અમેરિકાની ધરતી પર વધુ એક ગુજરાતીની હત્યા, મૂળ ચરોતરના પટેલની ગોળી મારી અમેરિકન યુવકે કરી ઘાતકી હત્યા…

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, મૂળ ચરોતરના 76 વર્ષિય મોટેલ માલિકની રૂમના ભાડાના વિવાદમાં કરાઇ હત્યા

વિદેશમાંથી ઘણીવાર ગુજરાતી અને ભારતીયોના હત્યાની અને રહસ્યમય મોતની ખબર સામે આવતી રહે છે. છેલ્લા ઘણા સમયથી આવી ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે હાલમાં વધુ એક આવી ઘટના સામે આવી છે. અમેરિકામાં અલાબામા રાજ્યમાં વધુ એક ગુજરાતીની હત્યા થઇ હોવાનું સામે આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે, પ્રવીણ પટેલ મૂળ ચરોતરના હતા, પણ તેઓ વર્ષોથી પરિવાર સાથે અમેરિકામાં સેટલ થયા હતા.

ચરોતરના પટેલની ગોળી મારી કરાઇ હત્યા

રૂમના ભાડાને લઈને વિવાદ થયો હતો અને આ પછી મૂળ ચરોતરના રહેવાસી 76 વર્ષીય હિલક્રેસ્ટ મોટેલના માલિક પ્રવીણ પટેલની ગત અઠવાડિયે ગોળી મારી હત્યા કરા દેવામાં આવી. આ મામલે પોલીસે આરોપી 34 વર્ષિય વિલિયમ જેરેમી મૂરની ધરપકડ કરી છે. પોલિસ અનુસાર, ઘટના બાદ તરત જ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે તે 13મી એવન્યુ પર એક ત્યજી દેવાયેલા મકાનમાં છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

12 ફેબ્રુઆરીના રોજ કરાયા અંતિમ સંસ્કાર

આરોપી પાસેથી હત્યામાં વપરાયેલી પિસ્તોલ પણ મળી આવી છે. વોરંટ જારી ન થાય ત્યાં સુધી આરોપીને શેફિલ્ડ સિટી જેલમાં રાખવામાં આવ્યો છે. આ પછી તેને કોલબર્ટ કાઉન્ટી જેલમાં લઈ જવામાં આવશે. જણાવી દઇએ કે, પોસ્ટમે પોસ્ટમોર્ટમ બાદ 12 ફેબ્રુઆરીના રોજ પ્રવીણ રાવજીભાઈ પટેલના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

આ મામલે અધિકારી અનુસાર, 8 ફેબ્રુઆરીના રોજ આરોપી પ્રવિણની મોટેલમાં એક રૂમ ભાડે લેવા માગતો હતો પણ આ મામલે તેની પ્રવીણ પટેલ સાથે બોલાચાલી થઈ અને તે બાદ તેણે પિસ્તોલ કાઢી પ્રવિણ પટેલને ગોળી મારી દીધી.

Shah Jina