લેખકની કલમે

સપના – એક એવી દીકરીની કહાની, જેનો ઉછેર એના પિતાએ ખુદ માં બની કર્યો છે, આજે જ વાંચો આ અદભૂત સ્ટોરી …

શહેર ના ગાંડા ટ્રાફિક ના અંધાધૂન વાહનો ભરેલ રસ્તા ની ફૂટ પારી પર સપના , પોતાના વિચારો માં ખોવાયેલ ચાલતી હતી….

ટાઈટ જીન્સ , ક્રોપ ટોપ, અંદર છુપાયેલ પતલી કમર, ગોરો રંગ , ઊંચી હાઈટ , લાંબા હાથ અને એ બ્રેસલેટ અને ટાઈટન ની ઘડિયાળ થી સજ્જ…….છુટા બ્રાઉન હાઇલાઇટ વાળા મીડીયમ લાંબા વાળ….

જાણે કોઈ પાર્ટી માંથી આવતી હોય, રાત ના દસ વાગ્યા હતા , સ્ટ્રીટ લાઇટ ના આછા અંજવાળા માં આંખો માં આછા પાણી લઈ એ ચાલતી હતી , ચાલતા ચાલતા એ યાદો માં ખોવાઈ.

સપના નવમા ધોરણ માં હતી ,જ્યારે એની મા નું અવસાન થઈ ગયું હતું ,લાંબી બીમારી થી પીડાતી મા ના અવસાન બાદ સપના પેહલા ગુમસુમ અને ધીરે ધીરે સમય જતાં બિલકુલ કેરફ્રી ,બિન્દાસ બની ગઈ. પિતા દીકરી ને સારું જીવન દેવા પૈસા કમાવા માં જોડાઈ ગયા, અને દીકરી ને પિતા ની છત્ર છાયા અને પ્રેમ ઓછો પડવા લાગ્યો .

સપના મોટી થઈ ત્યાં સુધી હાલત એ થઈ કે બાપ દીકરી એક જ ઘર માં તો રહેતા ,પણ અલગ અલગ જીવન જીવતા, સાથે રહેતા પણ એક બીજા ના સાથ વિના જીવતા .

પિતા જયારે દીકરી ને સમજાવા કે હક જતાડવા જતા ત્યારે સપના કહેતી ,”જયારે જરૂર હતી ત્યારે તો હાજર નહતા ,હવે ખોટો હક જતાડવા ની કોશિશ પણ ન કરતા.”

સપના ના પિતા જગદીશ ભાઈ ને આ સાંભળી દુઃખ તો થતું પણ કહે કોને? સપના પણ કાંઈ સમજવા કે સાંભળવા તૈયાર નહતી.અચાનક સપના ને હોર્ન નો અવાજ સંભળાયો ,એને જાણ્યું કે ચાલતા ચાલતા એ ફૂટપારી માંથી રોડ પર આવી પહોંચી હતી ,એને હોર્ન વગાડતી કાર ના વાહનચાલક ને સોરી કહ્યું અને ફરી રોડ ની સાઈડ માં આવી પહોંચી.

કાર માં થી એક વ્યક્તિ બોલ્યો ,”મરવું છે કે શું ?” એ સાંભળી કાવ્યા ને થોડા કલાક પેહલા ઘટિત થયેલ એ વાત ને ફરી યાદ કરી.

સપના એના ફ્રેન્ડ ના ફ્રેન્ડ ની બર્થડે પાર્ટી માં ગઈ હતી , સાંજ ના છ વાગ્યા હતા, પાર્ટી શરૂ થવા ને હજુ સમય હતો, બધા ફ્રેન્ડ્સ બહાર ચિટ ચેટ કરતા હતા , ત્યાં ઘર માંથી કોઈ ની ચીસ નો અવાજ આવ્યો ,…બધા દોડી અંદર પહોંચ્યા ,
એની ફ્રેન્ડ ની ફ્રેન્ડ રિયા ની મોટી બહેન કાજલ સીડીઓ થી સ્લીપ થઈ પડી ગઈ હતી , એને વધુ નહતું લાગ્યું ,તો પણ એ ખૂબ રડતી હતી, અને એના ચહેરા પર એક ડર દેખાતો હતો.

કાજલ ના પતિ એ એમ્બ્યુલન્સ ને ફોન કરી બોલાવી , બધા ડરેલ દેખાતા હતા, અને સૌથી વધુ કાજલ નો પતિ .

સપના ને કાઈ ખાસ સમજ માં ન આવ્યું એ બસ દૂર ઉભી ઉભી જોતી રહી. એમ્બ્યુલન્સ આવી કાજલ ને તેમાં ચઢાવવા માં આવી સાથે જ તેનો પતિ પણ તેમાં બેઠો અને એ લોકો નીકળી ગયા.

પાર્ટી તો અધૂરી જ રહી ગઈ. ઘર ના બધા લોકો ટેન્શન માં હતા અને રિયા પણ. સપના ને સમજ માં નહતું આવતું કે બધા આટલા પરેશાન શા માટે છે તેના થી રહેવાયું નહીં એટલા માટે તેને રિયા ને પૂછ્યું ,”રિયા કાજલ બે ત્રણ સીડી થી જ સ્લીપ થઇ ને પડી છે , અને તેને ખાસ એવી ચોટ પણ નથી આવી ,તો ભી આટલા પરેશાન કેમ છે બધા ?”

“સપના ,કાજલ પ્રેગ્નેટ છે. ” રિયા આટલું જ બોલી. અને રિયા ના આ એક જ વાક્ય એ સપના ને વિચાર માં મૂકી દીધી.

થોડો સમય વીત્યો કાજલ અને તેનો પતિ વિનીત ઘરે આવ્યા. સપના અને તેની ફ્રેન્ડ અને બીજા સંબંધીઓ હજુ ત્યાં જ હતા.

કાજલ દુઃખી હતી , એની આંખો માં આંસુ હતા ,પણ વિનીત તેનો હાથ પકડી સહારો આપતો વાતો કરતો હતો. કાજલ ને સોફા માં બેસાડી , અને વિનીત બોલ્યો , ” થોડો સમય બધા સાથે બેસી અને વાતો કર. હું તારી માટે કંઈક એનર્જી ડ્રિન્ક લઈ આવું.” વિનીત ખૂબ નોર્મલી વર્તન કરતો હતો.

પણ કાજલ શોક માં હતી. આન્ટીજી ને વાતો કરતા સાંભળ્યું ત્યારે ખબર પડી કે , “ઝટકો લાગવા ને કારણે કાજલ નું મિસગેરેજ થઈ ગયું છે”

ત્યાં કાજલ તેની મા સાથે વાતો કરતી સંભળાઈ ,”ભલે ત્રણ મહિના જ થયા હતા પણ એનો હોવા નો અહેસાસ હતો. કાશ મેં થોડી સાંભળ લીધી હોત. તો આજે આવું ના થયું હોત.”

ત્યાં વિનીત આવી ને બોલ્યો , “ઓહ હો બસ કાજલ , જે થવા નું હતું થઈ ગયું. હોસ્પિટલ થી લઈ અને અહીંયા આવ્યા ત્યાર ની એક ને એક જ વાત કરે છે. મેં કહ્યું હતું ને તને હોસ્પિટલ માં પણ કે આ બધી નસીબ ની વાત હોય છે. ઇટ્સ ઓકે જે થયું એ થઈ ગયું. હવે જો તું રડીશ તો મને પણ રડું આવશે અને પછી બધા રડવા લાગશુ. એના કરતાં રડવા નું કેન્સલ કર. આજે તારી નાની બહેન નો બર્થડે છે. તો એને તો ન રડાવ એટલીસ્ટ. ચાલ હવે આ એનર્જી ડ્રિન્ક પી લે. અને શાંત થઈ જા.” વિનીત એ ગ્લાસ તેના હાથ માં આપ્યો.

“રિયા તું તારા ફ્રેન્ડસ ને લઈ અને બહાર ગાર્ડન એરિયા માં કેક કટિંગ કરી લો. અને એન્જોય કરો જાઓ.” વિનીત ના ફોર્સ થી બહાર બધા રિયા નો બર્થડે સેલિબ્રેટ કરવા પહોંચ્યા.

વિનીત ને આટલો નોર્મલ બીહેવ કરતા જોઈ સપના થી રહેવાયું નહીં. તેની પાસે જઈ ને બોલી , “એક્સ્ક્યુસ મી , એક વાત પૂછવી છે પણ કેવી રીતે પૂછું સમજાતું નથી .”

“બોલો ને , જે પૂછવું હોય એ વગર વિચાર્યે પૂછો હું જવાબ આપી દઈશ.” વિનીત ફોર્મલી બોલ્યો.

“મને ખબર છે મારે ન બોલવું જોઈ એ પણ તમારું આટલો ફ્રી અંદાજ જોઈ અને પૂછવા મજબૂર થઈ ગઈ કે , શું તમને તમારી પત્ની ના મિસગેરેજ નું જરા પણ દુઃખ નથી ? , નહીં મતલબ કે તમે આટલું નોર્મલ બીહેવ કેમ કરી શકો છો?”

“મિસ , મને મારી પત્ની ની ચિંતા છે ને એટલે જ આમ વર્તન કરું છું. એ મા બનવા ની હતી તો હું પણ બાપ બનવા નો હતો. એને ત્રણ મહિના જેમ મહેસુસ કર્યા છે એમ હું પણ એને મહેસુસ કરતો. દુઃખ મને પણ છે.

પણ હું એ દુઃખ ને એની સામે વ્યક્ત કરીશ ને તો એ વધુ તૂટી જશે. એને વધુ દુઃખ થશે. તે આ વાત ક્યારેય ભૂલી જ નહીં શકે. મારા આટલા નોર્મલ બીહેવીયર પછી માંડ એના આંસુ સુકાયા છે જો હું એની પાસે બેસી અને મારું દુઃખ વ્યક્ત કરું તો એના આંસુ કેટલા દિવસો સુધી નહીં સુકાય.

દિલ તો અમારા પુરુષો પાસે હોય છે પણ અમે દુઃખ ના સમય એ તેને કઠોર બનાવી લઈએ છીએ. પરિસ્થિતિ ને હેન્ડલ કરવા મેં મારું દુઃખ દબાવી અને મારી પત્ની ના દુઃખ ને ઓછું કરવા ની કોશિશ કરું છું. બસ આટલું જ.

બાકી મને હસતા અને નોર્મલ બીહેવ કરતા જોઈ એમ ન સમજતા કે મને એ વાત નું દુઃખ નથી કે મને મારી પત્ની ની ચિંતા નથી.” વિનીત એક શ્વાસે બધું બોલી ગયો.

એની વાતો સાંભળી સપના થોડી ક્ષણો સુન્ન બની ને ઉભી રહી. અને પછી બસ આટલું બોલી કે , ” આઈ એમ સોરી.”

“ઇટ્સ ઓકે , તમે મારી વાત સમજી ગયા એટલું જ ઘણું છે. એન્જોય યોર સેલ્ફ.” વિનીત આટલું કહી ને ત્યાં થી ચાલતો થઈ પડ્યો.

સપના ને જાણે કંઈક એહસાસ થયો અને તે પણ પાર્ટી છોડી અને ચાલતી થઈ પડી.

***

ચાલતા ચાલતા સપના તેના ઘરે પહોંચી. પહોંચતા ની સાથે જ તેના પાપા ના રૂમ માં પહોંચી. પાપા તેના રૂમ માં નહતા. પણ સપના ની નજર તેમના રૂમ ની દીવાલ પર પડી જ્યાં એમને ઘણા ફોટ્સ લગાવી રાખ્યા હતા અને નીચે સાલ લખેલ હતી. સપના ની બાળપણ થી લઈ અત્યાર સુધી ની દરેક યાદો તે ફોટ્સ માં સમાયેલ હતી.

સપના થોડો સમય તે દીવાલ માં લગાવેલ ફોટ્સ સામે જોતી રહી . ચેહરા પર એક સ્માઇલ અને આંખો માં આંસુ સાથે સપના તેના પાપા ના રૂમ માંથી બહાર નીકળી અને આખા ઘર માં તેને શોધવા લાગી. કાર ઘર ની બહાર હતી મતલબ પાપા ઘર માં જ હતા.

સપના ઘર માં શોધી થાકી અંતે ટેરેસ પર શોધવા પહોંચી.

પાપા ત્યાં પારી પર બેઠા બેઠા આકાશ સામે જોઈ અને વાતો કરતા હતા , ” નિર્મલા કોઈક કોઈક વખત તારી એટલી યાદ આવી જાય છે ને ,આજે કામ માં બિલકુલ મન નહતું લાગતું તારી સાથે વાતો કરવા ની ઈચ્છા થતી હતી તો બસ આવી ગયો. હા હા દર વખતે ની જેમ તું મને એક જ સવાલ પૂછીસ કે મારી દીકરી નું ધ્યાન તો રાખો છો ને?

હા મારા થી બની શકે એટલું એનું ધ્યાન રાખું છું પણ તારી ખામી પુરી નથી કરી શકતો. આટલું જલ્દી ઉપર જવા નું શું કામ હતું તારે. ખબર છે આજે એની ફ્રેન્ડ ની બર્થડે પાર્ટી માં ગઈ છે દસ વાગી ગયા તો પણ હજુ નથી આવી. તું હોત ને 9 વાગ્યા ની ડેડલાઈન આપી હોત તે એને. મારુ તો કંઈ સાંભળતી જ નથી. તારા ઉપર ગઈ છે બિલકુલ. યાર તને મિસ કરું છું.”

પાપા થોડી ક્ષણો આકાશ તરફ જોતા રહ્યા. આવી રીતે પાપા ની જોઈ સપના ની આંખો માંથી પણ આંસુ નીકળી પડ્યા. અને દોડતી પાપા ને આવી ને ગળે મળી.

આવી રીતે સપના ને રડતા જોઈ પાપા બે મિનિટ માટે તો આશ્ચર્ય ચકિત થઈ ગયા પણ પછી બોલ્યા , “સપના આમ અચાનક કેમ શું થયું ?”

“સોરી પાપા….. ” સપના રોતી રહી.

“અરે બેટા થયું શું ,તું આમ રડે રાખીશ તો મને પણ રડું આવી જશે. ” પાપા બોલ્યા.

“કાંઈ નથી થયું ,બસ આઇ એમ સોરી . ” સપના રડતા રડતા બોલી.

“ઇટ્સ ઓકે . બસ હવે રડવા નું બંધ કરી દે.” પાપા સપના ને શાંત રાખવતા બોલ્યા.

સપના થોડી શાંત પડી , થોડી ક્ષણો બાપ દીકરી ચૂપચાપ બેઠા રહ્યા.

ત્યાં સપના બોલી ,”તમે દરરોજ મમ્મી સાથે વાતો કરો છો ?” “ના કોઈક કોઈક વખત ,જે દિવસે એની ખૂબ જ યાદ આવતી હોય ત્યારે.” પાપા ઉપર આકાશ તરફ આંગળી દ્વારા ઈશારો કરતા બોલ્યા. “જો પેલો તારો દેખાય છે જે સૌથી વધુ ચમકે છે આજે , એ છે તારી મમ્મી. આજે તારી મમ્મી કંઈક વધુ જ ખુશ દેખાય છે.” અને પાપા એ સપના ના માથા પર હાથ મુક્યો.

“પાપા , મને છે ને ડિઝાઇનિંગ નો શોખ છે ,હું ડિઝાઈનર બનવા માંગુ છું. ચાલો હું તમને મારી ડિઝાઇન્સ બતાવવું. ” સપના પાપા નો હાથ પકડી અને તેંમને તેના રૂમ માં લઇ આવી , અને એ આખી રાત બાપ દીકરી એ દિલ ખોલી ને આટલા વર્ષો ની દિલ માં છુપાયેલ વાતો કરી.

લેખિકા : મેઘા ગોકાણી 

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.