દોસ્તો, દુનિયામાં જેમ હવા, વાતાવરણ,લાગણી વગેરેને આપણે જોઈ નથી શકતા પણ હર પળ, હર ઘડી એ આપણી આસપાસ જ રહે છે. પણ હા, આપણે તેનો અનુભવ જરૂર કરી શકીએ છીએ. એવી જ રીતે ભગવાન પણ બધે જ આપણી આસપાસ ઉપસ્થિત છે જેને આપળે જોઈ નથી શકતા. પણ તે આપણને બધાને કોઈને કોઈ સ્વરૂપમાં પોતાનો હોવાનો અનુભવ જરૂર કરાવે છે જરૂર છે તો માત્ર તેને પારખવાની અને સમજવાની.

તમને તો ખબર જ હશે કે વીરપુર શહેરનાં જલારામ બાપાનું મંદિર કે જ્યાં લાખો લોકો કોઈ પણ પ્રકારના દાન વગર જ પ્રસાદ લઇ શકે છે. ગુજરાતનો કોઈ એવો વ્યક્તિ નહિ હોય કે જે જલારામ બાપામાં માનતો ન હોય. જલારામ બાપા કે જેનો આશીર્વાદ રૂપી હાથ દરેકનાં માથા પર રહે છે અને હંમેશા તેની કૃપા બની રહે છે.

એવી જ એક સત્ય ઘટના અમે તમને કહેવા જઈ રહ્યા છીએ, કે જેના પર જલારામ બાપાએ પોતાની કૃપા વરસાવી હતી પછી આપણા ગુજરાતી લોકો દુનિયાના કોઈ પણ ખૂણે કેમ ન હોય. સાથે જ વ્યક્તિ ગુજરાતી હોય કે કોઈ અંગ્રેજી, જલારામ બાપાની કૃપા તો એક સમાન જ દરેક પર વરસે છે. બસ જરૂર છે તો માત્ર બે ઘણી જલારામ બાપાને મનથી યાદ કરવાની.

વાંચો અહી જલારામ બાપાની સત્ય ઘટના…
આપણો એક ગુજરાતી વ્યક્તિ કે જે નોકરી કરવા માટે લંડનની એક કંપનીમાં કામ કરે છે. આ કંપની પુરા જોશમાં આગળ વધી રહી હતી. આ ગુજરાતી પણ જલારામ બાપામાં વિશ્વાસ રાખનારો. રોજનાં રૂટીન પ્રમાણે તે ઓફિસે જાય ત્યારે પોતાના ડેસ્ક પર રહેલા જલારામ બાપાના ફોટાને નમન કરે, પ્રાર્થના કરે અને પછી જ પોતાનું કામ આગળ વધારે.
પણ રોજનું આ સીન જોઇને ત્યાના ધોળીયાઓ ખુબ મજાક, મસ્તી કરતા અને કહેતા કે માત્ર આ એક ફોટાને નમન કરવા કરતા કામમાં ધ્યાન આપીશું તો કંપનીની તરક્કી વધારે થશે. સાથે જ કહેતા કે તારો આ ફોટાવાળો બાપો કરી શું શકે?

ત્યારે આપણા ગુજરાતી એ બહુ સરસ જવાબ આપ્યો અને કહ્યું કે, આ બાપો શું કરી શકે એ તો ખબર નહિ પણ મુસીબતનાં સમયમાં સાથ જરૂર આપે છે.
થોડા જ સમયમાં કંપનીનું વર્ક ડાઉન થવા લાગ્યું, અને ઓર્ડરો પણ કેન્સલ થવા લાગ્યા. જે કંપની આટલા સમય સુધી જોશમાં આગળ વધી રહી હતી તેના પર અચાનક જ આવો સંકટ આવી પડયો. અને કંપનીને બંધ કરી દેવાની નોબત આવી ગઈ, અને કંપનીને બંધ કરી દેવાની ઘોષણા પણ કરી દેવામાં આવી.
ત્યારે આપણા ગુજરાતીએ માત્ર પોતાના શેઠને એકજ વાત કહી કે, ચાલો આપણે બધા મળીને જલારામ બાપાને પ્રાર્થના કરીએ. સવાલ તમારા માનવાનો કે ન માનવાનો નથી પણ સવાલ એ લોકોની રોજી રોટીનો છે કે જે આ કંપનીમા કામ કરે છે અને રોજી રોટી કમાઈ છે. જો આ કંપની બંધ થઈ જશે તો લાખો લોકોને પોતાની રોજી રોટી કમાવામાં સમસ્યા સર્જાશે.
બસ આ જ વાક્ય સાંભળતા તેના શેઠ અને સાથે જ બાકીના કર્મચારીઓ પ્રભાવિત થઈ ગયા અને બધાએ મળીને બાપા જલારામનું ધ્યાન અને પ્રાર્થના કરી.
માત્ર એક-બે મહિના બાદ જ કંપની ફરીથી આગળ વધવા લાગી અને ઓર્ડરો જે કેન્સલ થયા હતા એ પણ ફરીથી આવવા લાગ્યા. સાથે જ પહેલા કરતા પણ વધારે જોશમાં કંપની આગળ વધવા લાગી.
ત્યારે તેના શેઠને સમજાયું કે આ બધું પેલા ફોટાવાળા બાપાને લીધે જ થયું છે. શેઠ ગુજરાતીને કહે છે કે, આ કામ માટે તારા બાપાને કેટલા પાઉંડ ચૂકવવાના રહેશે. તો ગુજરાતી કહે છે કે આ બાપાને કોઈ પણ ધન કે પાઉંડ ચુકવવાની જરૂર નથી, માત્ર ભારત એક વાર જઈને આ બાપાના મંદિરે દર્શન કરી માત્ર એક શ્રીફળ વધેરવાની જ જરૂર છે.
કંપની ફરીથી આગળ વધતા શેઠ પોતાની આ માનતા વિશે જાણે કે ભૂલીજ ગયા, જ્યારે ગુજરાતીએ તેને યાદ અપાવ્યું તો કહ્યું કે, ‘i have no time right now’. આપણે તેની ચર્ચા પછી કરીશું. દોસ્તો જ્યારે ધન, દૌલત આવે ત્યારે લોકો પોતાના ગરીબી કે દુઃખના દિવસો ભૂલી જતા હોય છે.
પણ તે છતાં પણ ખુબ સમય વીતી જતા શેઠે કહ્યું કે આ માનતા કોઈ બીજું પૂરી કરી આવે તો ચાલે કે નહિ? એમ પણ તેમની દીકરીને ભારત ફરવાની ઈચ્છા છે, તો તે ત્યારે માનતા પૂરી કરી લેશે. ગુજરાતીએ આ બાબતની હા પાડી. એટલે પોતાના શેઠની દીકરી માનતા માટે અને ભારત ફરવા માટે વિઝા કરાવે છે અને ભારત માટે રવાના થાય છે.

રાજકોટ પહોંચતા જ આ વિદેશી દીકરી વેરાવળ સુધીની બસમાં બેસે છે. તેમને વચ્ચે વીરપુર સ્ટેશન પર ઉતરવાનું હતું. પણ થાકને લીધે તેની ઊંઘ ઉડી નહિ અને સીધા વેરાવળ પહોંચી ગઈ. ત્યાં જઈને તે એક વ્યક્તિને પૂછે કે જલારામ મંદિર ક્યા છે? સામેવાળો વ્યક્તિ કહે છે કે, મંદિર તો પાછળ રહી ગયું છે માટે ચાલો હુ જ તમને મૂકી જાવ.
મધરાતના સમયમાં વિદેશની એકલી રૂપાળી છોકરી જોઇને પેલો મવાલી આકર્ષિત થવા લાગ્યો અને મનમાં કાઈક અલગ વિચારો આવવા લાગ્યા. બિચારી વિદેશી યુવતીને શું ખબર કે પેલો મવાલી તેને કાઈક અલગ જ ધારણાથી પોતાની સાથે લઇ જાય છે.
આગળ ચાલવાની સાથે જ એક દાદાએ વિદેશી દીકરીનો હાથ પકડી લીધો અને તેને તે મવાલી સાથે જાવા માટેની ના પાડી. છોકરી સમજી ગઈ કે આ મવાલી સાથે જવું હિતાવહ નથી અને દાદા શું કહેવા માંગે છે તેની પણ પરખ થઈ ગઈ.
અંતે તે દાદા તેમને રાતે વીરપુર મૂકી આવે છે અને ધર્મશાળામાં રહેવા માટેની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી. બીજા દિવસે સવારે વિદેશી યુવતી માનતા માટે મંદિર પહોંચે છે અને બાજુમાંથી શ્રીફળ, આરતીની થાળી વગેરે ખરીદે છે અને મંદિરમાં જાય છે. દોસ્તો, તમે અહી સુધી કહાની તો વાંચી પણ ખરો ચમત્કાર તો હવે શરુ થાય છે.
મંદિરમાં યુવતીએ પૂજા કરી અને શ્રીફળ વધાર્યું. યુવતી પુજારીને કહે છે કે, ‘આ ફોટાવાળા વ્યક્તિ ક્યા છે મારે તેમણે મળવું છે’.
એટલું કહેતા પુજારીએ જવાબ આપ્યો કે, બેટા આ તો એક પરમાત્માના સ્વરૂપ છે, જે સ્વર્ગમાં રહીને દરેકનું ધ્યાન રાખે છે, આ વ્યક્તિ માત્ર ફોટા સ્વરૂપે જ છે તે કોઈ જીવિત વ્યક્તિ નથી’. આટલું કહેતા જ યુવતીના હાથમાંથી આરતીની થાળી પળી જાય છે, અને કહે છે કે એવું ના બની શકે, આજ દાદાને તો હું કાલે રાતે જ મળી હતી ને પેલા મવાલીના ગલત ઈરાદાથી પણ બચાવી હતી.
તો તમે સમજી શકો કે, આપણા આ બાપા વિદેશીને પણ મદદ કરે છે, તો આપણે લોકો શા માટે લોકોમાં ભેદભાવ કરીએ છીએ. જલારામ બાપા તો હર એક ઘડી, દુનિયાના કોઈ પણ ખૂણે તમારી સાથે છે, બસ જરૂર છે તો માત્ર શ્રદ્ધા અને વિશ્વાસની.
એક વાર માની તો જુઓ, તમારા જીવનમાં બદલાવ ન આવે તો કહેજો.
જય જલારામ બાપા..
લેખક સાંઈરામ દવે
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks