કેનેડામાં 2 દિવસથી ગુમ અમદાવાદી યુવકનો મળ્યો મૃતદેહ, પટેલ પરિવારને માથે આભ તૂટી પડ્યું

આજકાલ ઘણા લોકોને વિદેશ જવાનું ઘેલુ લાગ્યુ છે. કેટલાક વિદ્યાર્થીઓ સારા ભણતરની આશાએ તો કેટલાક લોકો કમાવવાની આશાએ વિદેશ જતા હોય છે. ત્યારે ઘણા લોકો તો ગેરકાયદેસર પણ વિદેશ જઇ ત્યાં સ્થાયી થઇ જવાના વિચાર રાખતા હોય છે. છેલ્લા થોડા ઘણા સમયમાં ગેરકાયદેસર ઘુસવાના પ્રયાસમાં ઘણા ગુજરાતીઓના મોતને ભેટવાના સમાચાર સામે આવ્યા છે.

આ ઉપરાંત ઘણા લોકોના વિદેશમાં ગોળીબારથી અથવા તો કોઇ કારણોસર હત્યાના પણ બનાવ સામે આવ્યા છે. હાલમાં અમેરિકા બાદ કનેડામાં એક ગુજરાતી યુવક સાથે દુર્ઘટના ઘટી હોવાના સમાચાર સામે આવ્યા બાદ પરિવારમાં શોકનું મોજું ફેલાઇ ગયુ છે. મૂળ અમદાવાદનો વિદ્યાર્થી હર્ષ પટેલ જે કેનેડામાં અભ્યાસ કરતો હતો તે 2 દિવસથી ગુમ હતો અને આખરે તેનો મૃતદેહ મળી આવતા પરિવારમાં શોક ફેલાઇ ગયો હતો.

હર્ષના મૃત્યુનું કારણ તો હજુ સ્પષ્ટ નથી. પરંતુ હર્ષનો પાસપોર્ટ અને ક્રેડીટ કાર્ડ સહિતના દસ્તાવેજો હાલ ગૂમ છે અને આ મામલે પોલીસ દ્રારા તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં અમેરિકામાં બે ગુજરાતી વિદ્યાર્થી લેકમાં ડૂબી ગયા હોવાના સમચાર સામે આવ્યા હતા અને બે દિવસ સુધી તેમની શોધખોળ ચાલુ હોવા છત્તાં પણ કોઇ ભાળ નથી મળી.

અમેરિકાની ઈન્ડિયાના યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં બે મિત્રો મોનરો લેકમાં સાથે બોટીંગ કરી રહ્યાં હતાં અને આ દરમિયાન બંને પાણીમાં કૂદ્યાં હતા. જો કે, તેઓ બંને ડૂબી જતા તેમની સાથે બોટિંગ કરવા ગયેલા તેમના મિત્રોએ બચાવવાનો પ્રયાસ કર્યો પણ તેઓ નિષ્ફળ રહ્યા. જોકે, હજુ સુધી તેમની કોઇ ભાળ ન મળી હોવાછી સ્કૂબા ડાઈવર્સનો પણ શોધખોળ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ ત્રણ દિવસની ભારે જહેમત બાદ પણ તેમનો કોઇ પત્તો નથી લાગ્યો.

Shah Jina