બાપ રે બાપ, અમેરિકામાં 23 વર્ષિય ગુજરાતી યુવકે કરી નાના, નાની અને મામાની હત્યા…ગોળી મારી ઉતાર્યા મોતને ઘાટ

ગુજરાત સહિત દેશ-વિદેશમાં ઘણી હત્યાની ચોંકાવનારી ઘટનાઓ સામે આવે છે, જેમાં અનેક કારણો હોય છે. ત્યારે હાલમાં એક ગુજરાતી યુવક કે જે અમેરિકામાં રહેતો હતો તેણે તેના સગા મામા, નાના અને નાનીની ગોળી મારીને હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

આ 23 વર્ષિય યુવકે પોઇન્ટ બ્લેન્ક રેન્જથી તેના મામા-નાના-નાનીની ગોળી મારી હત્યા કરી હતી. ઘટનાને પગલે તાત્કાલિક પોલીસ પણ દોડી આવી હતી અને યુવકની ધરપકડ કરી હતી. આરોપી યુવકના નાના ગુજરાત પોલીસમાંથી પીઆઇ તરીકે નિવૃત્ત થયા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ, ગુજરાત પોલિસમાં ફરજ બજાવતા દિલીપભાઇ બ્રહ્મભટ્ટની દીકરીના લગ્ન વિદેશમાં થયા હતા અને તેણે દીકરા ઓમને જન્મ આપ્યો હતો. જો કે, બાદમાં તેના છૂટાછેડા થતા પુત્ર યશ અભ્યાસ બાદ અમેરિકામાં સ્થાયી થયો હતો.

આ દરમિયાન દિલીપભાઇ અને તેમના પત્ની પણ અમેરિકામાં પુત્ર યશ પાસે આવતા જતાં રહેતા. મામા ભાણિયો અમેરિકામાં સેટ થાય એટલે તેને સાથે લઇ ગયા હતા. જો કે, ઓમ ડ્રગ્સના રવાડે ચડી ગયો હોવાનું સામે આવ્યુ છે.

Shah Jina