વિદેશમાં વધુ એક ગુજરાતીનું મોત…રોડ ક્રોસ કરવા જતાં ગુજરાતી યુવક પર ફરી વળી એક પછી એક અનેક કારો- મળ્યુ દર્દનાક મોત

અમેરિકામાં હિટ એન્ડ રનની ઘટનામાં ગુજરાતી યુવકનું મોત,મૃતદેહને વતનમાં પણ નહીં લાવી શકાય, તસવીરો જોઈને તમારું હૈયું ફાટી જશે

Gujarati Youth Died in America : ઘણીવાર વિદેશમાંથી ગુજરાતીઓ કે ભારતીયોના મોતની ઘટનાઓ સામે આવે છે, જેમાં રહસ્યમયી મોત સાથે સાથે હત્યા અને અકસ્માત જેવી ઘટનાઓ પણ સામેલ હોય છે. ત્યારે હાલમાં પાટણના એક યુવકનું અમેરિકામાં કરુણ મોત નિપજ્યું. 24 વર્ષીય દર્શીલ ઠક્કરનું રોડ ક્રોસ કરવા જતાં અકસ્માતમાં મોત થયુ હોવાનું સામે આવ્યુ છે.

રોડ ક્રોસ કરવા જતા મળ્યુ મોત
દર્શીલ રેડ સિગ્નલ હતું ત્યારે રોડ ક્રોસ કરી રહ્યો હતો પણ આ દરમિયાન ગ્રીન સિગ્નલ થતા તેના પર એક પછી એક 14 ગાડીઓ ફરી વળી અને તેને કારણે તેનું કમકમાટી ભર્યું મોત નિપજ્યુ. આ અકસ્માતની ઘટના હ્યુસ્ટનમાં બની હતી. દર્શીલને અકસ્માત બાદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો પણ તેને બચાવી ન શકાયો. દર્શીલ ગુજરાતના પાટણનો રહેવાસી હતો અને તે અમેરિકા ટુરિસ્ટ વિઝા પર ફરવા ગયો હતો.

એક પછી એક 14 ગાડીઓ ફરી વળી
જો કે, તેના મોતના સમાચાર પરિવારને મળતા તેમના પર તો આભ ફાટી પડ્યું હતું. આ ઘટનામાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે, યુવકનો મૃતદેહ એટલી હતે ક્ષતિગ્રસ્ત થયો છે કે તેને ભારત લાવવો શક્ય નથી અને એટલે જ તેના અંતિમ સંસ્કાર અમેરિકામાં કરવામાં આવશે તેવું મીડિયા અહેવાલો અનુસાર સામે આવ્યુ છે.

ટુરિસ્ટ વિઝા પર ગયો હતો મૃતક
તેના પરિવારે પીએમઓ ઉપરાંત સી.એમ ભૂપેન્દ્ર પટેલ અને સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતને મૃતદેહ ભારત લાવવા રજૂઆત કરી હતી અને આ મામલે સરકારનો સહકાર પણ મળ્યો પણ અમેરિકાના ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે દર્શિલનો મૃતદેહ ભારત લઇ જઈ શકાય તેવી હાલતમાં નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, દર્શિલ ટુરિસ્ટ વિઝા પર અમેરિકા ગયો હતો અને તે સપ્ટેમ્બર મહિનામાં ભારત પરત આવવાનો હતો.

Shah Jina