કેનેડામાં ગુજરાતી યુવકનું શંકાસ્પદ મોત! ગુમ થયેલા વિશય પટેલનો મૃતદેહ મળી આવ્યો, ડિટેઇલ વાંચીને રુવાડા ઉભા થઇ જશે
છેલ્લા ઘણા સમયથી વિદેશમાંથી ગુજરાતીઓ કે ભારતીયોના મોતની ઘણી ઘટનાઓ સામે આવી છે. ત્યારે હાલમાં કેનેડામાંથી વધુ એક ગુજરાતીના મોતની ઘટના સામે આવતા ચકચારી મચી ગઇ છે. મેનિટોબા પ્રોવિન્સના બ્રેન્ડન સિટીમાં રહેતા ગુજરાતી યુવક વિષય પટેલ 15 જૂને રાત્રે ઘરેથી ક્યાંક ચાલ્યો ગયો હતો અને તે બાદ તેના 16 જુલાઈએ સવારે ગુમ થવાની ફરિયાદ નોંધાવાઇ હતી.
જો કે, સ્થાનિક પોલીસે તપાસ કરતાં વિષય છેલ્લે ડિસ્કવરી સેન્ટર એરિયામાં જોવા મળ્યો હતો અને પોલીસે આ વિસ્તારમાંથી પસાર થતી નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું તો 18 જૂનના રોજ વિષયના પરિવારના સભ્યોને અસિનેબોઈન નદી પર આવેલા હાઈવે 110 બ્રિજ નજીકથી વિષયના કપડાં મળી આવ્યા. તે પછી આ વિસ્તારમાં પણ પોલીસે સર્ચ ઓપરેશન ચલાવ્યુ અને આખરે નદીમાંથી એક મૃતદેહ મળી આવ્યો જે કોનો છે તે અંગે હાલ તો કોઈ જાણકારી નથી,

પણ આ મૃતદેહ વિષયનો હોવાનું મનાય છે અને પોલીસે આ કેસમાં મૃતકની હત્યાની શક્યતાને નકારી દીધી છે. બ્રેન્ડન પોલિસે વિષય પટેલના ગુમ થવા અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ મૂકી હતી. જણાવી દઇએ કે, વિષય પટેલને શોધવા તેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી પોલીસે જનતાની મદદ માગી હતી. વિષય ગુજરાતનો છે પણ હાલ કોઈ ચોક્કસ માહિતી નથી કે તે ક્યાનો છે. જો કે, તે આણંદની આસપાસ હોવાનું મનાઈ રહ્યું છે.
વિષયના ઈમિગ્રેશન સ્ટેટસ વિશે પણ કોઇ માહિતી હજુ પોલીસે જાહેર કરી નથી. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાંથી કેનેડા જતાં વિદ્યાર્થીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે તો બીજી બાજુ વિદ્યાર્થીઓના પાણીમાં ડૂબીને અથાવ તો પછી હત્યા કે પછી કોઇ અન્ય કારણોસર થતા મોત ચિંતાન વિષય છે.