USAમાં વધુ એક ગુજરાતીની હત્યા: અપહરણ કરીને 1 લાખ ડોલર અથવા 70 કિલો ડ્રગ્સની કરી હતી માંગણી, આપવાની હા પાડી છતાં મારીને નદીમાં ફેંકી દીધો.. જાણો સમગ્ર મામલો

અમેરિકા ગયેલા અમદાવાદના યુવકની અપહરણ બાદ કરી દેવામાં આવી હત્યા, લાશને ફેંકી દીધી નદીમાં, રૂંવાડા ઉભા કરી દેનારો મામલો

Gujarati Youth Killed In USA : છેલ્લા ઘણા સમયથી વિદેશની અંદર ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓની હત્યાના મામલાઓ સતત સામે આવી રહ્યા છે, કોઈની ધોળા દિવસે લૂંટના ઈરાદે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવે છે, તો કોઈનું અપહરણ કરીને હત્યા કરી દેવામાં આવતી હોય છે. છતાં પણ આજે આપણા દેશમાં ઘણા લોકોને વિદેશ જવાનું ઘેલું લાગ્યું છે.

ત્યારે હાલ વધુ એક ગુજરાતીની હત્યાએ લોકોના રૂંવાડા ઉભા કરી દીધા છે.આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ અમદાવાદના હિરેન ગજેરાનું 3 જૂનના રોજ દક્ષિણ અમેરિકાના ઇકવાડોર દેશના એલ એમ્પાલમે શહેરમાંથી ત્રણ જૂને કેટલાક કોલંબિયન ત્રાસવાદીઓ અપહરણ કરી લઈ ગયા હતા.

(પ્રતીકાત્મક તસવીર)

યુવકના અપહરણ બાદ તેના પરિવાર પાસેથી 1 લાખ યુએસ ડોલર અથવા 70 કિલો ડ્રગ્સની ખંડણી પણ માંગવામાં આવી હતી. જેના બાદ નેગોશિયન કરવામાં આવ્યું અને આરોપીઓ 20 હજાર યુએસ ડોલર લેવા માટે તૈયાર થયા. આ રકમ લઈને યુવકની પત્નીને એકલી જ આવવા માટેની શરત મુકવામાં આવી હતી.

(પ્રતીકાત્મક તસવીર)

પરંતુ ત્રાસવાદીઓએ હિરેનની હત્યા કરીને લાશને નદીમાં ફેંકી દીધી હતી. હિરેને વર્ષ 2006થી 2014ના સમય દરમિયાન એલ એમ્પાલમે શહેરમાં સાગના લાકડાના એક્સપોર્ટનો બિઝનેશ પણ વિકસાવ્યો હતો, તે બાદ તે છેલ્લા 8 વર્ષથી અમદાવાદમાં શિફ્ટ થયો હતો. ગત વર્ષે માર્ચ 2022માં તે ઇક્વાડોર પરત ફર્યો હતો અને 3 જૂને તેમના એક મિત્રના પિતાના જન્મદિવસમાં ગયો હતો. જેના બાદ તેનું અપહરણ થયું.

Niraj Patel