અજબગજબ ખબર દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક

ગુજરાતને પણ મળી એક રાનુ મંડલ, સોશિયલ મીડિયામાં તેના વિડિઓ મચાવી રહ્યા છે ધૂમ, જુઓ વિડિઓ કોણ છે આ ભીખ માંગી જીવન વિતાવતી સ્ત્રી ?

આજે આખા દેશમાં રાનુ મંડલ છવયેલી છે. રાનુ ના પ્રસિદ્ધ થયા બાદ કેટલાય લોકો દશભરમાંથી ટેલેન્ટ બહાર લાવવા લાગ્યા છે. પરંતુ જ્યાં સુધી કિસ્મત સાથ ના આપે ત્યાં સુધી ક્યારેય પ્રસિદ્ધિ મળતી નથી. રાનુ મંડલ પણ ઘણા વર્ષોથી પોતાના પેટનો ખાડો પૂરવા માટે રેલવે સ્ટેશન ઉપર ગીતો ગાતી રહી. પરંતુ તેના કિસ્મતનો ચમકવાનો સમય આવ્યો ત્યારે આખો દેશ તેનો ચાહક બની ગયો. રેલવે સ્ટેશનથી શરૂ થયેલી સફર બૉલીવુડ સુધી પહોંચી ગઈ.

Image Source

તાજેતરમાં એક ગુજરાતી મહિલાનો વિડિઓ પણ ખુબ જ ચર્ચામાં આવ્યો છે. તેનો આવાજ સાંભળીને લોકો મંત્રમુગ્ધ થઈ રહ્યા છે. કેટલાક લોકોનું એમ પણ કહેવું છે કે “આ મહિલાનો અવાજ તો રાનુ મંડલના અવાજને પણ ભુલાવી દે તેવો છે.”

કોણ છે આ મહિલા ? અને એવો કેવો જાદુ આ મહિલાના અવાજમાં છે ? કેવી રીતે તે સોશિયલ મીડિયામાં છવાઈ ગયા ? કોને તેમને પ્રસિદ્ધ કર્યા ? એ આજે તમને અમે જણાવીશું.

જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના કતકપરા ગામના એક ઝૂંપડામાં રહેતી મહિલા ભીખ માંગી પોતાનું જીવન વિતાવતી હતી. આ મહિલાનું નામ છે ચંદ્રાબહેન પરમાર. પણ હાલતો ચંદ્રાબેન ગુજરાતી રાનુ મંડલ તરીકે પ્રસિદ્ધિ પામી રહ્યા છે.

ચંદ્રાબેન વાદી જ્ઞાતિમાંથી આવે છે. ભગવાને તેમને એટલો સુરીલો કંઠ આપ્યો છે કે જયારે તેઓ ભજન ગાવાનું શરૂ કરે ત્યારે લોકોના પગ ઘડીભર માટે થંભી જાય છે. તેમના કોકિલ કંઠની પ્રશંશા લોકો કરે છે. જુના ભુલાય લોકગીતો અને ભજનોનો સુર એ રીતે રેલાવે છે કે સાંભળનાર સૌ કોઈ એક અલગ જ અનુભવ કરે છે.

ચંદ્રાબેન ભાવનગર પહોંચ્યા ત્યાં તેમને ગાતા સાંભળી દિનેશભાઇ બોરીચા નામના એક પોલીસ જવાને તેમનો વિડિઓ બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો અને પછી તો ચંદ્રાબેનનો અવાજ લોકોને એટલો ગમ્યો કે એ વિડિઓ જોત જોતામાં વાયરલ થઈ ગયો. અને ચંદ્રાબેન ગુજરાતી રાનુ મંડલ તરીકે પ્રખ્યાત થઈ ગયા.

Image Source

ઉપલેટા ખાતે આવેલા લોક સ્ટુડીઓમાં જાણીતા કલાકાર માલદે આહીરે અને લોક સ્ટુડીઓએ ચંદ્રાબેનને બોલાવી તેમનું સન્માન કર્યું હતું.  તેમના સોરઠી આવાજને વધુ માંજવા અને લોક ગાયકીની તાલીમ આપવા માટે ઘણા લોકો તૈયારી બતાવી રહ્યા છે.

જુઓ ચંદ્રાબેનની ગાયકીને, તમે પણ બે ઘડી વિચારમાં પડી જશો, આવો અદભુત અવાજ સાંભળી.

માલદે આહીર દ્વારા ચંદ્રાબેન જોડે લેવાયેલો વિડિઓ :

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.