લેખકની કલમે

ધર્મ – પ્રેમને કોઈ ધર્મ નથી, એ સાબિત કરવી અદભૂત લવ સ્ટોરી વાંચવાનું ભૂલતા નહી ….

સવાર ના સાડા સાત વાગી ગયા હતા ,દિયા દોડતી ભાગતી મંદિરે જવા નીકળી . ચુસ્ત હિન્દૂ પરિવાર માં જન્મેલ અને બાળપણ થી જ ભગવાન ,મૂર્તિ , સ્તુતિ , આરાધના બધા માં માનતી આવનાર દિયા એના પરિવાર ના દરેક લોકો રોજ વેહલી સવારે દૈનિક ક્રિયા પતાવી અને પહેલું કામ ભગવાન ની આરતી અને એમની પાઠ પૂજા કરવા નું કરતા. દરરોજ સવાર ની પેહલી બે કલાક ભગવાન ની મૂર્તિ સામે બેસી ને એમની સેવા માં વિતાવતા.

દિયા પણ એમના માતા પિતા ના નકશા કદમ પર ચાલી . આજે દિયા ના કોલેજ નો પહેલો દિવસ હતો એટલા માટે એના પિતા એ મંદિર માં એક પૂજા રાખી હતી. પરિવાર ના બધા લોકો મંદિરે પહોંચી ગયા હતા અને દિયા કોલેજ એ જવા ની તૈયારી કરવા માં થોડી મોડી પડી હતી.

દિયા ભાગતી ઘરે થી મંદિરે જવા માટે નીકળી. ઉઘાડા પગે. તેના પિતાજી ના કેહવા પર તેને વગર ચપ્પલ પહેર્યા વિના મંદિરે જવા ની માનતા લેવા માટે કહ્યું હતું.

મંદિર તેના ઘર થી થોડી દુરી પર જ હતું. દિયા મંદિર પાસે પહોંચવા આવી ત્યાં ખુલ્લા પગ હોવા ને કારણે તેના પગ ના તળિયા માં એક કાંટો વાગી ગયો.અચાનક અનહદ પીડા નો અહેસાસ થયો , સાઈડ માં ઉભી રહી તેને તે કાંટો તો ખેંચી ને કાઢી નાખ્યો ,પણ આટલો ધારદાર કાંટો ખૂંચવા ને કારણે લોહી વહેવા લાગ્યું. દિયા એ તેની કાંડા ઘડિયાળ સામે જોયું. આઠ ને માથે પાંચ.

દિયા બધો દર્દ અને દુખાવો ભૂલી ચાલવા લાગી. તેની ચાલવા ની સ્પીડ માં થોડો ઘટાડો થઈ ગયો. રસ્તા પર તેના ડાબા પગ ના નિશાન વહેતા લોહી ના કારણે પડવા લાગ્યા. પણ તે ચાલતી રહી.

ઓછા માં પૂરું તે જ પગ માં ચાલતા તેને એક નાની કાંકરી ખૂંચી. અસહ્ય પીડા ને કારણે તેના મોઢા માં થી “આહ ” એવો ઉદગાર નીકળી પડ્યો. અને સાથે જ તેને પોતાનો ડાબો પગ ઊંચો લીધો અને તે તેનું બેલેન્સ ખોઈ ચુકી.

દિયા નીચે પડવા જઈ રહી હતી ત્યાં જ સામે થી કોઈ એ તેનો હાથ પકડી લીધો ,અને તેને પડતા બચાવી.
તે વ્યક્તિ તુરંત તેના એક ઘૂંટણ પર બેઠો અને તેના પગ પર દિયા નો પગ મૂકી અને દિયા ના ઘા પર પોતાનો રૂમાલ બાંધ્યો.

દિયા તે વ્યક્તિ સામે જોતી રહી. તે વ્યક્તિ એ પોતાના પગ પર થી દિયા નો પગ નીચે મુક્યો. અને આજુબાજુ જોવા લાગ્યો.

દિયા બોલી પડી “થેન્ક યુ. પણ તમે શું જુઓ છો?”

“તમારી માટે રીક્ષા શોધું છું.” તે વ્યક્તિ દિયા ની ચિંતા કરતા બોલી પડ્યો.

“અરે કોઈ જરૂર નથી ,મારે આ મંદિર એ જ જવું છે.” દિયા એ તે વ્યક્તિ ની પાછળ આવેલ મંદિર તરફ ઈશારો કરતા બોલી. “થેન્ક યુ મદદ કરવા.” દિયા બોલી ને ચાલતી થઈ પડી. દિયા લંગડાતા ચાલતી હતી.

ત્યાં પેલો વ્યક્તિ દિયા તરફ ફરી ને બોલ્યો ,” કોઈ પણ ભગવાન એવુ નથી ઇચ્છતો કે એનો ભક્ત આટલું દર્દ સહન કરી ને પોતાની જાત ને જ ઇજા પહોંચાડી ને તેની પાસે ફક્ત તેના દર્શન કરવા આવે.”

સાંભળતા જ તે અટકી અને પાછળ ફરી ને જવાબ આપતા બોલી ,”આપણી આપણી ભક્તિ ની વાત છે આ તો.”

“નામ શું છે તમારું?” એ વ્યક્તિ બોલ્યો.

“દિયા અને તમારું?”

“સોહેબ , હવે એમ ન સમજતા કે હું મુસલમાન છું એટલે તમને ભગવાન ની ભક્તિ કરતા રોકુ છું.”

“હું હિન્દૂ મુસ્લિમ માં નથી માનતી. તમારી વાત સો ટકા સાચી છે ,ન મારો ભગવાન કે ન તમારો ખુદા કોઈ એવુ નાથી ઇચ્છતા કે એમના ભક્તો પોતાની જાત ને ઇજા પહોંચાડી અને તેમના દર્શન કરવા જાય.
તમારી આ વિચારસરણી પસંદ આવી મને.અને હા તમે એમ ન સમજતા કે હું હિન્દૂ છું તો મારી વિચારસરણી તમારા થી અલગ હશે . હું પણ તમારી જેમ

માણસાઈ ના એ એક જ ધર્મ માં માનું છું.” આટલું કહી દિયા મંદિર તરફ ચાલતી થઈ ગઈ.

સોહેબ તેને એક નજરે જોતો રહ્યો. દિયા લંગડાતી મંદિર માં પહોંચી. મંદિર માં પૂજા કરી અને કોઈ ની નજર ન પડે તે રીતે સોહેબ એ તેના પગ માં બાંધેલ રૂમાલ તેના ડ્રેસ ની ઓઢણી માં છુપાડી દીધો. પૂજા દરમીયાન પેહલી વખત એવુ બન્યું હશે કે દિયા નું મન પૂજા માં કેન્દ્રિત નહીં પરંતુ સોહેબ ની વાતો માં ખોવાયેલ હતું.

ભગવાન ની સાથે સાથે માતા પિતા નો આશીર્વાદ લઈ દિયા કોલેજ એ પહોંચી. તેના મિત્રો ને મળી. તેમની સાથે વાતો કરતી જ હતી ત્યાં પાછળ થી કોઈ એ દિયા ને બોલાવી ,”દિયા જી હેલો…..”

દિયા પાછળ ફરી અને બોલી પડી ,”ઓહ સોહેબ …તમે અહીંયા….?”

“હા , કેમ ના આવી શકાય ?” સોહેબ બોલ્યો.

“આવી શકાય ,પણ જો એડમિશન લીધું હોય તો.”

” ઓહ એવું , એડમિશન તો મેં લીધું નથી તો હવે ?” સોહેબ મસ્તી કરતા બોલ્યો.

” તો શું રૂમાલ પાછો લેવા આવ્યા છો ?”

“ના ,તમારો હાલ પૂછવા આવ્યો છું.” સોહેબ બોલ્યો.

“તો પૂછો….?”

“ના , તમને જોઈ ને ખબર પડી ગઈ કે હવે તમે ઠીક છો.” સોહેબ દિયા ના પગ તરફ જોઈ ને બોલ્યો.

“અચ્છા….” દિયા હસી ને બોલી ,”તો તમે આ જ કોલેજ માં ભણો છો ?”

“હા , સેકન્ડ યર માં , અને તમે ?” સોહેબ એ પૂછી ને પોતેજ પોતાના પ્રશ્ન નો જવાબ આપ્યો. “અમમ ,ફર્સ્ટ યર ,પહેલો દિવસ…”

“અરે વાહ …..અંદાજો તો બિલકુલ સાચો લગાવ્યો તમે.” દિયા હસતા બોલી.

“તમે નહીં તે. રિસ્પેક્ટ શબ્દો થી નહીં દિલ થી કરવા ની હોય.” શબ્દો દ્વારા સોહેબ દિલ જીતતો ગયો અને દિયા એનું દિલ હારતી ગઈ.

દિવસો વીત્યા , મહિના વીત્યા. બંને ની મિત્રતા ક્યારે પ્રેમ માં ફેરવાઈ ગઈ ખબર પણ ન પડી. તે ફક્ત શબ્દો દ્વારા જ નહીં તેમની આંખો દ્વારા પણ વાતો કરતા. વગર બોલ્યે એકબીજા ની વાત સમજી જતા. અને એમના પ્રેમ ની ચર્ચા કોલેજ માં ચારેતરફ થવા લાગી.

ત્યાં સુધી કે તે વાત દિયા ના ચુસ્ત હિન્દૂ પરિવાર સુધી પણ પહોંચી ગઈ.

દિયા ના માતાપિતા એ તેને તે મુસ્લિમ છોકરા થી દુર રહેવા માટે કહ્યું . જ્યારે દિયા એ કારણ પૂછ્યું ત્યારે તેના પિતા એ કહ્યું કે ,” તે એક મુસ્લિમ છે. અને આપણે ચુસ્ત હિન્દૂ. એ લોકો ધર્મ આપણા થી અલગ છે ,અને એ લોકો ના કર્મ ઘણા નીચા. ”
દિયા એ બગાવત કરી. પાપા એ થપ્પડ માર્યો. દિયા ઘર છોડી ને જતી રહી.

બધી વાત સોહેબ ને કહી. ત્યારે સોહેબ એ કહયું “ચાલ આપણે લગ્ન કરી લઈએ.” હિન્દૂ વિધિ થી. કાલે સવારે એ જ મંદિર માં જેની પાસે આપણે મળ્યા હતા.”

એ રાત દિયા તેની ફ્રેન્ડ ના ઘરે રહી. બીજે દિવસે સવારે સોહેબ મંદિર ની નીચે શેરવાની પહેરી અને દિયા ની રાહ જોઈતો હતો. અને દિયા લાલ સાડી માં સજ્જ મંદિર પાસે રીક્ષા માં થી ઉતરી. સોહેબ દિયા ને લાલ સાડી માં બે ક્ષણો બસ જોતો રહી ગયો. દિયા સાડી અને ખુલ્લા વાળ બંને સાંભળતી સોહેબ તરફ આગળ વધી. ત્યાં જ દિયા ની થોડી આગળ બે જીપ આવી ને ઉભી રહી. તેમાં થી ઘણા લોકો ઉતર્યા અને તેમના હાથ માં હોકી ,સ્ટીક જેવા ઘણા હથિયારો હતા. અને બધા સોહેબ ની આસપાસ તેને ઘેરી ને ઉભા રહી ગયા.

દિયા કાંઈ લાબું વિચારે તે પેહલા 2 લોકો સોહેબ ને માર મારવા લાગ્યા. સોહેબ પણ તેના બચાવ માં હાથ પગ મારવા લાગ્યો. એ લોકો સોહેબ ને માર મારવા ની સાથે બોલતા હતા , “અમારા ધર્મ ની છોકરી ને ફસાવી અને એનું જીવન દરબાદ કરવા જઈ રહ્યો હતો ને ,અમે તારો એવો હાલ કરશુ કે ….” ત્યાં જ દિયા ત્યાં આવી અને તેને મારતા રોક્યો.

“કાંઈ બોલ્યા પહેલા એ જોઈ લે કે તમારી આવી હરકતો અને વિચાર ને આખી દુનિયા જોય છે.” દિયા ત્યાં આવેલ ન્યુઝચેનલ ના લોકો જે વીડિયો કેમેરા લઈ અને ઉભા લાઈવ ટેલિકાસ્ટ કરતા હતા.
તેમની સામે ઈશારો કરતા બોલી.

“જે તાકાત આપણા કોઈ માં નથી ને તે તાકાત મીડિયા માં છે .” સોહેબ ઉભો થતા બોલ્યો.

આટલા જ સમય માં ત્યાં પોલીસ પણ આવી પહોંચી.

બધા ની સામે દિયા સોહેબ પાસે પહોંચી અને બોલી , ” મને જીવન ભર તારો સાથે અને તારી પત્ની બનવા સુખ અને સ્થાન ‘કબૂલ છે , કબૂલ છે ,કબૂલ છે.”

અને સોહેબ એ તેની શેરવાની ના પોકેટ માંથી સિંદૂર ની કાઢી દિયા ની માંગ ભરી અને ત્યાં જ મંગળસૂત્ર પણ પેહરાવ્યું.

અને આ રીતે બંને ના લગ્ન આખા દેશ સમક્ષ થયા અને કોઈ ધર્મ વિરૂદ્ધ ના લોકો કાંઈ ન કરી શક્યા.

અંત માં દિયા એ આટલું કહ્યું કે “હિન્દૂ ,મુસ્લિમ આ બધા ધર્મ ઉપર નો ધર્મ છે માનવતા નો. સોહેબ એક સારો અને સાચો વ્યક્તિ છે એના થી વધુ શું જોઈએ છીએ. એનું નામ સાંભળી અને ધર્મ જાણી ને પ્રેમ નથી થતો. પ્રેમ પણ એક જ ધર્મ માં માને છે.”

“તો આ ધર્મ ના નામ પર પ્રેમ નું ખૂન કરવા ની પ્રથા બંધ કરો.” સોહેબ બોલી પડ્યો.

દિયા ને ખબર હતી કે તે બંને આટલા લોકો સામે જીતી નહીં શકે. એટલા માટે તેને મીડિયા નો સહારો લીધો. જેને કારણે ધર્મ ના રક્ષકો સામે અવાજ તો ઉઠાવી શકે.

Author: મેઘા ગોકાણી GujjuRocks Team
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.