બે મહિના પહેલા જ લગ્ન થયેલી મમતા પટેલનો મૃતદેહ દરિયા કિનારે રહસ્યમય સંજોગોમાં મળ્યો, પોલીસને આપઘાતની શંકા, પરંતુ બહેને કહ્યું….

ચાલવા નીકળેલી આ પટેલ ગુમ થયા બાદ તેનો મૃતદેહ દરિયા કિનારે મળ્યો, સીસીટીવી એવું દેખાયું કે…

દેશભરમાંથી ચોરી,  લૂંટફાટ અને હત્યાના મામલા સામે આવી રહ્યા છે, ત્યારે હાલમાં જ વસઈના દરિયા કિનારેથી થોડા દિવસ પહેલા જ ગમ થયેલ 30 વર્ષીય પરણિતા મમતા પટેલનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગત બુધવારના રોજ સવારે 6.10 કલાકે મમતા ઘરેથી મોર્નિંગ વૉક માટે નીકળી હતી. જે પરત ના ફરવાના કારણે તેના પરિવારજનો દ્વારા તુલીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવી હતી.આ બધા વચ્ચે જ મતાનો મૃતદેહ વસઈ-પશ્ચિમમાં કિલ્લા બંદર સમુદ્રકિનારે રહસ્યમય રીતે મળ્યો હતો. મમતાના મૃતદેહની ઓળખ તેના પતિ મેહુલ પટેલ દ્વારા કરવામાં આવી છે. આ બાબતે પોલીસ હવે તપાસ કરવામાં લાગી ગઈ છે.

મૂળ ગુજરાતના નવસારીમાં રહેનારી મમતાના લગ્ન બે મહિના પહેલા જ થયા હતા. 30 વર્ષીય મમતા પટેલનો મૃતદેહ વસઈના સમુદ્રી કિલ્લા બંદરના કિનારે મળ્યો હતો. મમતા તેના પતિ અને પરિવાર સાથે વસઈના એવરશાઇન નગરમાં રહેતી હતી.

મમતાના શરીર ઉપર કોઈ ચોટનું નિશાન નથી મળ્યું. પોલીસ દ્વારા તેના  વસઈમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. જેના રિપોર્ટમાં સ્પષ્ટ થઇ રહ્યું છે કે તેનું મોત પાણીમાં ડૂબી જવાના કારણે થયું છે. પોલીસને શંકા છે કે તેને આપઘાત કર્યો હશે. તો મમતાની બહેનનું કહેવું છે કે હું મારી બહેનને સારી રીતે ઓળખું છું, તે આવું ક્યારેય ના કરી શકે. આ ઉપરાંત તેને એમ પણ જણાવ્યું હતું કે તેને ગુસ્સામાં ઘર છોડી દીધું હશે. તે ક્યારેય જોગિંગ નહોતી કરતી. તે બુધવારે સવારે 6.40 વાગે નીકળી હતી. તેની તપાસ થવી જોઈએ.

મમતાના મૃતદેહ ઉપરથી પોલીસને તમામ ઘરેણાં પણ મળી આવ્યા છે, જેના કારણે ચોરી કે લૂંટના ઇરાદે પણ તેની હત્યા થઇ હોવાનું કોઈ શક્યતા પોલીસને નથી દેખાતી. પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેનું મોત ડૂબવાના કારણે થયું હોવાનું સામે આવી રહ્યું છે, હાલ કોઈ ગડબડીની આશંકા નથી દેખાઈ રહી. પરંતુ વિસ્તૃત પોસ્ટમોર્ટમ માટે નમૂના સુરક્ષિત રાખવામાં આવ્યા છે. અમે ઊંડાણથી તપાસ કરીશું.”

Niraj Patel