ઇન્ડિયા યુક્રેનને મદદ નથી કરતુ એટલે હવે…વીડિયોમાં આ યુવકે કર્યો ધડાકો

યુક્રેન અને રશિયા વચ્ચે હાલ ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે, આ યુદ્ધને કારણે તબાહીનો મંજર જોવા મળી રહ્યો છે અને સાથે સાથે અરાજકતા પણ ફેલાઇ છે. આ સમયે યુક્રેનની હાલત ખુબ જ ખરાબ છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થતા વીડિયોમાં જોઈ શકાય છે. ત્યારે આવા યુદ્ધના સમયે ભારતના ઘણા લોકો ત્યાં ફસાઇ ગયા છે અને વીડિયો દ્વારા ત્યાંની પરિસ્થિતિનું વર્ણન કરી રહ્યા છે અને પોતાની હાત કેવી છે ત્યાં તે પણ જણાવી રહ્યા છે.

જે યુવક વીડિયોમાં જોવા મળી રહ્યો છે તે કઇ રહ્યો છે કે તે પોલેન્ડ બોર્ડર જવા નીકળ્યા હતા. તે કહી રહ્યો છે કે ભારતીય વિદ્યાર્થીઓને જવા દઇ રહ્યા નથી અને રોડ પણ બ્લોક છે. ભારતીય વિદ્યાર્થીઓને જવા પણ દેવામાં આવી રહ્યા નથી. તેણે કહ્યુ કે અમને લાગી રહ્યુ હતુ કે ભારતીય વિદ્યાર્થીને જવા દેશે પરંતુ એવું થયુ નહિ.સવારથી અહીંયા ભારતીય વિદ્યાર્થીઓ આવી ગયા છે પરંતુ રોડ બ્લોક કરી દેવામાં આવ્યો છે.

તેણે વીડિયોમાં કહ્યુ કે, 3 ચેકપોઇન્ટ આગળ છે અને બધી જગ્યાએ મિલેટ્રી ફુલ વેપન સાથે છે, જે પણ આગળ જાય તેમને રોકી શકે છે. તે કહી રહ્યો છે કે તે લોકો 40 કીમી ચાલીને આવ્યા છે. અહીં આગળ જવાની હાલત નથી અને પાછા પણ જવાની હાલત નથી. રાત્રે માઇનસ 15 ડિગ્રી સુધી તાપમાન પણ જઇ શકે છે. આવી પરિસ્થિતિમાં અમે શું કરીએ અમારી પાસે કોઈ રસ્તો પણ બચ્યો નથી. જુઓ વીડિયો…

See these Gujarati students narrating clearly their experience of trying to cross border into Poland.

આ ઉપરાંત બીજા એક યુવકનો પણ વીડિયો વાયરલ થઇ રહ્યો હતો. જે કઇ રહ્યો હતો કે, ભારત સરકારને તે એટલું જ કહેવા માંગે છે કે જો તેઓ મદદ કરવા માટે તૈયાર હોય તો જ ગાઈડલાઈન બહાર પાડે. એમ્બેસીના નંબર બંધ આવે છે. ઘણા ભારતીય રોડ પર ફસાયા છે તો ઘણા વિવિધ બોર્ડર પર ફસાયા છે. તેણે કહ્યુ કે, હવે અમારી પાસે રૂપિયા નથી રહ્યા અને ભારતથી રૂપિયા મંગાવીએ તો અહીં એટીએમ ચાલતા નથી. મને ખબર નથી કે હું ક્યારે પોલેન્ડની બોર્ડર ક્રોસ કરીશ. હું સરકારને વિનંતી કરું છું કે તેઓ અમારી મદદ કરે.

 

View this post on Instagram

 

A post shared by News Gujarat (@newsgujarati1)

Shah Jina