માઉન્ટ આબુમાં યુવતીઓ ટોલબુથ ઉપર બની ‘રણચંડી’, ગાળો ભાંડી અને…જુઓ વીડીયો

કોરોના કાળને કારણે લોકડાઉન બાદ લોકો તેમના ઘરોમાં જ ઘણા સમયથી પૂરાયેલા હતા, ત્યારે હવે ધીરે ધીરે લોકો પણ નોર્મલ જીવનમાં પાછા આવી રહ્યા છે અને કેટલાક લોકો ઘણી જગ્યાએ ફરવા નીકળી જતા હોય છે. ત્યારે ઘણીવાર કેટલાક લોકો એવી હરકત કરી દેતા હોય છે કે જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાાયરલ થઇ જતો હોય છે.

માઉન્ટ આબુમાં બુધવારે રાત્રે ગુજરાતથી આવેલ પર્યટકો અને નગરપાલિકાના કર્મચારીઓ વચ્ચે વિવાદ થઇ ગયો. આ વિવાદ એટલો વધ્યો કે મહિલા પર્યટકોએ કર્મચારીઓની પિટાઇ કરી દીધી. મામલો અહીં શાંત ન થયો. ત્રણ મહિલાઓ ટોલ ઓફિસમાં ઘુસી ગઇ અને ત્યા એક કર્મચારીની પિટાઇ કરી દીધી.

સૂચના મળતા જ માઉન્ટ આબુ થાના અધિકારી અને નગરપાલિકા સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યા અને મામલો શાંત કરાવ્યો. જણાવી દઇએ કે, આ વિવાદ ટોલ પર રૂપિયા આપવાની વાત પર શરૂ થયો હતો. માઉન્ટમાં એંટ્રી દરમિયાન કર્મચારીઓએ ટોલના રૂપિયા માંગ્યા તો પર્યટકોએ સ્થાનીય સવારી હોવાનો હવાલો આપ્યો.

આ પર આઇ કાર્ડ માંગ્યુ તો એક મહિલાએ કર્મચારીના મોં પર રૂપિયા ફેંક્યા. મહિલાના આ રવૈયાને લઇને જયારે કર્મચારીએ ટોકી તો તે ગુસ્સે થઇ ગઇ. તે બાદ કારમાં સવાલ એક યુવકે કર્મચારીની પિટાઇ કરી દીધી.

ત્યાર બાદ ત્રણ મહિલાઓએ મળીને કર્મચારીની ખૂબ પિટાઇ કરી. સૂચના પર પહોંચેલી પોલિસે 3 મહિનાઓ સહિત 7 લોકોની શાંતિભંગના આરોપમાં ધરપકડ કરી છે. આ મામલામાં નગરપાલિકા તરફથી રાજકાડમાં બાધાના આરોપમાં કેસ દાખલ કરાયો છે.

ટોલ નાકા પર રસ્તા વચ્ચે જ આ છોકરીઓએ એકબીજા સાથે મારામારી ઉપર ઉતરી હતી. જ્યારે રસ્તે પસાર થતાં વાહન ચાલકો તેમની ફાઈટિંગ જોઈ રહ્યા હતા. ઘણા લોકોએ તેમને રોકવાની કોશિશ કરી હતી. પરંતુ તેઓ મારપીટ કરી રહી હતી. લોકોના ટોળામાંથી કોઈએ આ ઘટનાને મોબાઈલના કેમેરામાં કેદ કરી હતી. અને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો હતો.

સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલા એક વીડિયોમાં તો યુવતી માફી માગતા પણ જોવા મળી રહી છે. પછી તેણે ગુસ્સામાં બબાલ થઇ હોવાનો સ્વીકાર પણ કર્યો હતો. જોકે આ બનાવની જાણકારી મળતા જ માઉન્ટ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

નગરપાલિકાના ટોલ કર્મચારીઓ સાથે પર્યટકોએ પહેલા તો બોલાચાલી કરી હતી, પછી તેઓ મારામારી પર ઉતરી આવ્યા હતા. આ ઘટનાક્રમ આશરે 15 થી 20 મિનીટ સુધી ચાલ્યો હતો. જેમાં આજુબાજુના લોકોએ તેનો વીડિયો ઉતાર્યો હતો.

ઘટના બાદ એસઆઈ નાથારામ પટેલ સાથે ટોલ પરના કેટલાક કર્મચારીઓ માઉન્ટ આબુ પોલીસ ચોકીમાં પહોંચ્યા હતા. તેમણે આ મુસાફરો સામે અભદ્ર વર્તન કરવા બદલ ફરિયાદ દાખલ કરી છે. ત્યારે પોલીસે પ્રવાસીઓને સામે ફરિયાદ દાખલ કરી છે.

Shah Jina