શું તમને યાદ છે નાનકડો ભજન કલાકાર હરિ ભરવાડ ? હવે તે થઇ ગયો છે મોટો, ઓળખવો પણ મુશ્કિલ

આ નાનકડો ભજન ગાતો બાળક યાદ છે તમને? અત્યારે જુઓ કેવો હેન્ડસમ થઇ ગયો

નાની ઉંમરે ઘણા બધા ભજન આપનાર આ બાળકને હવે પહેલી નજરે ઓળખવો પણ મુશ્કેલ બની ગયો છે. આ બાળક છે હરિ ભરવાડ… હરિ ભરવાડે નાની ઉંમરે ભજનિક બની ભજનની દુનિયામાં સારું નામ કમાઇ લીધુ છે એક અલગ લોકચાહના પ્રાપ્ત કરી છે.

હરિ ભરવાડનું નામ લોકજીભે ચઢેલુ છે. લોકો તેને ભજનિક તરીકે ઓળખે છે. પરંતુ આજે બાળકમાંથી પુખ્ત બનેલા હરિ ભરવાડનો ચહેરો કંઈક અલગ જોવા મળે છે. હરિ ભરવાડના ભજનિક દુનિયામાં પ્રવેશ સમયનો ચહેરો જોયા બાદ આજનો ચહેરો જોઈ તેને ઓળખવો પણ મુશ્કેલ છે.

 

View this post on Instagram

 

A post shared by iHariBharvad (@iharibharvad)

હરિ ભરવાડે તેમના ગામ છપડીમાં 12 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ દરમિયાન પ્રાર્થના બોલતાં સમયે એક શિક્ષકે તેનો અવાજ સાંભળીને, તેને ભજન ગાવા માટેની પ્રેરણા આપી હતી અને ગીતો ગાવાની પ્રેક્ટિસ કરાવવાની શરૂઆત કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by iHariBharvad (@iharibharvad)

હરિ ભરવાડે 7 વર્ષ ની નાની ઉંમરે જ ગાવાનું શરૂ કર્યું હતું. તેમનો પહેલો આલ્બમ ‘હરિનો મારગ’ બનાવ્યો હતો, જે લોકોને ખૂબજ પસંદ આવ્યો હતો. અત્યાર સુધીમાં હરિ ભરવાડ એ લગભગ 30થી વધુ આલ્બમ બહાર પાડ્યાં છે. જેમાં ગરબા અને ભજન નો સમાવેશ થાય છે.

 

View this post on Instagram

 

A post shared by iHariBharvad (@iharibharvad)

વર્ષ 2009માં તેઓએ એક ગુજરાતી ફિલ્મ ”સાસરે લીલા લેર છે”માં એક્ટિંગ પણ કરી હતી, જેના માટે તેમને ટ્રાન્સ મિડિયા તરફથી એવોર્ડ પણ મળ્યો હતો. વર્ષ 2011માં જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતાં, ત્યારે ખેડા જિલ્લા તરફથી તેમને એવોર્ડ મળ્યો હતો. 2014 માં ગુજરાતના બેસ્ટ ચાઇલ્ડ સિંગર એવોર્ડ દિલ્હી ખાતે મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by iHariBharvad (@iharibharvad)

આજે હરિ ભરવાડે વિદેશોમાં પણ અનેક પ્રોગ્રામ ક્યાઁ છે. તેઓએ પ્રથમ વખત 2012 માં લંડનમાં ભજનનો પ્રોગ્રામ કર્યો હતો. 2014માં અમેરિકાના ગુજરાત સમાજના 50 વર્ષ પૂર્ણ થયાની ઉજવણીમાં તેઓણે પ્રોગ્રામ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by iHariBharvad (@iharibharvad)

ત્યારબાદ 2019માં લંડન નવરાત્રિના પ્રોગ્રામ માટે તે ગયાં હતાં. હાલ તેમનો અમદાવાદથી 30 કિલોમીટર દૂર આવેલ કઠલાલમાં સ્ટુડિયો છે. યુવા હરિ ભરવાડ આજે પણ સતત સંગીતની દુનિયાના વ્યસ્ત કલાકાર છે.

 

View this post on Instagram

 

A post shared by iHariBharvad (@iharibharvad)

તમને જણાવી દઇએ કે, 12 ઓગસ્ટ 1995ના રોજ નડિયાદ જિલ્લામાં જન્મેલા હરિ ભરવાડના પિતાનું નામ કુકાભાઈ અને માતાનું નામ મનુબેન હતું. હરિ ભરવાડના મોટા ભાઈ શિક્ષક હતા.

 

View this post on Instagram

 

A post shared by iHariBharvad (@iharibharvad)

હરિ ભરવાડને તેના પરીવારમાં બાળપણમાં સૌથી વધુ સહાયક તેમના કાકા રહ્યા છે, કારણ કે તેના કાકાને સંગીત અને ભજનો વિશે સારી એવી માહિતી હતી. હરિ ભરવાડના સૂરીલા અવાજને સાંભળી કાકાએ તેમને ભજન ગાતા શીખવ્યું હતું.

Shah Jina