આ બે ટેણિયાઓએ તો આખું ઇન્ટરનેટ ગાંડુ કર્યું, કાલાઘેલા અવાજમાં એવું ક્યૂટ બોલ્યા કે વીડિયો જોઈને તમારો દિવસ પણ સુધરી જશે, જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં કોઈપણ ઘટનાના વીડિયોને વાયરલ થઇ જતા વાર નથી લાગતી, ઘણા એવા વીડિયો હોય છે જે પેટ પકડીને હસાવતા હોય છે, તો ઘણા વીડિયો હેરાન કરનારા પણ હોય છે. સોશિયલ મીડિયામાં બાળકોને લઈને પણ ઘણા બધા વીડિયો વાયરલ થઇ જતા હોય છે, જેમાં તેમની કાલી ઘેલી વાત પણ લોકોને ખુબ જ પસંદ આવે છે. હાલ એવા જ એક ટેણીયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જે એક ફિલ્મી ગીત ગાઈને મેડમને ઈમ્પ્રેસ કરતો જોવા મળે છે.

વાયરલ વીડિયોની અંદર એક ક્યૂટ બાળક જોવા મળી રહ્યું છે. આ બાળક બહુ જ વધારે પ્રેમાળ દેખાઈ રહ્યું છે. ઉપરથી આ બાળક એટલા સુંદર અવાજની અંદર ગીત ગાય છે કે દરેક વ્યક્તિનું મન મોહી લે છે. આ બાળકે ગીત ગાઈને તેના મેડમને પણ ઈમ્પ્રેસ કરી દીધા છે. જેના કારણે મેડમ પણ બાળકને વારંવાર ગીત ગાવા માટે કહી રહ્યા છે.

આ બાળક પણ મેડમને ના નથી પાડતું અને ગીત ગાતું જ રહે છે. આ બધા વચ્ચે જ કંઈક એવું બને છે જેને જોઈને તમે પણ તમારું હસવું રોકી નહીં શકો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે મેડમ મોબાઈલ લઈને બાળકનો વીડિયો બનાવી રહ્યા છે અને બાળકને ગીત ગાવા માટે કહે છે. બાળક પણ પોતાના મેડમની વાત સાંભળીને સુરીલા અવાજમાં ગીર ગાવાનું શરૂ કરી દે છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

મેડમ બાળકને જોરથી ગીત ગાવાનું કહે છે, જેના બાદ તે બાળક “ગુલાબી આંખે જો તેરી દેખી” ગીત ગાવા લાગે છે. સૌથી ખાસ પળ તો એ હોય છે કે બાળક ગીત ગાતા વચ્ચે જ રોકાઈ જાય છે અને બહુ જ ક્યૂટ અંદાજમાં કહે છે, “મેડમ મારા દાંતમાં દુખાવો થાય છે.” જો કે મેડમ તેની વાતને નજર અંદાજ કરીને તેને ગાવા ઉપર જ ફોકસ કરવાનું કહે છે. મેડમની વાત માનીને બાળક દુખાવો પણ ભૂલી જાય છે અને ગાવાનું શરૂ કરી દે છે. જેના બાદ તે બાળક આગળ કહે છે કે મને આગળનું ગીત નથી આવડતું. બાળકની આ વાત પણ લોકોને ખુબ જ પસંદ આવી રહી છે.

તો આ ઉપરાંત એક અન્ય વીડિયો પણ વાયરલ થયો તો જે વીડિયોની અંદર પણ એક નાનું બાળક પોતાના ક્યૂટ ક્યૂટ અંદાજમાં મોબાઈલના દુકાનદારના સવાલોના જવાબો આપી રહ્યું છે. તેનો જવાબ આપવાનો અંદાજ જ એવો છે કે સૌ કોઈ તેના આ વીડિયોના કાયલ બની જાય.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર દુકાનદાર તે બાળક પાસે પૈસા માંગે છે. ત્યારે બાળક કહે છે કે “મારા પપ્પા આપશે”, પછી કહે છે કે “મારી પાસે 9 હજાર રૂપિયા પડ્યા છે, નાનીના ઘરે મુક્યા છે, મારો પગાર થશે ત્યારે હું આપી દઈશ.” આ બાળકના બોલવાના અંદાજ સૌ કોઈનું મન મોહી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

ઇન્સ્ટાગ્રામ રીલ સેક્શનમાં પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોને લોકો ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે. સાથે સાથે કોમેન્ટમાં પણ આ બાળકના આ અંદાજના વખાણ કરી રહ્યા છે. તમે પણ આ વીડિયોને જોઈ ચોક્કસ મલકાઈ ઉઠશો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)


આ ટેણીયાનો વધુ એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે, જેમાં તેને મોબાઈલનો દુકાનદાર કઈ કંપનીનો ફોન લેવો છે તે પૂછી રહ્યો છે, અને આ ટેણીયું તેના ખાસ અંદાજમાં જવાબ આપી રહ્યું છે, સાથે મોટો મોબાઈલ લેવાનો અને આ મોબાઈલ સારો છે એમ પણ તે જણાવી રહ્યું છે. તેનો બોલવાનો અંદાજ સોશિયલ મીડિયા ઉપર ખુબ જ છવાયો છે અને લોકોને પણ તે ખુબ જ પસંદ આવ્યો છે.

Niraj Patel