રસોઈ

ગુજરાતી ખાટી મીઠી તુવેર દાળ બનાવો હવે ઘરે પરફેક્ટ રેસીપી જોઇને ….

આજે બનાવીશું ગુજરાતી ખાટી મીઠી ટેસ્ટની તુવેરદાળ. દેશ વિદેશમાં ગુજરાતી દાળનો સ્વાદ ફેમસ છે. આ દાળમાં ખટાશ, ગળપણનો યુઝ કરીને એને ખાટી મીઠી ને ટેસ્ટી બનાવવામાં આવી છે. ને સાથે વઘારણી પરફેક્ટ રીત પણ શીખવવામાં આવી છે. તો આજે આ દાળની રેસીપી સ્ટેપ બાય સ્ટેપ ફોટા સાથે જોવાનું ભૂલતા નહી.

સામગ્રી: 

 • તુવેર દળ ૧ બાઉલ
 • ગોળ ૧ ચમચી
 • ટમેટા ૧ બાઉલ
 • સીંગદાણા ૧ ચમચી
 • તેલ ૧ ચમચી
 • લાલ મરચું ૧ ચમચી
 • ગરમ મસાલો ૧ ચમચી
 • હળદર ૧/૨ ચમચી
 • રાઈ ૧ ચમચી
 • સૂકા લાલ મરચા ૨ નંગ
 • હિંગ ચપટી

 • કઢી પતા ૩/૪ નંગ
 • ચાર મસાલો ૧ ચમચી
 • લીંબુ નો રસ ૧ ચમચી
 • આદુ ની પેસ્ટ ૧ ચમચી
 • મીઠું સ્વાદ મુજબ

રીત
• સૌપ્રથમ તુવેર ની દાળ ને પાણી થી ધોઈને એને બાફી લો અને બાફતી વખતે એમાં સીંગદાણા હળદર અને મીઠું નાખી ને બાફી લેવી

• બફાય જાય એટલે દાળ નો તડકો કરી લેવો એના માટે એક કઢાય માં ગરમ થાય એટલે એમાં તેલ ગરમ થાય એટલે રાઈ એડ કરો• પછી હિંગ સૂકા મરચા કઢી પતા આદુ ની પેસ્ટ ટામેટા અને ગોળ એડ કરી ને મિક્સ કરી લો.

પછી એમાં મીઠું નાખી દો અને હલાવો. ગેસની આંચ એકદમ હળવી રાખવી ને બધો મસાલો એકદમ ચડી ન જાય ત્યાં સુધી હલાવો.

પછી એમાં બાફેલી તુવેર દાળ એડ કરો અને તમને જાડી પાતળી જેવી દાળ જોઈ એ મુજબ પાણી એડ કરો.

• પછી એમાં આચાર મસાલો એડ કરો અને લીંબુ નો રસ નાખ થોડીવાર ઉકળે એટલે એમાં ગરમ મસાલો એડ કરો અને
• પછી ધાણા એડ કરો અને ૨ મિનિટ ઉકાળવા દો. 

ઉકળી જાય એટલે ગેસ બંધ કરી દો તો તૈયાર છે આપણી ગુજરાતી ખાતી મીઠી દાળ,. કોથમીર નાખી ઢાંકી દો.

તો તૈયાર છે ગરમ ગરમ દાળ તમે એને ભાત જોડે ખાઈ શકો છો.

નોંધ : ગોળ ની જગ્યા એ ખાંડ અને લીંબુ ની જગયા એ આમલી વાપરી શકો છો આચાર મસાલો અથવા માં છે.

પરફેક્ટ રેસીપીનો વિડીયો જોવા માટે નીચે આપેલ યુટ્યુબની લિન્ક પર ક્લિક કરો : 

Please Subscribe our channel: https://www.youtube.com/channel/UCgOWaGYuRMYPeldT4p5tFVw

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ