આ ગુજરાતી યુવકે તો કેનેડામાં કરાવી ફજેતી, ગ્રોસરી સ્ટોરમાં ‘સ્કેમ’ કરવાની શીખવાડી રીત; જાણીને મગજ ચકરાઈ જશે, જુઓ

કેનેડામાં એક ગુજરાતી યુવકે ગ્રોસરી સ્ટોરમાં જઈને એવું કૃત્ય કર્યું કે લોકો તેના પર ફીટકારની લાગણી વરસાવી રહ્યા છે. આ યુવકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે કઈ રીતે મોંઘી વસ્તુ સસ્તામાં ખરીદી શકાય તેનો જુગાડ બતાવી રહ્યો છે જો કે આ પ્રકારનું કામ કરનારા લોકોની કેનેડામાં કોઈ જગ્યા નથી તેવું કહીને લોકો તેના પર ફીટકાર વરસાવી રહ્યા છે.

વીડિયોમાં યુવક ગુજરાતીમાં વાત કરતો દેખાઇ રહ્યો છે અને તે એવી ટ્રીક બતાવી રહ્યો છે કે જેને કારણે તેની ફજેતી થઈ રહી છે. વીડિયોમાં તે સફરજનના પ્રાઈસ ટેગની હેરફેર કરતો જોવા મળી રહ્યો છે.જો કે આ યુવકે ખોટું કર્યુ હોવાનું પોતાને ભાન થતાં તેણે વીડિયો ડિલિટ કરી નાખ્યો હતો. પરંતુ આ પહેલા જ વીડિયો લોકો સુધી પહોંચી ગયો અને હવે ડિલિટ થઈ ગયેલો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

યુવક વીડિયોમાં સસ્તામાં મોંઘા સફરજન કઈ રીતે ખરીદી શકાય તેની ટ્રીક બતાવી રહ્યો છે. તે મોંઘા સફરજન પર સસ્તા સફરજનનું સ્ટીકર લગાવીને રૂપિયા બચાવવાની વાત કરે છે. યુવક 2.49 ડૉલર અને 3.49 ડૉલરના સફરજનનું સ્ટીકર બદલી નાખે છે. લોકો તેના પર ફિટકાર વરસાવી રહ્યા છે.

Shah Jina