લેખકની કલમે

આજે લેખકની કલમે વાંચો પ્રણય ત્રિકોણની અદભૂત લવ સ્ટોરી, આવી સુખદ અંત વાળી સ્ટોરી તમે ભાગ્યે જ વાંચી હશે !!

જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી

કાર એક્સિડંટમાં રાજનું તો મૃત્યુ થઈ ગયું. પણ આજે કેટલાય વર્ષો થયા હોવા છ્તાં રાજની  જિંદગીનું એક રાઝ હજી પ્રિયાએ કોઈને નથી કહ્યું ને કહેશે પણ નહી. જેમ રાજ વચનનો પાક્કો નીકળ્યો એન પ્રિયા પણ રાજને આપેલ વચન અંતિમ શ્વાસ સુધી નિભાવશે.

આજે વીસ વીસ વર્ષ થયા રાજનાં મૃત્યુને. પણ એક દિવસ એવો નથી કે રાજ એને યાદ ન આવ્યો હોય. પ્રિયા અને રાજ ઉટી ફરવા ગયા હતા. પ્રિયા રાજને ઘણીવાર કહેતી કે રાજ મને ઉટી ફરવા લઈ જાવ ને. મારે ત્યાનું કુદરતી સૌંદર્ય માણવું છે. મારે જીવવું છે કુદરતનાં ખોળે. ને અંતે રાજે સમય કાઢ્યો ને પ્રિયાની ફરમાઈશને માન આપી ઉટી પ્રવાસ ગોઠવી જ નાખ્યો. હજી રાજ અને પ્રિયાના લગ્નને આઠ મહિના જ થયાં હતા. બંને યુવા દિલને કેટલીય આશાઓથી ભરેલાં. બને એકબીજાનાં સ્પર્શથી અધીરા થઈને એકબીજાને હૂંફને માણતાં ને ઉટીની પહાડીઓમાં ફરતાં.

પ્રિયા તો ઊટીના સૌન્દર્ય જોઈ મંત્રમુગ્ધ જ થઇ ગઈ. ઉટી સરોવર, બોટાનીકલ ગાર્ડન, ગુલાબનો બગીચો, ડોડાબેટા શિખર આ બધુ જોઈને પ્રિયા તો ગાંડી જ થઈ ગઈ.

‘એય રાજ, તું તારી બદલી ઉટી ન કરાવી શકે ? આપણે અહિયાં જ કાયમી વસવાટ કરી લઈએ ચાલને ! , પ્રિયાએ ચાલતાં ચાલતાં રાજનાં ખભ્ભે માથું ઢાળી દેતાં ને હાથમાં હાથ લઈ પ્રેમથી ચૂમતાં બોલી.

“હા…..હા….હા….., તું પાગલ થઈ ગઈ લાગે છે. અહિયાં તે કઈ રહેવાતું હશે ડાર્લીંગ..”

“રાજ, સાચું કહું મને બસ તું જ જોઈએ. હું તું મારી સાથે, મારી બાહોમાં કાયમ આમ હસતો ને ખુશ રહે ને એટ્લે….જો અહિયાં આવ્યા પછી તું તારું બધુ ટેન્શન ભૂલી જ ગયો છે. મને તો મારો રાજ જ્યાં ખુશ રહે ત્યાં જ ગમે. એટ્લે તો આ ઉટી મને ગમી ગયું છે. આ ઉટીએ મારા રાજને ખુશી આપી, એને ટેન્શન ફ્રી કર્યો”

આટલું બોલી પ્રિયા ખુશીથી દોડીને એક ટેકરી પર જઈને મોટેથી બોલી , “ આઈ લવ યુ રાઝ “

એક નહી, બે નહી પણ ત્રણ ત્રણ પડઘાઓ પડયા…પ્રિયાને તો મજા જ આવી રહી હતી નેપ્રિયાને ખુશ જોઈ રાજને….

ત્યાં જ રાજની નજર એક ટ્રેન પર પડે છે. એણે તરત જ પ્રિયાને ટ્રેનમાં બેસવા ઈશારો કર્યો. બંને આ ટ્રેનમાં બેસીને ટેકરીઓ પરથી પસાર થતી આ ટ્રેનમાં બેસીને રાજ અને પ્રિયાને કુદરતી રીતે સીનસીનરી જોવાની બહુ જ મજા આવી. ત્યાથી ધોડેસવારીની મજા માણી ને પછી પાછા બંને થાકીને લોથ પોથ થઈ ગયા હોવાથી હોટેલના રૂમમાં આવીને બેડ પર ઢસડાઈ પડ્યાં.

જમીને જ આવ્યા હતા. એટ્લે ખાલી ફ્રેસ થઈ ને તરત સુવાનું જ હતું, પણ થકી ગયેલી પ્રિયા ને રાજ તો વેલવેટની લાલ મુલાયમ બેડસીટને ઓઢીને જ લપેટાઇ ગયાં એકબીજાને.

“ઓય જાનુ, દૂર કેમ છે ? આવી જાને નજીક “ રાજે પ્રિયાને ખેંચીને એની એકદમ નજીક લીધી ને એના બાંધેલા વાળ આંગળી ફેરવી ફેરવીને ખુલ્લાં કરી મૂક્યાં, પ્રિયાએ પહેરેલી ક્રિસ્ટલ માળા હળવેથી પ્રિયાના ગળા પરથી ઉતારી દીધી ને બંને એકબીજાનાં સહવાસમાં ખોવાઈ જાય છે.

પ્રિયાને પણ રાજનો સ્પર્શ ગમતો એટ્લે એ પણ વધારે ને વધારે નજીક જતી ગઈ. કદાચ એ બંને વચ્ચેથી હવા પણ વિચારે પસાર થતાં કે કેવી રીતે પસાર થવું તેટલાં નજીક આવી ગયાં આ પતિ-પત્ની.

પ્રિયાનાં ગુલાબી હોઠો પર રાજે પોતાનાં હોઠ બીડી દીધાને આંખ બંધ કરી બંને જીવ મળીને એક થઈ ગયાં. એકબીજામાં ઓતપ્રોત થઈ ગયાં. ને ત્યાં જ અચાનક રૂમનાં દરવાજો કોઈ ખખડાવે છે.

ફટાફટ રાજ અને પ્રિયા કપડાં પહેરીને બેડશીટ સરખી કરી ને રાજે દરવાજો ખોલ્યો.

સામે જ એક યુવાન સ્ત્રી ઊભી હતી. જેવી એને જોઈ કે તરત જ રાજે એનો હાથ પકડી એને રૂમમાં ખેંચી લીધી ને રાજનાં ચહેરા પરની ખુશી ત્રણ ગણી વધી ગઈ.

પ્રિયા તો ચૂપચાપ એ બંનેની વાતો સાંભળતી રહી. પછી એ યુવતી , રાજ અને હું કોફી પીવા હોટેલની બહાર આવ્યા. અમે કોફી પીધી. રાજ એની નાની નાની વાતનું ધ્યાન રાખતો હતો. એને કોફી એકદમ કડક ને ફૂલ ગરમ જોઈએ તો રાજે એને પૂછયા વગર એ જ રીતે ઓર્ડર આપ્યો.

આ જ સુધી ક્યારેય રાજના મોઢે કોઈ યુવતી વિષે સંભાળ્યું જ નથી. નથી મે ક્યાય આના ફોટા જોયા …રાજ સાથે તો આ ક્યાથી ટપકી પડી ? પ્રિયા એ રાત આખી પડખાં ફેરવતી રહી ને એ યુવતી અને રાજની જિંદગી વિષે વિચારતી રહી.

બીજે દિવસે સવારે પ્રિયા અને રાજ ત્યાનાં સરોવર કિનારે ફરવા જાય છે. બોટિંગ કરે છે ને પણ આજે પ્રિયા બિલકુલ ખુશ ન હતી જેવી ગઇકાલે હતી.

‘કેમ ડાર્લીંગ શું થયું ? આજે મારુ ફૂલ કેમ ખીલ્યું જ નથી ? “, પપ્રિયાનાં ગાલ પર હાથ ફેરવાતા પ્રિયાની આંખોમાં આંખો મીલાવી રાજે પૂછ્યું .

“પેલી યુવતી ? “

“અરે ગાંડી, તું લીનાને લઈને પરેશાન છું. ? હે ભગવાન ! “

થોડાં ગુસ્સા પ્રિયા ખાલી ‘ હા ‘બોલી શકી ને ગળે ડૂમો ભરાઈ ગયો ને આંખમાં આસુ આવી ગયાં.

“એ તો મારી પ્રિય સખી, મારી ગુરુ ને અત્યારે હું જે કઈ પણ છુ એ માત્ર એના કારણે જ છુ. મારા જીવનમાં તું છે એ તું છે ને એ છે એ એ જ છે. તું કે એ ક્યારેય એકબીજાનું સ્થાન નહી લઈ શકો. એ તને સમય આવશે ત્યારે સમજાશે. હા, તું જેટલો પ્રેમ મને કરે છે તેટલો જ પ્રેમ એ પણ મને કરે છે. મારી જિંદગીમાં હું તમને બંનેને ખુશ રાખવા માંગુ છું.એટ્લે તો તારી સાથે સાથે લીનાને પણ હું ઉટી લાવ્યો છું. હું તમને બંનેને એક સરખું જ સુખ આપવા માંગુ છું.  પણ,  મારે એમાં તારો સાથ , સહકાર ને પ્રેમ જોશે ! તું મને વચન આપ કે તું લીનાને ખુશ રાખવામા મારી હેલ્પ કરીશ. પ્રિયા તું મારી અર્ધાંગિની છે. મારી જવાબદારી છે. હું તને ક્યારેય અન્યાય નહી થવા દવ. તું મારા પર વિશ્વાસ રાખજે. “, આટલું બોલતા બોલતા તો રાજની આંખ પણ ભીંજાઇ જાય છે.

“તમે અને તામરું દિલ એકદમ સાફ છે. મને વિશ્વાસ છે મારા પ્રેમ પર, મારા પ્રેમની તાકાત પર હું તમને પ્રેમ કરું છુ. તમને ખુશ જોવા માંગુ છું. હું તમને વચન આપું છું કે હું જીવીશ ત્યાં સુધી હું પણ લીનાને ખુશ રાખીશ. “

આ સાંભળતા જ રાજનાં ચહેરા પર ખુશી છવાઈ જાય છે, ને સામે ઊભેલી લીના આ બધુ સાંભળી રહી હતી એ પણ આ બંનેનો હાથ પકડીને રડવા લાગે છે.

“ હું ખૂબ જ નસીબદાર છું કે મને આવો દોસ્ત મળ્યો જીવનમાં ને એનાથી વધારે એટ્લે ખુશ છું કે મારા દોસ્તાને આટલી સમજદાર હમસફર મળી. નહીતર અત્યારે તો આ પરિસ્થિતિમાં પતિ પત્નીના રિલેશન ડાઈવોર્સ સુધી પહોંચી જતાં હોય છે. લવ યુ બોથ…”

‘લવ યુ ટૂ લીના ‘ પ્રિયા ને રાજ બને એકસાથે બોલ્યા ને લીનાને ભેટી પડ્યાં.

આ બાજુ લીનાએ પણ પ્રિયાનું આજીવન ધ્યાન રખવાનું રાજને પ્રોમિસ આપ્યું. ને ત્રણેય ઉટીથી અમદાવાદ આવવા માટે કારમાં નીકળી પડ્યાં.

પણ આ ત્રણેયનો પ્રેમ જોઈને કુદરતને ઈર્ષા આવે છે. રાતનું ડ્રાઇવિંગ કરતાં કરતાં રાજને એક નીંદરનું જોકું આવી ચડે છે ને આખી કાર એક ટ્રક પાછળ ધૂસી જાય છે. રાજનું ઘટનાસ્થળે જ મૃત્યુ થાય છે ને પ્રિયાનાં બંને પગમાં ફેકચર થઈ જાય છે. લીના પાછળની શીટ પર બેઠી હોવાથી એને કશું જ નથી થતું.

પ્રિયાને રાજની મૃત્યુનાં સમાચાર ત્યાં સુધી નહોતા આપવાના જ્યાં સુધી પ્રિયાનાં બંને પગ એકદમ સાજા ન થઈ જાય.  રાજને આપેલ વચન મુજબ લીના પ્રિયાનો તો ખ્યાલ રાખતી પણ સાથે સાથે રાજના પરિવારજનોનો પણ….એણે ક્યારેય એવો અહેસાસ પણ કોઈને ન થવા દીધો કે રાજ આ દુનિયામાં નથી એટ્લે અમુક ઘરની જવાબદારી શક્ય નથી. એણે રાજની બધી જ જવાબદારી ઉપાડી લીધી. બે મહિના જેવો સમય થયો હશે ત્યાં જ પ્રિયા મા બનવાની છે. એવા ડોક્ટરે લીનાને સમાચાર આપ્યાં. એક બાજુ આનંદના સમાચાર ને એકબાજુ દુખ. હવે પ્રિયાને રાજ વિષે કહેવું તો કેમ કહેવું. ક્યાં સુધી હું આ સત્ય છૂપાવીશ.? અંતે એણે હિમ્મત કરીને પ્રિયા પાસે બેઠી. ને શાંતિથી બધી જ વાત કરી.

“આ સાંભળી પ્રિયા તૂટી જાય છે. હિમ્મત હારી જાય છે. ને અસહ્ય રડવા લાગે છે. કદાચ પ્રિયાનું આ કરૂણ રુદન કોઈ જોવે કે સાંભળે તો સહી પણ ન શકાય એવું કરૂણ ને દયનીય હતું.

લીના વધારે હિમ્મત રાખી પ્રિયાને સમજાવે છે કે, જો પ્રિયા તું આમ હિમ્મત ન હારી જઈશ. તું એ ભૂલે છે કે રાજ તારી અંદર જ છે. એવું પણ બને કે આવનાર બાળક રાજ જ હોય. રાજનો જ આત્મા હોય. હવે તારે ખુશ રહેવાનુ છે તારા રાજની અંતિમ નિશાનીને સાચવવા માટે. તું અને હું બંને જાણીએ જ છીએ કે રાજનો આત્મા કેટલો પવિત્ર હતો. એ ક્યારેક જૂઠું પણ નહોતો બોલતો ને એણે આપેલાં વચન પણ નિભાવતો હતો. તને એણે વચન આપ્યું હતું જિંદગીભર સાથ નિભાવવાનું. તો જો આવી ગયો રાજ જ તારા શરીરની અંદર…તું એ વાતથી ખુશ રહે..પળ પળ મહેસુસ કર તારા રાજના સ્પર્શને…”

લીનની વાત સાંભળી પ્રિયા ખુશ રહેવા લાગી. સમય જતાં ક્યાં વાર લાગે છે.પ્રિયાની બધી જ જવાબદારી લીનાએ પોતાનાં માથે લઈ લીધી ને આવનાર બાળકની પણ.. આમ પણ લીના પોતે કરોડપતિ બાપનું એક નું એક સંતાન હતી. એટ્લે એણે બીજી કોઈ ચિંતા ન હતી. એક દોસ્તીમાં આપેલ વચન પૂરું કરવા એણે આખી જિંદગી લગ્ન નહી કરવાનો વિચાર કર્યો.

લીના એકદમ સાચ્ચી પડી. પ્રિયાએ બિલકુલ રાજ જેવા જ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. ને એ દીકરાનું નામ પણ રાજ જ પાડવામાં આવ્યું. આમ લીના અને પ્રિયા આ નાનકડા રાજનાં ઉછેરમાં  પરોવાઇ ગયાં ને આનંદથી દીવસો પસાર કરવા લાગ્યા.

રોજ પ્રિયા રાજના ફોટા સામે જોઈને આજે પણ એક જ શબ્દ બોલે છે, તું વચનનો પાક્કો નીકળ્યો તે સાથ નિભાવી જાણ્યો, તારી “ જિંદગી જે સાથ ભી ઓર જિંદગી કે બાદ ભી”

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

||અસ્તુ ||