ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર હાર્ટ એટેકથી મોતના મામલા સામે આવે છે, હાલમાં નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે અને આ દરમિયાન પણ અનેક લોકોના હાર્ટ એટેકના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે એક ગુજરાતી યુવકનું વિદેશની ધરતી પર ગરબા રમતા રમતા મોત નિપજ્યું હોવાનું સામે આવ્યુ છે.

સાબરકાંઠાના તલોદના ગોરા આજણા ગામના જયેશ પટેલનું લંડનમાં ગરબા રમતી વખતે હાર્ટ એટેકથી મોત થયુ હતુ. જયેશ પટેલ લંડનના હેરો શહેરમાં રહીને પીઝા સેન્ટર પર કામ કરતો હતો અને નવરાત્રિ દરમિયાન તે ગરબા રમતા રમતા અચાનક ઢળી પડ્યો અને મોતને ભેટ્યો. તેનું હાર્ટ એટેકથી મોત થયુ હોવાનું કહેવાઇ રહ્યુ છે.

જણાવી દઇએ કે, એક્સપર્ટ્સ અનુસાર નવરાત્રીમાં ગરબા રમતી વખતે જો ધબકારા અચાનક વધી જાય તો ખાસ ધ્યાન રાખવું જોઇએ, છાતીમાં દુખાવો થાય, ગભરામણ જેવું થાયકે પછી હાથ પગમાં દુખાવો થાય અને ગેસ એસિડિટી જેવું લાગે તો તરત ગરબા રમવાનું બંધ કરી ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
