આ ઉત્સવ દરમ્યાન ઘણા જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

આ ફેસ્ટિવલ દરમ્યાન પર્યટકોને અપુત્ર લેક, ગાંધી શિખર, ઇકો પોઇન્ટ, વેલી વ્યુ પોઇન્ટ, ગીર, ગિરમાળ અને માયાદેવી જળપ્રપાત, શબરીધામ, પંપા સરોવર, પાંડવ ગુફા, ઉનાઈ મંદિર, સીતવન, રતજ પ્રાપ, ધૂપગઢની નજીક ત્રિધારા, હતગઢ કિલ્લો, વન નર્સરી, અને આદિવાસી સંગ્રહાલયના ગાઇડેડ ટૂર પર લઇ જવામાં આવે છે.

પ્રવાસીઓ માટે બની ગયું છે મહત્વપૂર્ણ સ્થળ

પર્યટનને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે અહીં મોનસૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે, જેથી સાપુતારાને એક હિલ સ્ટેશનના રૂપમાં પ્રોત્સાહન મળે અને પ્રવાસીઓને આ વિષે જાણકારી મળે કે અહીં ઘણા બધા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક આકર્ષણ છે. મોનસૂન ઉત્સવને કારણે સાપુતારા હવે નાગપુર, પૂણે, મુંબઈ અને નાસિક જેવા નજીકના શહેરોના પર્યટકો માટે મહત્વનું સ્થળ બની ગયું છે.

મોનસૂન ફેસ્ટિવલ દરમ્યાન સ્થાનીય ડાંગના લોકોને દેશ-વિદેશના લોકો સાથે મળવાનો મોકો મળે છે તથા તેમના માટે રોજગારના અવસર પેદા થાય છે. આ દરમ્યાન કેટલાક એવા સાંસ્કુતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે કે જેનાથી પ્રવાસીઓને સ્થાનીય જનજાતિની જીવનશૈલીની જાણકારી મળે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી અનેક પર્યટન માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.