અજબગજબ

વડાપાવની જગ્યાએ આ ગુજરાતીએ બનાવી નાખ્યો આઈસ્ક્રીમ પાવ, વિડીયો જોઈને તમે પણ કહેશો, “આવું તે કઈ હોતું હોય….”

ગુજરાતીઓ ખાણીપીણીના ખુબ જ શોખીન હોય છે, વિશ્વભરમાં ગુજરાત ખાણીપીણી માટે ખુબ જ પ્રખ્યાત છે. તો ગુજરાતીઓ ખાણીપીણીની વાનગીઓમાં જુગાડ પણ કરતા જોવા મળે છે. એવો જ જુગાડ એક ગુજરાતી દ્વારા કરવામાં આવ્યો જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Image Source

મોટાભાગે આપણે બજારની અંદર વડાપાંવ ખાવા માટે જતા હોઈએ છીએ, વડાપાંવ બધાને ભાવે પણ છે, પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે વડાપાંવમાં ચટણીની જગ્યાએ બરફ ગોળામાં વપરાતા રંગો નાખવામાં આવે, વડાની જગ્યાએ આઈસ્ક્રીમ મુકવામાં આવે અને પાછું એમાં ડ્રાયફ્રુટ પણ નાખવામાં આવે તો કેવું લાગે?

Image Source

સાંભળીને જ કંઈક વિચિત્ર વાનગી બની ગઈ હોય તેમ લાગી આવે ને? પણ આવું કર્યું છે એક ગુજરાતીએ. જેને વડાપાવની જગ્યાએ બનાવ્યો આઈસ્ક્રીમ પાવ. અને હવે તેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Image Source

આ વાયરલ વીડિયોને પોસ્ટ કરનાર વ્યક્તિ છે સાહિલ અધિકારી. તેને ટ્વીટર ઉપર આ વીડિયોને પોસ્ટ કર્યો છે. હવે ઘણા લોકો આ રેસિપીને સારી ગણે છે તો ઘણા લોકો તેની આલોચના કરી રહ્યા છે.

ઘણા લોકો આલોચના કરતા કહે છે કે “હવે દુનિયાનો અંત નજીક છે.” તો એક વ્યક્તિનું કહેવું છે કે “આના માટે ભગવાન માફ નહીં કરે.”

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.