2 દિવસ બાદ અમદાવાદના હર્ષ પટેલની લાશ કૅનૅડામાંથી મળી, શું આ કારણે થયું તેનું મોત ? જાણો સમગ્ર મામલો

વિદેશની અંદર વસવાટ કરી રહેલા ઘણા બધા ગુજરાતીઓના મોતની ખબરો સતત સામે આવતી રહે છે. ક્યાંક કોઈની લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવે છે તો કોઈનો અકસ્માતમાં જીવ ચાલ્યો હતો હોય છે. હાલ પણ એક એવી જ ખબરે ચકચારી મચાવી હતી. જેમાં કેનેડા અભ્યાસ કરવા માટે ગયેલા અમદાવાદના હર્ષ પટેલની લાશ રહસ્યમય સંજોગોમાં મળી આવતા જ ચકચારી મચી ગઈ હતી.

મૂળ અમદાવાદનો રહેવાસી 26 વર્ષીય હર્ષ પટેલ 4 મહિના પહેલા જ કેનેડા અભ્યાસ કરવા માટે ગયો હતો. તે બે દિવસથી ગુમ હતો અને ગત શુક્રવારના રોજ તે પોતાના એક મિત્રના ઘરે એસાઇમેન્ટનું વર્ક કરવા માટે જાઉં છું તેમ કહીને નીકળ્યો હતો. પરંતુ શનિવાર સુધી તે પાછો ન આવતા અને તેનો ફોન પણ સતત બંધ આવતા તેના મિત્રોએ પોલીસને આ મામલે જાણ કરી હતી.

હર્ષ જે મિત્રના ઘરે એસાઇમેન્ટના કામ માટે ગયો હતો ત્યાં તે પહોંચ્યો ના હોવાની જાણકારી મળી હતી, જેના બાદ પોલીસ હર્ષેને શોધવામાં લાગી ગઈ હતી. હર્ષ ટોરેન્ટોની જ્યોર્જ બ્રાઉન કોલેજમાં એમબીએનો અભ્યાસ કરી રહ્યો હતો. ત્યારે હર્ષને શોધી રહેલી પોલીસને તેની લાશ મળી આવી હતી. આ અંગે હર્ષના પરિવારને પણ જાણ કરતા બધા જ આઘાતમાં આવી ગયા હતા. ત્યારે એ સવાલ પણ ઉભો થયો હતો કે હર્ષનું મોત ક્યાં સંજોગોમાં થયું છે ?

પોલીસને હજુ પણ હર્ષના મોત અંગેનું સાચું કારણ નથી મળી રહ્યું. પરંતુ મીડિયા રિપોર્ટ અનુસાર હર્ષનું મોત ડૂબી જવાના કારણે થયું હોવાનું સામે આવી રહ્યું છે. અમદાવાદમાં રહેલા હર્ષના પરિવાર માટે પણ આ ખબર વજ્રઘાત સમાન છે. હર્ષના મોતના સમાચાર સામે આવ્યા બાદ તેના કાકા ઉપેન્દ્ર પટેલ કેનેડા જવા માટે રવાના થયા. જ્યાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેના પાર્થિવ દેહને ભારત લાવવામાં આવશે. જેના માટે 12થી15 દિવસ જેટલો સમય પણ લાગી શકે છે.

Niraj Patel