હે ભગવાન, વધુ એક ગુજરાતીની અમેરિકામાં હત્યા, અપહરણ કરીને અમદાવાદી યુવકની લાશ નદીમાં ફેંકી દીધી, જાણો સમગ્ર મામલો…
ગુજરાતીઓની વિદેશમાં હત્યાના ઘણા કિસ્સા સામે આવે છે અને આ સિલસિલો યથાવત પણ છે. ત્યારે હાલમાં વધુ એક ગુજરાતીની હત્યાનો મામલો સામે આવ્યો છે. અમેરિકામાં રહેતા અમદાવાદી યુવકનું અપહરણ કરાયુ અને તેને છોડાવવા માટે પરિવાર પાસેથી 1 લાખ યુએસ ડોલર અથવા તો 70 કિલો ડ્રગ્સની ખંડણી માંગવામાં આવી. જો કે, યુવકને મુક્ત કરાવાય એ પહેલા જ તેની હત્યા કરી લાશને હત્યારાઓએ નદીમાં ફેંકી દીધી.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના મેમનગરમાં રહેતા હિરેન ગજેરા વર્ષોથી અમેરિકામાં સ્થાયી છે. વર્ષ 2006થી 2014 સુધી તેમણે અમેરિકાના એમ્પાલમમાં સાગના લાકડાના એક્સપોર્ટનો બિઝનેસ વિકસાવ્યો અને તે પઠી છેલ્લા 8 વર્ષથી તેઓ અમદાવાદમાં સ્થાયી થયા હતા. માર્ચ 2022માં તેઓ ઈક્વાડોર પરત ફર્યા અને તેઓએ ક્યુએન્કા શહેરમાં નવુ ઘર બનાવ્યુ. જો કે, કેટલાક દિવસ પહેલા હિરેન ગજેરાનું કોલંબિયન ત્રાસવાદીઓ દ્વારા અપહરણ કરાયું અને તે બાદ પરિવાર પાસે 1 લાખ યુએસ ડોલર અથવા તો 70 કિલો ડ્રગ્સની ખંડણી માંગી.
જો કે, ગજેરા પરિવાર આ રૂપિયા આપવા તૈયાર પણ થયો અને નેગોશિયેન બાદ 20 હજાર યુએસ ડોલર પર ડીલ નક્કી થઈ. આમ છતાં પણ ત્રાસવાદીઓએ હિરેનને મારી નાખ્યો અને પછી તેની લાશ નદીમાં ફેંકી દીધી. આ ઘટના બાદ તો જાણે કે ગજેરા પરિવાર પર આભ તૂટી પડ્યું. ઘટના બાદ મૃતક હિરેનના પિતા કે જે અમદાવાદમાં રહે છે તેમણે કહ્યું કે, મેં મારા યુવાન દીકરાને મરવા માટે અમેરિકા નહોતો મોકલ્યો.