મોઝામ્બિક દેશની સુપ્રીમ કોર્ટ દ્વારા શાસક ફ્રીલીમો પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને વિવાદિત ચૂંટણીઓમાં જીતેલા તરીકે જાહેર કરાયા પછી હિંસક ઘટનાઓ શરૂ થઈ છે. આ હિંસામાં ત્યાં રહેતા ભારતીયોના મકાનો અને દુકાનોને તોડી પડવામાં આવી છે અને આગ લગાવીને લૂંટફાટ કરવામાં આવી છે. આ પરિસ્થિતિના કારણે ઘણા ગુજરાતીઓ પોતાનાં ઘર છોડવા મજબૂર બન્યાં છે અને હવે શરણાર્થી તરીકે અન્ય લોકોના ઘરોમાં આશરો લઈ રહ્યા છે.
ગુજરાતમાં રહેતા તેમના પરિવારજનો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસે મદદ માટે આજીજી કરી રહ્યા છે.ભારતમાંથી ઘણા લોકો રોજગાર માટે વિદેશ જાય છે તેમાંથી પણ ખાસ કરીને મોટા ભાગે ગુજરાતીઓ પોતાના ધંધા અને રોજગાર મેળવા માટે વિશ્વના અલગ-અલગ દેશોમાં સ્થાયી થવા જાય છે. ત્યારે ઘણા ભારતીયો સાઉથ આફ્રિકાના મોઝામ્બિકમાં પરિવાર સાથે સ્થાયી થયા છે. જેમાં ગુજરાતના ભરૂચ જિલ્લાના હજારોલોકો ત્યાં રહે છે. જોકો, મોઝામ્બિકમાં ચુકાદા બાદ હિંસા ફાટી નીકળતા ત્યાં વસવાટ કરતા અને ધંધો કરતા અનેક ગુજરાતીઓની દુકાનો અને મકાનોમાં લૂંટ થવાના અનેક બનાવો બની રહ્યા છે.
આ ઘટના પછી ગુજરાતમાં રહેતા તેમના સ્વજનો ચિંતા અને ભઈનો માહોલ જોવા મળી રહ્યો છે.દિવ્યભાસ્કરના અહેવાલ મુબજ, દિવ્યભાસ્કરની ટીમે સમગ્ર પરિસ્થિતિની જાંખ કરવા માટે ભરૂચ જિલ્લાના સીતપોણ ગામે મુલાકાત લીધી હતી. ત્યાંથી ખબર પડી કે આ ગામના આશરે 10 જેટલા કુટુંબ તેમના વ્યવસાય માટે મોઝામ્બિકમાં સ્થાયી થયા છે. ટીમે ગામમાં રહેતા મહેબૂબ માટલીવાલાના કુટુંબ સાથે મુલાકાત કરી હતી.
મહેબૂબના બે ભાઈઓ હાલમાં મોઝામ્બિકના મનીષા અને મપુતો શહેરોમાં રહીને વાસણોની દુકાન ચલાવતાં જીવનયાપન કરી રહ્યા છે.મહેબુબ માટલીવાલા સાથે વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે, તેમના બે ભાઈઓ પોતાના કુટુંબ સાથે ત્યાં રહે છે, પરંતુ હાલ મોઝામ્બિકમાં હિંસક પરિસ્થિતિ ઊભી થઈ છે. તેમના ભાઈઓના મકાનો અને દુકાનો લૂંટી લેવામાં આવ્યા છે, જેના કારણે તેઓ પોતાના ઘર છોડીને અન્ય લોકોના ઘરોમાં આશરો લેવા મજબૂર થયા છે.
તેમને વધુમાં જણાવ્યું, આ ઘટનાથી અમારા પરિવારમાં ભારે ચિંતાનો માહોલ છવાયો છે. છેલ્લા બે ત્રણ દિવસથી ઊંઘ પણ નથી આવતી. હમેશા ભાઈ અને તેમની પ્રેગ્નન્ટ ભાભી વિશે બહુ ચિંતા થઇ રહી છે. આ સમસ્યાને લઈને તેઓ ગુજરાત અને ભારત સરકારને તેમના ભાઈઓ અને અન્ય ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા માટે સહાય કરવાની વિનંતી કરી રહ્યા છે.