રસોઈ

માલપુડા – દરેક ગુજરાતી ઘરોમાં બનતું આ ફેમસ સ્વીટ, તમે પણ બનાવો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઈને ….

મોટાભાગનાં ઘરોમાં વાર તહેવારે બનાવવામાં આવતાં માલપુડા એ ગુજરાતીઓની ફેમસ મીઠાઇ જેવુ જ સ્વીટ છે.ખાવામાં હેલ્ધી ને પાછું ટેસ્ટી પણ છે. તો આજે અમે લાવ્યા છીએ ખાસ તમારા માટે એ માલપૂડા બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ રીત. એ પણ ફોટા સાથેની. તો બનાવો ને ખવડાવો તમારા પરિવારજનોને….

સામગ્રી

  • દેશી ગોળ ૧૫૦ ગ્રામ
  • પાણી ૨૫૦ મિલી
  • ઘઉંનો લોટ ૨૫૦ ગ્રામ
  • મરી આખા ૧ ચમચી
  • તેલ તળવા માટે
  • ખસખસ ૨ ચમચી

રીત

• સૌપ્રથમ ગોળનું પાણી બનાવાનું ગોળમાં ૧૫૦ મિલી પાણીમાં પલાળી દો૧ થી ૨ કલાક માટે• પછી પાણીને  ગળણીની મદદથી ગાળી લો. જેથી બધો કચરો નીકળી જશે એનઇ પાણી એકદમ ચોખ્ખું બની જશે.

ઘઉંનો લોટ એડ કરો. થોડો થોડો એડ કરો અને મિક્સ કરતા જાઓ જેથી ગુટલી ના રહે એનું ધ્યાન રાખવું

• ૨૫૦ મિલી પાણી એડ કરો જરૂર પડે તો બીજું એડ કરવું ઢોસા જેવું ખીરું બનાવી લો અને એ સ્મૂથ હોવું જોઈએ અને ૧ કલાક રેસ્ટ આપો

• એમાં ૧ ચમચી જેટલા મરી એડ કરો અને પછી મિક્સ કરી લો. તેલ ગરમ થાય એટલે ખીરાને તેલમાં રેડી ને તળી લો

• ખીરું રેડ્યા પછી એને અડસો નહી. એ પ્રોપર તળાઈ જશે એટલે એની જાતે જ ઉપર આવશે.

એટલે એ તળાઈ ગયો છે થોડો લાલાશ થાય એટલે એને તેલમાં થી કાઢી લો

• તેલ માં થી બાર કાઢો એટલે એના ઉપર ખસ ખસ ભભરાઓ તો તૈયાર છે ગરમ ગરમ માલપૂડા

આવી રીતે બધાં જ માલપુડા બનાવી લો ને ત્યોહારમાં ગરમા ગરમ સર્વ કરો.

ક્લિક કરો લિંક પર જુવો રેસીપી અને બનાવો ઘરે.

Please Subscribe our channel: https://www.youtube.com/channel/UCgOWaGYuRMYPeldT4p5tFVw

Author: GujjuRocks Team

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ